________________
३९४
पूर्वसेवाद्वात्रिंशिका १३ ३१
न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः । तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ।। ३१ ।। न चेति । न चायमेव = मुक्त्यद्वेष एव रागः स्यात् मुक्तिरागो भवेदिति वाच्यम् । मृदुमध्याधिकत्वतः=जघन्यमध्यमोत्कृष्टभावात् । तत्र = मुक्तिरागे उपाये च = मुक्त्युपाये च नवधा = नवभिः ઉપલક્ષણથી ઉપાયનો—જ્ઞાન-ક્રિયા યોગનો અદ્વેષ પણ સમજી લેવાનો. એ અદ્વેષથી પણ કલ્યાણ પરંપરા છે અને એ પછી જ્ઞાનયોગ – ક્રિયાયોગની રુચિ પ્રગટે તો તો વિશેષરૂપે કલ્યાણપરંપરા થાય છે એમ સમજવું. I॥૩૦॥ મુક્તિઅદ્વેષનું ફળ કલ્યાણપરંપરા છે.. મુક્તિરાગનું પણ એ જ ફળ છે. તો બંનેને અલગ માનવા કરતાં મુક્તિરાગને જ મુક્તિઅદ્વેષરૂપ માનો ને.. અર્થાત્ મુક્તિદ્વેષ, મુક્તિદ્વેષ અને મુક્તિરાગ.. આવી ત્રણ અવસ્થાઓ માનવા કરતાં પહેલાં મુક્તિદ્વેષ અને એ ખસવાપર પછી મુક્તિરાગ... આમ બે જ અવસ્થા માનો ને. આવી શંકાનું સમાધાન આપતાં કહે છે –
ગાથાર્થ : ‘આમુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ છે' એમ ન કહેવું. કારણ કે તેમાં અને ઉપાયમાં રહેલાં મૃદુત્વ, મધ્યત્વ અને અધિકત્વને આશ્રીને યોગીઓના નવ પ્રકારે ભેદ દર્શાવાયા છે.
=
ટીકાર્થ : ‘આ મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ હશે' એમ ન કહેવું, કારણ કે તેમાં = મુક્તિરાગમાં અને (મુક્તિના) ઉપાયમાં મૃદુ-મધ્ય- અધિકત્વને=જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણાને આશ્રીને યોગીઓના નવ પ્રકારે ભેદનું વર્ણન મળે છે. તે આ પ્રમાણે... મૃદુઉપાય- મૃદુસંવેગ, મધ્યઉપાય - મૃદુસંવેગ, અક્ષુપાય- મૃદુસંવેગ, મૃદુઉપાય- મધ્યસંવેગ, મધ્યઉપાય-મધ્યસંવેગ, અક્ષુપાય- મધ્યસંવેગ, મૃદુઉપાય- અધિસંવેગ, મધ્યઉપાય અધિસંવેગ, અધિઉપાય- અધિસંવેગ.. આમ નવ પ્રકારે યોગીઓ હોય છે, એમ યોગાચાર્યો કહે છે.
વિવેચન ઃ મુક્તિરાગ=મુક્તિની અભિલાષા=સંવેગ. કેટલાક યોગીઓને આ સંવેગ મૃદુ= મંદ હોય છે, કેટલાકને મધ્યમધ્યમ હોય છે, તો કેટલાકને અધિ=અધિક=ઉત્કૃષ્ટ હોય છે. મુક્તિનો ઉપાય એટલે સાધના.
10. અહીં ગાથામાં 7 ચાયમેવ રાઃ સ્વાત્ તંત્રોપાયે ચ મૃત્યુમધ્યાધિત્વો નવધા યોશિમેવપ્રવર્ણનાત્.. આમ અન્વય છે. એટલે કે કારણ કે તેમાં (=મુક્તિરાગમાં) અને... વગેરે આખું એક જ વાક્ય છે. તેમ છતાં શબ્દશઃ વિવેચન વગેરે બંનેમાં વિવેચનકારોએ અહીં બે વાક્યો કરી નાખ્યાં છે. તે આ રીતે-મુક્તિરાગમાં મૃદુ- મધ્ય-અધિકપણું હોય છે. તેમાં અને મુક્તિઉપાયમાં નવપ્રકારે યોગીભેદનું પ્રદર્શન છે. ધન્ય છે એમની અન્વય કરવાની પંડિતાઈને ! આમાં કેટલી બધી અસંગતિઓ છે ! (૧) જેમ નિશ્ર્વયતઃ નો અર્થ નિશ્ચયનયને આશ્રીને એમ થાય છે. એમ પ્રસ્તુતમાં મૃદુમધ્યાધિકત્વતઃ નો અર્થ ‘મૃદુ-મધ્ય-અધિકપણાને આશ્રીને' એમ છે. જે આ પંડિતોના વિવેચનમાં આવ્યો જ નથી. એટલે કે તસ્ એવી પંચમીવિભક્તિનો અર્થ ઊડી ગયો છે. (૨) ‘તંત્ર = મુક્તિરાગમાં મૃદુ-મધ્ય- અધિકપણું છે' આવું જણાવવા પ્રથમા વિભક્તિ જોઈએ, જે છે જ નહીં. (તસન્ત પંચમી વિભક્તિ છે) (૩) વળી એકવાર તંત્ર નો આ રીતે અન્વય કરી દીધો પછી બીજા વાક્યમાં પાછો એનો અર્થ શી રીતે લેવાય ? સદ્ગુ—રિતઃ શબ્દઃ સવેવાર્થ મતિ.. જો એનો ફ૨ીથી અર્થ લેવાનો હોય તો ટીકાકાર એનો ઉલ્લેખ કરે જ. તથા (૪) ઉપાયમાં પણ મૃદુત્વ વગેરે જે અભિપ્રેત છે એ અર્થ તો આ રીતે ગાથાર્થ કરવાથી મળતો જ નથી. વળી (૫) મુક્તિરાગમાં અને ઉપાયમાં મૃદુત્વાદિ છે, યોગીઓના નવ પ્રકાર નથી.. પણ આ પંડિતોએ મુક્તિરાગમાં અને ઉપાયમાં નવ પ્રકારના યોગીભેદ કહ્યા છે. (૭) શબ્દશઃ વિવેચનકારે શ્લોકાર્થમાં મુક્તિના ઉપાયમાં જણાવ્યું છે ને ટીકાર્થમાં મુક્તિરાગના ઉપાયમાં... એમ જણાવ્યું છે (!)