________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४०७ द्वेषानवकाशात् । फले च मोक्षरूपेऽप्रतिपत्तित एव न द्वेषः । न हि ते मोक्षं स्वर्गादिसुखाद् भिन्न प्रतियन्ति
અજ્ઞાન હોવાથી જ ઠેષ હોતો નથી. તે જીવો મોક્ષને સ્વર્ગાદિસુખ કરતાં ભિન્ન હોવો માનતા નથી કે જેમાં શ્રેષને અવકાશ રહે. અને સ્વર્ગાદિ સુખથી અભિન્ન તરીકે પ્રતીત થતા મોલમાં તો તેઓને રાગ જ થાય છે. વસ્તુતઃ ભિન્ન તેની = મોક્ષની પ્રતીતિ હોય તો પણ પોતાના ઇષ્ટનો વિઘાત થવાની શંકાથી તેમાં=મોક્ષમાં દ્વેષ થતો નથી એ જાણવું.
વિવેચનઃ (૧) પૂર્વે વિચારી ગયા છીએ એમ વ્યાપન્નદર્શનવાળા જીવો તરીકે અહીં સમ્યક્તભ્રષ્ટ જીવો લેવાના નથી, પણ અનાદિમિથ્યાત્વી જીવો લેવાના છે. (૨) સંયમવેશ- પાલન બધું હોવા છતાં આંતરિક પરિણતિમાં સંયમ નથી, અરે ! સમ્યક્ત પણ નથી, માટે એ જીવો દ્રવ્યલિંગી છે. એના ઉપલક્ષણથી સંયમ ન પાળનારા, છતાં ભૌતિક અપેક્ષાથી નાની-મોટી કોઈપણ ધર્મક્રિયા કરનારા અહીં લેવાના છે.
(૩) ચારિત્ર ક્રિયા વગેરે મુક્તિના ઉપાયભૂત છે. મુક્તિના દ્રષવાળો અચરમાવર્તવર્તી જીવ દેવલોકાદિનો પોતાને લાભ થાય એવો લાભાદિનો અર્થ બનેલો છે. વળી, “આ દેવલોકાદિની પ્રાપ્તિ સંયમપાલનાદિથી થશે એવી શ્રદ્ધા થયેલી છે. એટલે દેવલોકાદિ ઇષ્ટ છે ને ચારિત્રપાલનાદિ એની સામગ્રી છે. ઇષ્ટદેવલોકાદિ પ્રત્યે રાગ છે, તેથી એની સામગ્રી પણ પોતાને ઇષ્ટ જ બને છે. પછી એમાં દ્વેષ સંભવે નહીં, એ સ્પષ્ટ છે.
(૪) સંયમપાલનાદિનું મુખ્ય ફળ મોક્ષ છે. જેની જાણકારી ન હોય એ વસ્તુ પ્રત્યે રાગ કે દ્વેષ કશું જ થતું નથી. અચરમાવર્તમાં રહેલો જીવ મોક્ષને જ પિછાણતો નથી, પછી એનાપર વેષ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
શંકા : વ્રતગ્રહણ-પાલન સુધી પહોંચેલાને શાસ્ત્રાદિ દ્વારા મોક્ષ અનુપમ સુખમય હોય છે. આવું શું જાણવા ન મળ્યું હોય ?
(૫) સમાધાન મળ્યું હોય, પણ એ એવા મોક્ષને સ્વર્ગાદિમય જ માનતો હોય છે, અર્થાત્ વિષયસુખમય જ માનતો હોય છે. અને એ તો તેઓને અત્યંત ઇષ્ટ હોવાથી એમાં રાગ જ થાય છે, પછી દ્વેષને અવકાશ ક્યાં?
શંકા : “મોક્ષમાં શરીર, ઇન્દ્રિયો, વિષય કશું જ હોતું નથી' આવું પણ શાસ્ત્રાદિથી જાણ્યું જ હોય ને!
() સમાધાન : હા, જાણ્યું પણ હોય. ને તેથી પોતાને જે વિષયસુખો જોઇએ છે એના કરતાં મોક્ષ જુદો છે એવી જાણકારી પણ છે જ. છતાં “જો હું મોક્ષ પ્રત્યે દ્વેષ કરીશ તો નવમો ગ્રેવેયક વગેરે જે મારું ઇષ્ટ છે તેનાથી હું વંચિત થઇ જઇશ” એવી શંકા પડવાથી એ ભારે તકેદારીપૂર્વક દ્વેષને ટાળે છે, ને તેથી મુક્તિઅદ્વેષ જળવાઇ રહે છે.
2. અહીં મોક્ષના જ્ઞાનનો બોધનો જ અભાવ છે, માટે દ્વેષ નથી આવો પદાર્થ છે. એટલે શબ્દશઃ વિવેચનકાર પંડિતે પદાર્થોની સંકલનામાં પ્રથમ પ્રકારના જીવોને મોક્ષ નથી' તેવો બોધ હોવાને કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી એમ જે જણાવ્યું છે તે ગલત જાણવું. “મોક્ષ નથી' આવો બોધ એ મિથ્યાજ્ઞાન કહેવાય, જ્ઞાનનો અભાવ નહીં.. આટલો ભેદ પણ પકડી ન શકાય ? વળી, અભાવના બોધ માટે પ્રતિયોગીનું જ્ઞાન જોઈએ જ. મોક્ષને જે જાણતો જ નથી એ “મોક્ષ નથી' એવો બોધ પણ શી રીતે કરી શકે ? અને મોક્ષને જો એ જાણે જ છે, તો એને દ્વેષ પણ સંભવશે જ.