________________
४०९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
गुरुदोषवतः स्वल्पा सक्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य पादस्पर्शनिषेधनम् ।।६।।
गुर्विति । गुरुदोषवतः = अधिकदोषवतः स्वल्पा = स्तोका सत्क्रियाऽपि = सच्चेष्टाऽपि गुणाय न भवति । यथा भौतहन्तुः = भस्मव्रतिघातकस्य तस्य = भौतस्य पादस्पर्शनस्य = चरणसङ्घट्टनस्य निषेधनं (=पादस्पर्शनिषेधनम्) । कस्यचित् खलु शबरस्य कुतोऽपि प्रस्तावात् 'तपोधनानां पादेन स्पर्शनं महतेऽनय सम्पद्यत' इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्वेषमाणो न लेभे, तदा श्रुतमनेन त(?य)था भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे । ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं तान्निगृह्य जग्राह तानि, पादेन स्पर्श च परिहृतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणोपहतत्वान्न गुणः, किन्तु दोष एव । एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं योजनीयम् Tી ૬
વિવેચનઃ જ્યારે મુક્તિઅદ્વેષને પ્રધાન પૂર્વસેવા રૂપે જણાવાઇ રહ્યો હોય ત્યારે એ કાળકૃત મુક્તિઅદ્વેષ જ જાણવો, અચરમાવર્તવર્તી જીવોએ પુરુષાર્થથી સાધેલો મુક્તિઅદ્વેષ નહીં.
(૧) ન્યાપ્ય છે=ઉચિત છે–પૂર્વસેવારૂપ બને છે એવો અર્થ જાણવો. એટલે કે મુક્તિઅદ્વેષ હોય તો ગુર્વાદિપૂજન પૂર્વસેવારૂપ બને છે, એ વિના નહીં, આવો નિયમ છે. પણ, ગુર્વાદિપૂજન હોય તો મુક્તિઅદ્વેષ પૂર્વસેવારૂપ બને, એ વિના નહીં, આવો નિયમ નથી. માટે મુક્તિઅદ્વેષ પ્રધાન છે. પા (શંકા : પૂર્વસેવાના અંગોમાંથી જે જીવ તપ નથી કરતો, એને તપનો ભલે લાભ ન મળે, એ ગુર્નાદિપૂજન કરતો હોય તો એનો તો એને લાભ મળે જ છે. એમ, મુક્તિદ્વેષવાળા જીવને મુક્તિઅદ્વેષ અંગનો લાભ ભલે ન મળે, ગુર્નાદિપૂજન અંગનો લાભ તો મળવો જ જોઇએ ને ? આવી શંકાના સમાધાન માટે કહે છે -).
ગાથાર્થ : ગુરુદોષવાળા જીવની સન્ક્રિયા પણ લાભ માટે થતી નથી, કારણ કે સ્વલ્પ હોય છે. જેમ કે ભૌતસાધુને હણનારાનો તેને ચરણસ્પર્શનો નિષેધ.
ટીકાર્ય : ગુરુદોષવાળા=અધિકદોષવાળા જીવની સન્ક્રિયા=સચ્ચેષ્ટા પણ સ્વલ્પ ઓછી હોવાથી લાભ માટે થતી નથી. જેમકે ભીત=ભસ્મવ્રતવાળા સાધુના ઘાતકનો તે ભૌતસાધુને ચરણનો સ્પર્શ=સંઘટો કરવાનો નિષેધ. આશય એ છે કે કોઈક ભીલે કોઈક પ્રસંગે ધર્મશાસ્ત્રમાં સાંભળ્યું કે તપોધન સાધુઓને આપણો પગ લાગી જાય તો મોટો અનર્થ થાય છે. એ ભીલને ક્યારેક મોરપીંછની જરૂર પડી. ઘણી શોધ કરવા છતાં જ્યારે ન મળ્યા ત્યારે એના સાંભળવામાં આવ્યું કે ભૌતસાધુ પાસે મોરપીંછ હોય છે. એટલે તેણે ભૌતસાધુઓ પાસે એ માગ્યા. પણ તેઓએ ન આપવાથી કાંઈ મળ્યા નહીં. પછી એણે શસ્ત્રનો ઉપયોગ કરીને સાધુઓનો નિગ્રહ કરીને મોરપીંછ લઈ લીધા. પણ એ શસ્ત્રપ્રહાર કરવામાં મારો પગ ક્યાંય એમને લાગી ન જાય એવી કાળજી લીધી. આ કાળજી આમ તો ગુણરૂપ છે, પણ શસ્ત્રપ્રહારરૂપ મોટા દોષથી હણાયેલી હોવાથી ગુણરૂપ ન રહેતાં દોષરૂપ જ બને છે, એમ મુક્તિનો દ્વેષ ધરાવનાર જીવોને ગુરુદેવાદિ પૂજન માટે જાણવું.