________________
४०६
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ४
लाभाद्यर्थितयोपाये फले चाप्रतिपत्तित: । व्यापन्नदर्शनानां हि न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।। ४ ।
लाभेति । व्यापन्नदर्शनानां हि द्रव्यलिङ्गिनामुपाये = चारित्रक्रियादौ लाभाद्यर्थितयैव न द्वेषो, रागसामग्र्यां
હિતકર બને છે. આ ભેદ શા માટે ? એ જણાવવા આગળ આઠમી ગાથામાં ‘કર્તાભેદે અનુષ્ઠાનભેદ થાય છે’ એમ જણાવવાના છે. અને આ કર્તાભેદ કયો ? એનો ખુલાસો ગ્રન્થકાર ટીકામાં ‘અચરમાવર્તમાં રહેલો જીવ અને ચરમાવર્તમાં રહેલો જીવ' એવો બતાવવાના છે. મુક્તિઅદ્વેષ-દ્વેષ.. અચ૨માવર્ત - ચરમાવર્તકાળ.. આ બે વાતોનું અનુસન્માન કરતાં એ નિઃશંક પ્રતીત થાય છે કે મુક્તિઅદ્વેષ અને ચરમાવર્તકાળનો પ્રારંભ.. આ બન્ને એક સાથે થાય છે.
પ્રશ્ન : આઠમી ગાથામાં કર્તાભેદે અનુષ્ઠાનભેદ જે કહેવાના છે તે તો વિષાનુષ્ઠાન વગેરે પાંચ અનુષ્ઠાનભેદોની અપેક્ષાએ છે ને ?
ઉત્તર : હા, પણ એમાં અનનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન તો અલગ પડી જાય છે. બાકીના ત્રણે ભૌતિક અપેક્ષાથી થાય છે. આ ભૌતિક અપેક્ષા આલોક સંબંધી હોય છે કે પરલોક સંબંધી હોય છે. આ બેના ભેદને લઈને વિષ અને ગર... એમ બે ભેદ અનુષ્ઠાનના બતાવ્યા છે. તદ્વેતુઅનુષ્ઠાન સંબંધી જે ભૌતિક અપેક્ષા છે તે પણ આ રીતે બન્ને પ્રકારની સંભવતી હોવા છતાં એ ભેદની વિવક્ષા ન કરીને અનુષ્ઠાનનો એક જ ભેદ તદ્વેતુ કહ્યો છે. એ જ રીતે વિષ-ગરમાં પણ એ ભેદની વિવક્ષા ન કરીએ તો બંનેને સામાન્ય રીતે વિષઅનુષ્ઠાન તરીકે કહી શકાય છે. મુક્તિઅદ્વેષ પ્રગટ્યા પૂર્વે કરેલા અનુષ્ઠાનને વિષાત્રતૃપ્તિસદેશ કહેલ છે એનો અર્થ જ એ વિષઅનુષ્ઠાન છે. મુક્તિઅદ્વેષ પ્રગટ્યા પછી કરેલ અનુષ્ઠાન પરંપરાએ મોક્ષનું કારણ છે, એટલે કે સાક્ષાત્ કારણ જે અમૃતઅનુષ્ઠાન, એનું કારણ છે. એનો અર્થ જ એ તદ્વેતુ અનુષ્ઠાન છે. એટલે મુક્તિઅદ્વેષ પૂર્વેના અને પછીના અનુષ્ઠાનભેદમાં પણ કર્તાભેદની આ વાત લાગુ પડે જ છે અને તેથી ઉપર કહ્યું એમ મુક્તિદ્વેષ અને ચરમાવર્ત બંનેનો પ્રારંભ યુગપદ્ થાય છે એવું આ બાબતો પરથી સ્પષ્ટ રીતે નિશ્ચિત થાય છે.
આ બધી વિચારણા ૫૨થી આ સમજાય છે કે ભવાભિનંદીપણું, તીવ્રભવાભિષ્યંગ (=તીવ્રભોગેચ્છા=અબાધ્યભૌતિકઅપેક્ષા) અને મુક્તિદ્વેષ... આ બધું અચરમાવર્તમાં હોય છે અને જેવો ચ૨માવર્ત શરૂ થાય છે એ જ ક્ષણથી આ બધું સ્વયં ખસી જાય છે, એમાં જીવના પુરુષાર્થની કે કોઈ પુણ્યવિશેષની અપેક્ષા હોતી નથી. વળી ‘મુક્તિઅદ્વેષની હાજરીમાં મલન કે વિષાત્રતૃપ્તિસાદશ્ય હોતું નથી' એવું જે કહ્યું છે તેના પરથી એ પણ નિશ્ચિત થાય છે કે ચ૨માવર્તમાં વિષાનુષ્ઠાન (ગરાનુષ્ઠાન) હોતું નથી. આ અંગેની વિશેષ વાતો આગળ જોઈશું. II૩॥ દિલમાં ધરાર મુક્તિદ્વેષ હોય એ જીવોને મુક્તિ કે મુક્તિના ઉપાયો પ્રત્યે અદ્વેષ કેવી રીતે થાય કે જે એને નવમા ત્રૈવેયક સુધી પહોંચાડી શકે ? આવી સંભવિત શંકાનું સમાધાન આપવા માટે કહે છે
ગાથાર્થ : વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગીઓને લાભાદિના અર્થી હોવાથી ઉપાય અંગે અને અપ્રતિપત્તિ હોવાથી ફળ અંગે દ્વેષ જાગતો નથી.
ટીકાર્થ : 'વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગીઓને ચારિત્રક્રિયાદિ ઉપાયમાં લાભાદિની અર્થિતા હોવાથી જ દ્વેષ જાગતો નથી, કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષને અવકાશ હોતો નથી. અને મોક્ષરૂપ ફળમાં અપ્રતિપત્તિ=