________________
४०२
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३ ચોથી ગાથામાં કરવાના છે.) વિપાકવિરસ ગ્રેવેયપ્રાપ્તિના કારણ તરીકે જે મુક્તિઅદ્વેષ કહ્યો છે તે આ જાણવો. પણ આ મુક્તિઅદ્વૈષ પૂર્વસેવારૂપ નથી, કારણ કે જીવમાં યોગ્યતારૂપે તો મુક્તિદ્વેષ જ બેસેલો છે. સહજ અલ્પમલત્વની ભૂમિકાથી જે મુક્તિઅદ્વેષ પ્રગટે છે, તે જીવની તેવી યોગ્યતા થઈ હોવાથી પ્રગટેલ હોવાના કારણે યોગ્યતારૂપે મુક્તિઅદ્વેષ છે, એ જ પ્રસ્તુતમાં પ્રધાનપૂર્વસેવારૂપે અભિપ્રેત છે. એની જ હાજરીમાં મુક્તિઉપાયોનું અમલન કહેલ છે. આ જીવોને યોગ્યતારૂપે મુક્તિઅદ્વેષ બેસેલો હોવા છતાં ક્યારેક તેવા વિચિત્રકર્મોદયવશાત્ દુર્બુદ્ધિ થવાના કારણે જ્યાં કશું ખાવા-પીવાનું નહી, કશું કરવાનું નહીં... આવા મોક્ષનો મતલબ શું? એમાં સુખ શું? વગેરે રૂપે કામચલાઉ મુક્તિદ્વેષ અભિવ્યક્ત થતો હોય તો એ વ્યક્તરૂપે મુક્તિદ્વેષ છે. છતાં અંદર યોગ્યતારૂપે મુક્તિઅદ્વેષ જ હોય છે, કારણ કે સહજ અલ્પમલત્વની ભૂમિકા જવા પામી ગયો છે. એ યોગપૂર્વસેવારૂપ છે જ ને તેથી મુક્તિઉપાયોનું મિલન હોતું નથી.
એટલે નિશ્ચિત થાય છે કે મલનની જે વાત છે એ મુક્તિદ્વેષ ધરાવનારા જીવોની છે.. ને તેથી એ જીવો સહજ અલ્પમલત્વની ભૂમિકાએ પણ પહોંચ્યા ન હોવાથી સમ્યક્ત ભ્રષ્ટ તો હોય જ શી રીતે શકે ?
વળી આગળ ચોથી ગાથામાં વ્યાપન્નદર્શનવાળા દ્રવ્યલિંગી જીવોને મોક્ષની અજાણકારી કહેવાના છે. સમ્યક્તભ્રષ્ટ નિર્નવાદિ મોક્ષથી અજાણ હોય એ સંભવતું નથી. એટલે અહીં વ્યાપત્રદર્શનવાળા જીવો તરીકે સમ્યક્વરહિત જીવો ક્યારેય સમ્યક્ત નહીં પામેલા એવા ભવાભિનંદી જીવો લેવાના છે એ સ્પષ્ટ છે.
પ્રશન: આ ગાથાના ઉત્તરાર્ધમાં આવું જે જણાવ્યું છે કે “આ રૈવેયકની પ્રાપ્તિમાં પણ માત્ર અખંડસંયમપાલનરૂપ ક્રિયા જ કારણ નથી, પણ મુક્તિઅષ પણ કારણ છેતે મુક્તિઅષની પ્રશંસા માટે જણાવ્યું છે કે નિંદા માટે?
ઉત્તર : કેમ આવો પ્રશ્ન કરો છો ? મુક્તિઅદ્વેષની પ્રધાનતા જણાવવાનો અધિકાર છે. તેથી એની પ્રશંસા માટે જ પ્રસ્તુત વાત કરી છે.
પ્રશ્નઃ તમારી વાત બરાબર છે. વાક્યપ્રયોગ પણ એ જ ભાવને ધ્વનિત કરે છે. પણ એને જો પ્રશંસવો જ છે તો પૂર્વાર્ધમાં વિપાકવિરસત્વની વાત કેમ કરી ? કારણ કે એ તો એની નિંદારૂપ છે. “આ ભોજન પરિણામે મોત લાવનાર હોવાથી અનિષ્ટ એવી તૃપ્તિનું જનક છે આવી વાત એ ભોજનની નિંદારૂપ છે એ સ્પષ્ટ છે.
ઉત્તર : તમારી વાત બરાબર નથી. મુક્તિઅદ્વેષ એ સ્વરૂપે સુંદર વસ્તુ છે. ને એટલે જ એના પ્રભાવે નવમા રૈવેયક સુધીની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ પણ સ્વરૂપે સુંદર વસ્તુ જ છે. એટલે જ તો યોગબિન્દુની ૧૪૬ મી ગાથામાં આ મુક્તિઅદ્વેષને હિતરૂપ કહ્યો છે અને એના પ્રભાવે જીવો તથાસ્થાનમણિનઃ તેવા કલ્યાણને ભજનારા બને છે એમ જણાવ્યું છે. આ બધું જ મુક્તિઅદ્વેષની પ્રશંસા રૂપે જ છે. તેમ છતાં, આ જીવોમાં અંદર યોગ્યતારૂપે તો મુક્તિદ્વેષ જ પડેલો હોય છે, મુક્તિઅદ્વેષ નહીં. અને તેથી વિપાકવિરસતા પરિણામે અસુંદરતા આવે છે. એટલે કે બહાર વ્યક્તરૂપે રહેલા મુક્તિઅદ્વૈષના પ્રભાવે નવમો ચૈવેયક મળે છે અને અંદર યોગ્યતારૂપે રહેલા મુક્તિદ્વેષના કારણે વિપાકવિરસતા સર્જાય છે. આમાં મુક્તિઅદ્વેષની નિંદા ક્યાં આવી? પણ જો અંદર યોગ્યતારૂપે પણ મુક્તિઅદ્વેષ હોત તો એ કલ્યાણની પરંપરાદ્વારા છેવટે થોડા વિલંબે પણ જીવને મુક્તિ સુધી પહોંચાડત. એટલે કે પરિણામે પણ સુંદરતા આવત.
પ્રશ્ન : મુક્તિષવાળા જીવોને વિપાકવિરસતા જે કહી છે તે શું છે ? ઉત્તર : “ઊંચામાં ઊંચો દેવલોક પામવો હોય તો નિરતિચાર અખંડ સંયમ પાલન જોઇએ અને મુક્તિ પ્રત્યે