________________
३९२
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २९, ३० એટલી ચોકસાઈભરી રીતે કરે અને અસરકારક રીતે કરે, એ ૯૯.૯૯ ટકા શુદ્ધ થશે, સોએ સો ટકા થઈ જ નહીં શકે. એટલે જીવના પોતાના પુરુષાર્થ વિના સંપૂર્ણ શુદ્ધિ શક્ય જ નથી. સીધી વાત છે. જીવના શુદ્ધીકરણના કાળ-સ્વભાવ વગેરે પાંચ કરણોમાં જે ભાગ પુરુષાર્થસાધ્ય છે, એ પુરુષાર્થથી જ સિદ્ધ થાય છે, કાળ વગેરેથી નહીં અને જીવ જો પુરુષાર્થ આદરે છે તો વધુમાં વધુ એક પુલાવર્ત કાળમાં તો શુદ્ધ થઈ જ જાય છે.
પ્રશ્ન : ભાવમળની મુક્તિઅદ્વેષ પ્રગટાવી શકે એવી અલ્પતા જો કુદરતી જ થાય છે, તો તો અભવ્ય જીવને પણ થાય જ. અને તો પછી એને પણ એ અલ્પમલત, મુક્તિઅદ્વેષ, ઉપદેશ અને પુરુષાર્થની યોગ્યતા, પૂર્વસેવા.. આ બધું માનવું જ પડશે ને ?
ઉત્તર : ભાવમળનો કુદરતી થતો હ્રાસ ભવ્ય જીવોને જ થાય છે, અભવ્ય જીવોને નહીં. આ વાતનું સૂચન કરવા જ ગ્રન્થકારે ટીકામાં હોવાનું મહા વિના મધ્યસ્થ મુ$િ fમનાથનુપત્તેિઃ આવા કથનમાં ભવ્યસ્થ એવો ઉલ્લેખ કર્યો છે. એ સૂચવે છે કે ભવ્ય જીવને જ દોષોનો ક્રમદ્ભાસ થાય છે. ને એ ક્રમહાસ જ સૂચવે છે કે ભવ્યને જ સહજ મળનો ક્રમદ્ભાસ થાય છે. અભવ્ય જીવને એનો અભવ્યત્વ સ્વભાવ જ આ કુદરતી પ્રક્રિયાથી વંચિત રાખે છે.
પ્રશન: અભવ્યને એનો અભવ્યત્વ સ્વભાવ પ્રતિબંધક બને છે એ સમજ્યા. પણ જાતિભવ્યને તો એ પ્રતિબંધક નથી. એટલે એને તો ભાવમળની અલ્પતા અને મુક્તિઅદ્વેષ માનવા જ પડશે. અને મુક્તિઅદ્વેષ જો માનશો, તો આ જ ગાથામાં કહ્યા મુજબ આ મુક્તિ અષથી એને પણ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થશે જ ને ? એમ જે ભવ્યાત્માઓ હજુ સુધી અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યા જ નથી, હજુ પણ અનંતાનંત કાળ બાદ નીકળવાના છે, એમને પણ કલ્યાણ પરંપરા પ્રાપ્ત થઈ ગઈ છે એવું તો માનવું જ પડશે ને ? કારણ કે ભલે અતિ અતિ અતિ ધીમી ગતિએ ભાવમળનો હ્રાસ થઈ રહ્યો છે, એનો નોંધપાત્ર હ્રાસ થવામાં જેટલો પણ કાળ લાગે, એના કરતાં પણ અનંતાનંતગણા પુલાવર્તે પસાર થઈ ગયા છે. કારણ કે સંસાર, જીવ અને સહજમળ... બધું જ અનાદિકાળથી છે. તો જેમનો અનેક પુદ્ગલ પરાવર્ત સંસારકાળ બાકી છે એવા પણ બધા જ ભવ્યાત્માઓને અલ્પમલત્વ, મુક્તિઅદ્વેષ વગેરે માનવું જ પડે. શું આ યોગ્ય છે ?
ઉત્તર : તમારો પ્રશ્ન ઉચિત જણાય છે. નિગોદ- ભવ્યાત્માઓનો રાશિ એવો છે કે ક્રમશઃ ઘટતો હોવા છતાં ક્યારેય ખાલી થવાનો નથી ને તેથી જ્યારે પણ કેવલી ભગવંતને પૂછવામાં આવે ત્યારે રૂસ નિરોય ૩iતમારો સિદ્ધિાનો આ જ જવાબ મળવાનો છે. પણ સહજ મળને આવી માત્રાવાળો માની શકાતો નથી, કેમ કે તો તો પછી એક પણ જીવનો મોક્ષ થઈ જ ના શકે. એમ મલ ઘટતો હોવા છતાં ક્યારેય નોંધપાત્ર ઘટાડો અનુભવી અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચે જ નહીં, એવો પણ એને માની શકાતો નથી, કેમકે તો તો એકપણ જીવ એ ભૂમિકાએ પહોંચી જ ન શકે. એટલે સહજમળ ઘટવાનો શરૂ થાય, પછી તો અમુક કાળે એ અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચી જ જાય એમ માનવું જ પડે. એટલે અનાદિકાળથી બધા જ ભવ્યાત્માઓનો એ ઘટવાનો ચાલુ થઇ ગયો હોય તો તો બધાનો સહજમળ અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચી જ ગયો હોય, કારણ કે એ અમુકકાળ કરતાં પણ અનંતાનંત ગુણો કાળ પસાર થઈ ગયો છે. એટલે એવું ઉચિત લાગે છે કે અનાદિકાળથી આ સહજમળનો ઘટાડો ચાલુ થયો નથી. પહેલાં એમાં ઘટાડો થતો જ નહોતો. જેવો હતો એવો ને એવો, એક અનંતાનંતમા ભાગ જેટલો પણ ઓછો નહીં- એ રીતે તદવસ્થ જ રહે છે, ભલે ને અનંતાનંત