________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४०१ સામાન્યથી આ શબ્દ સમ્યક્ત પામ્યા પછી એને ગુમાવી દેનાર જીવોને (સમ્યક્તભ્રષ્ટ જીવોને) જણાવવા માટે વપરાય છે. પણ અહીં આ શબ્દ સમ્યક્વરહિત જીવોને જણાવવા માટે છે. એટલે કે અનાદિકાળથી જેઓ સમ્યક્તરહિત જ છે, ક્યારેય સમ્યક્ત પામ્યા જ નથી, એવા જીવોને જણાવવા માટે છે. કારણકે જે જીવ એક વાર પણ સમ્યક્તને સ્પર્શી ગયો હોય, એ ભવાભિનંદી ન જ હોય... તે ભવાભિનંદી નથી તો એને તીવ્ર=કારમી ભોગેચ્છા કે જે મુક્તિદ્વેષસ્વરૂપ છે, તે ન જ હોય. જ્યારે અહીં તો “મુક્તિદ્વેષવાળા જીવોને સંયમપાલનાદિ મલન માટે થાય છે, એનાથી થતી રૈવેયકપ્રાપ્તિ પણ વિપાક વિરસ હોય છે વગેરે જણાવવાનો પ્રસ્તાવ છે.
શંકા : પણ આ જ ગાથામાં જણાવ્યું છે કે આ રૈવેયક પ્રાપ્તિમાં પણ કેવલ ક્રિયા જ નહીં, મુક્તિઅદ્વેષ પણ કારણ છે. એટલે કે આ જીવોને મુક્તિઅદ્વેષ હોય જ છે, અને મુક્તિઅદ્વેષ હોય, તો મુક્તિદ્વેષ તો ન જ હોય ને !
સમાધાન: યોગની પૂર્વસેવાનાં ચાર અંગોમાં મુક્તિઅષની પ્રધાનતા છે એ જણાવવાનો અધિકાર ચાલી રહ્યો છે. એ પ્રધાનતા આ રીતે જણાવવી છે કે - પૂર્વસેવાના ગુરુ-દેવાદિપૂજન, સદાચાર અને તપ આ ત્રણે અંગ કે ત્રણમાંના કોઈપણ એક કે બે અંગ હોવા-ન હોવાના કારણે, સંયમપાલનાદિથી મુક્તિઉપાયનું અમલનમલન થતા નથી. પણ મુક્તિઅદ્વેષ એ જ એક એવું અંગ છે જે હોવા-ન હોવા સાથે મુક્તિ ઉપાયનું અમલનમલન થાય છે. માટે શેષ ત્રણ કરતાં મુક્તિઅદ્વેષ એ પ્રધાન પૂર્વસેવા છે.
કાળક્રમે સહજમલનો હ્રાસ થતાં થતાં જીવ જ્યારે અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચે છે ત્યારે આ મુક્તિઅદ્વેષ પ્રગટે છે. એ પહેલાં મુક્તિદ્વેષ જ પ્રવર્તમાન હતો. એ મુક્તિદ્વેષના કારણે જ સંયમપાલનાદિથી મલન થાય છે અને એ જ સંયમપાલનાદિથી થતી વિપાકવિરસ રૈવેયકપ્રાપ્તિની અહીં વાત ચાલી રહી છે. માટે મુક્તિદ્વેષ તો છે જ. ને તેથી પ્રધાનપૂર્વસેવારૂપ મુક્તિઅદ્વેષ નથી જ.
વળી બારમી બત્રીશીમાં પૂર્વસેવાત્મક મુક્તિઅદ્વેષથી કલ્યાણની પરંપરા અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિ કહેલી છે. એટલે એ મુક્તિઅદ્વેષ સહિતના સંયમપાલનથી થયેલ રૈવેયકપ્રાપ્તિને વિપાકવિરસ = અનિષ્ટ કહી શકાય જ નહીં. જ્યારે અહીં કહેલ છે. માટે એ મુક્તિઅદ્વેષ નથી.
તથા મુક્તિઅષનું પ્રાધાન્ય જણાવવાનું છે. એટલે, અન્ય પૂર્વસેવાની જેમ મુક્તિઅદ્વેષની હાજરીમાં પણ જો મલન-વિપાક વિરસત્વ સંભવિત હોય, તો તો એનું પ્રાધાન્ય શું રહ્યું ? માટે જે જીવો માટે અહીં વિપાકવિરસત્વ કહ્યું છે, તેઓને મુક્તિઅદ્વેષ હોતો નથી, પણ મુક્તિદ્વેષ જ હોય છે એ નિઃશંક છે.
શંકા : પણ તો પછી રૈવેયકપ્રાપ્તિના કારણ તરીકે મુક્તિઅદ્વેષ હાજર હોવો કહ્યો છે તેનું શું ?
સમાધાન : એની સંગતિ કરવા માટે મુક્તિઅદ્વેષને બે પ્રકારનો માનવો જોઈએ. યોગ્યતારૂપે અને વ્યક્તરૂપે. વળી મુક્તિઅદ્વેષને આમ બે પ્રકારનો માન્યો એટલે મુક્તિદ્વેષને પણ એવા જ બે પ્રકારનો માનવો જોઈએ. સહજઅલ્પમલત્વની ભૂમિકા સુધી નહીં પહોંચેલા બધા જીવોને યોગ્યતારૂપે મુક્તિદ્વેષ જ હોય છે, મુક્તિઅદ્વેષ નહીં. આ જ તીવ્ર ભાવાભિવૃંગરૂપ છે, મુક્તિઉપાયોનું મલન કરનાર છે, અને યોગની પૂર્વસેવારૂપે અભિપ્રેત મુક્તિઅદ્વેષનો વિરોધી છે. મુક્તિદ્વેષવાળા આવા જીવોને એકેન્દ્રિયાદિ ભાવોમાં કે સંજ્ઞીપંચેન્દ્રિયના ભવોમાં પણ મુક્તિ અંગે કશી ગતાગમ જ્યારે હોતી નથી, ત્યારે સ્વર્ગભિન્ન મુક્તિને જાણતા જ ન હોવાથી વ્યક્તરૂપે મુક્તિદ્વેષ હોતો નથી, એટલે કે વ્યક્તરૂપે મુક્તિઅદ્વેષ હોય છે. (આની જ વાત ગ્રન્થકાર આગળ