________________
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३
असुन्दरपरिणामत्वात् ।।२ ।। ननु दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभः केषाञ्चिद् भवतीति कथमत्रासुन्दरतेत्यत्राहग्रैवेयकाप्तिरप्यस्माद्विपाकविरसाऽहिता ।
૪૦૦
मुक्त्यद्वेषश्च तत्रापि कारणं न क्रियैव हि ।।३॥
ग्रैवेयकाप्तिरिति । अस्माद् = व्रतदुर्ग्रहात् ग्रैवेयकाप्तिरपि = शुद्धसमाचारवत्सु साधुषु चक्रवर्त्त्यादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधान्यकारणवतां च केषाञ्चिद् व्यापन्नदर्शनानामपि प्राणिनां नवमग्रैवेयकप्राप्तिरपि विपाकविरसा = बहुतरदुःखानुबन्धबीजत्वेन परिणतिविरसाऽहिता = अनिष्टा तत्त्वतः, चौर्यार्जितबहुविभूतिवदिति द्रष्टव्यम् । तत्राऽपि = नवमग्रैवेयकप्राप्तावपि च मुक्त्यद्वेषः कारणं, न केवला क्रियैव हि = अखण्डद्रव्यश्रामण्यपरिपालनलक्षणा । तदुक्तं - " अनेनापि प्रकारेण द्वेषाभावोऽत्र तत्त्वतः । હિતસ્તુ યત્તવેતેઽપિ તથાત્યાળમાશિનઃ ।।”(યો.વિં.૧૪૬) તિ।। રૂ।।
॥ ૨ ॥ શંકા : દુગૃહીત એવા પણ શ્રામણ્યથી કેટલાક જીવોને દેવલોક મળે છે, પછી એમાં પરિણામે અસુંદરતા શી રીતે કહેવાય ? આવી શંકાના સમાધાન માટે કહે છે
ગાથાર્થ : આનાથી થતી ત્રૈવેયકદેવલોકની પ્રાપ્તિ પણ વિપાકવિસ હોવાથી અહિતકર છે. વળી એ પ્રાપ્તિ થવામાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, નહીં કે માત્ર ક્રિયા.
ટીકાર્થ : આ વ્રતના દુગ્રહથી કેટલાક જીવોને ત્રૈવેયકની પ્રાપ્તિ પણ થાય છે. સામાચારીના શુદ્ધ પાલનવાળા સાધુઓની ચક્રવર્તી વગેરે દ્વારા થતી પૂજા જોઈને જેમને એવી પૂજા મેળવવાની સ્પૃહા જાગી છે તેવા કેટલાક જીવો અથવા તેવું જ કોઈ અન્ય કારણ જેમને છે એવા કેટલાક જીવો... સમ્યગ્દર્શન રહિત એવા પણ આ જીવોને નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ પણ વિપાકવિરસ હોવાથી=બહુતર દુઃખના અનુબંધનું બીજ હોવાના કારણે પરિણામે વિરસ હોવાથી અહિત= અનિષ્ટ છે. ચોરીથી મેળવેલો પુષ્કળ વૈભવ પરિણામે વધ-બંધન વગેરે મોટા દુઃખને લાવનાર હોવાથી તાત્ત્વિક દૃષ્ટિએ જેમ અનિષ્ટ છે, તેમ આ વાત જાણવી. વળી આ નવમા ત્રૈવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, માત્ર દ્રવ્યસાધુપણાના અખંડ પરિપાલનરૂપ ક્રિયા જ નહીં. યોગબિંદુ ગ્રન્થમાં કહ્યું છે કે-આ રીતે લબ્ધિ વગેરે માટે ગ્રહણ કરેલા આ દ્રવ્ય સાધુપણામાં પણ તાત્ત્વિક રીતે, મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ હિતકર છે, તેથી આ દ્રવ્ય સાધુઓ પણ તેવા કલ્યાણવાળા ત્રૈવેયકપ્રાપ્તિ વગેરે રૂપ કલ્યાણવાળા બને છે.
વિવેચન : વ્રતદુગ્રહથી થતા મલનની વાત ચાલે છે. અને તીવ્રકામેચ્છાથી થતું વ્રતગ્રહણ= વ્રતપાલન એ અહીં વ્રતદુગ્રહ છે. વળી સંયમજીવનમાં તો કામ ભોગનો ત્યાગ હોય છે. તો તીવ્રકામેચ્છુક ભવાભિનંદી જીવને સંયમ લેવા-પાળવાનું મન થાય જ કેમ ? આવા સંભવિત પ્રશ્નના ઉત્તર માટે ચક્રવર્તીની પૂજાનું દર્શન વગેરે વાત કરી. કેટલાક ભવાભિનંદી જીવો પરલોકને માનનારા હોય ને કેટલાક ન માનનારા હોય. ન માનનારા જીવો આ લોકમાં મળનારા માન-સન્માન- પૂજા વગેરેની ઇચ્છા તીવ્ર થઈ જાય તો ત્યાગપ્રધાન સંયમ લેવા તૈયાર થઈ જાય છે. પરલોકને માનનારા જીવો ભવાંતરમાં ઉપર-ઉપરના દેવલોકના વૈભવ મળે એ માટે સંયમજીવન સ્વીકારવા તૈયાર થઈ જાય છે. અથવા કહીને જે વાત કરી છે તે આ જીવોની જાણવી. વ્યાપન્નવર્ણનાનાં....