________________
३९६
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ३२ फलभेदेनाऽपि भेदमुपपादयति-ततो = मुक्तिरागात् क्षिप्रं = अनतिव्यवधानेन, अतो =मुक्त्यद्वेषात् (=क्रमात् च) क्रमेण=मुक्तिरागाऽपेक्षया बहुद्वारपरम्परालक्षणेन परमानन्दस्य= निर्वाणसुखस्य सम्भवः (=परमानन्दसम्भवः) Tીરૂર IT.
| | તિ પૂર્વસેવાકત્રિશા પીર ||
નહીં. એટલે કે ઘડાનો નાનો અભાવ મોટો અભાવ. વગેરે સંભવતું નથી. આના પરથી સમજાય છે કે અભાવ એક જ હોય છે, એમાં તરતમતા હોતી નથી. એ જ રીતે અદ્વેષ એ દ્રષના અભાવરૂપ હોવાથી એમાં તરતમતા ન હોવાના કારણે એ એક જ પ્રકારનો છે. આમ એ એક જ પ્રકારનો હોવાથી યોગીઓના ભેદનો પ્રયોજક બની ન જ શકે એ સ્પષ્ટ છે. જ્યારે મુક્તિરાગના કારણે તો એ ભેદ પડે છે. માટે “મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ” એમ કહી શકાતું નથી.
આમ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગનો સ્વરૂપભેદે (= સ્વરૂપમાં તરતમતા હોવા-ન હોવાના ભેદે ભેદ દર્શાવ્યો. હવે બંનેના ફળમાં પણ ભેદ હોવાથી ફળભેદે ભેદ દર્શાવે છે કે મુક્તિરાગ અલ્પ વ્યવધાનથી મોક્ષપ્રાપ્તિ કરાવે છે, જ્યારે મુક્તિઅદ્વેષ અધિક વ્યવધાનથી એ કરાવે છે. પછી એ બંને એક શી રીતે હોઈ શકે? અલબત્ત મુક્તિ અદ્વેષ અને મુક્તિરાગ... બંનેનું છેવટનું ફળ મોક્ષ જ છે. અને તેથી એ રીતે ફળભેદ ન કહી શકાય. તેમ છતાં, અતિવ્યવધાને મોક્ષપ્રાપ્તિ અને અલ્પવ્યવધાને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાથી એ રીતે ફળભેદ કહી શકાય છે.
જે વાત ઉપેયભૂત મોક્ષ માટે કહી, એ જ વાત એના ઉપાય અંગે પણ ઉપલક્ષણથી સમજવી જોઈએ. બીજી કોઈ અપેક્ષા ન હોય તો ઉપેય મોક્ષના અષથી ઉપાયભૂત દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અષ પ્રગટે છે. અને ઉપેય મોક્ષના રાગથી ઉપાયભૂત દેવાદિ પ્રત્યે રાગ પ્રગટે છે. અહીં પણ ઉપાય અષમાં તરતમતા હોતી નથી, પણ ઉપાયરાગમાં તરતમતા હોય છે. તથા ઉપાય અદ્વેષથી અતિવ્યવધાને અને ઉપાયરાગથી અલ્પવ્યવધાને ફળભૂત મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે ૩૨ ||
ભવાભિનંદીજીવોને વિષયસુખની ઇચ્છા ઉત્કટ હોવાથી મોક્ષ અનિષ્ટ ભાસે છે. મુક્તિદ્વેષ અતિઅનર્થ માટે થાય છે. સહજ અલ્પમલત્વથી ભવરાગ અનુત્કટ થાય છે અને એ અનુત્કટ થવાથી મુક્તિદ્વેષ રવાના થાય છે. મુક્તિઅદ્વેષથી પણ કલ્યાણની પરંપરા ચાલે છે, તો મુક્તિરાગથી એ ચાલવામાં પૂછવાનું જ શું?