________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३८९ बाधते 'तत्र कुतो न योग्यता?' इत्यत्र फलाभावस्यैवोत्तरत्वात् । युक्तं चैतत्, बन्धस्य बध्यमानयोग्यतापेक्षत्वनियमाद्, वस्त्रादीनां मञ्जिष्ठादिरागरूपबन्धने तथादर्शनात्, तद्वैचित्र्येण फलभेदोपपत्तेः, तस्या अन्तरङ्गत्वात् ।
કરી શકીએ ?
ઉત્તર : ના, નહીં કરી શકો, કારણ કે અમારી પાસે એવા પ્રશ્નનો જવાબ છે. ને એ છે સંસારીજીવમાં કર્મબંધાત્મક ફળ છે,માટે એની યોગ્યતા કલ્પવામાં આવે છે. મુક્તાત્મામાં કર્મબંધાત્મક ફળનો અભાવ છે, તો એની યોગ્યતા માનવાને કોઈ કારણ ન રહેવાથી એનો અભાવ સિદ્ધ થઈ જ જાય છે.
ટીકાર્થ : આ વાત યોગ્ય પણ છે, કારણ કે ‘બંધ, બધ્યમાનની યોગ્યતાને અપેક્ષે છે” એવો નિયમ છે. વળી આ નિયમ પણ એટલા માટે છે કે વસ્ત્રાદિમાં મંજિષ્ઠાદિના રંગ લાગવારૂપ બંધમાં તેવું જોવા મળે છે. તેના=યોગ્યતાના વૈચિત્ર્યથી ફળભેદની સંગતિ થઈ શકે છે. કારણ કે તે (યોગ્યતા) અંતરંગ છે, તેના પરિપાક માટે જ બીજા હેતુઓની અપેક્ષા હોય છે એમ આચાર્ય = શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે.
વિવેચનઃ યુ વૈતન્.. યોગ્યતા હોવા-ન હોવાના આધારે કર્મબંધ થવો ન થવો એ માનવું યોગ્ય પણ છે. કારણ કે “બંધ, જે બધ્યમાન હોય તેની યોગ્યતાની અપેક્ષા રાખે' એવો નિયમ છે. વસ્ત્રાદિને મંજિષ્ઠાદિનો રંગ લાગવારૂપ બંધમાં આવો નિયમ જોવા મળે છે. આ વાત પૂર્વે વિચારેલી છે.
વળી આગળ સ્ટીકરની વાત કરેલી. અમુક સપાટી પર એ ગાઢ રીતે જડબેસલાક ચોંટી જાય છે. અન્ય સપાટી પર જડબેસલાક ચોંટે છે પણ એટલી ગાઢ રીતે નહીં. તો ચૂનો કરેલી દીવાલ વગેરે પર ચોંટે છે, પણ જલદીથી (અલ્પકાળમાં) ખરી પણ પડે છે. આવું જ આ કર્મબંધયોગ્યતારૂપ મલ માટે છે. એનું મુખ્ય કાર્ય આત્માની મલિનતા કરવાનું છે. જ્યારે આ મલ પ્રચુર હોય છે ત્યારે આત્માની ભાવશુદ્ધિ અલ્પ પણ હોતી નથી ને તેથી મુક્તિદ્વેષ પ્રવર્તે છે. મલ જ્યારે અલ્પ થાય છે ત્યારે કંઈક પણ ભાવશુદ્ધિ થાય છે, મુક્તિઅદ્વેષ પ્રગટે છે. અને જ્યારે એ અલ્પતર વગેરે થાય છે, ત્યારે ભાવશુદ્ધિ વધારે વધવાથી મુક્તિ અનુરાગ પેદા થાય છે. આમ તેની યોગ્યતાની=મલની વિચિત્રતાથી મુક્તિદ્વેષ વગેરરૂપ ફળમાં ભેદ થવો સંગત ઠરે છે. કારણ કે તે યોગ્યતા એ આત્માની શુદ્ધિ-અશુદ્ધિનું અંતરંગ કારણ છે=મુખ્ય કારણ છે=ઉપાદાનકારણ છે. તેના = યોગ્યતાના પરિપાક માટે જ બીજા હેતુઓ ( સહકારી કારણો) અપેક્ષિત હોય છે. આમ તો પરિપાકનો અર્થ સક્રિયતા કરી શકાય. તેથી યોગ્યતાને સક્રિય કરવા માટે બીજા હેતઓની અપેક્ષા છે” આવો અર્થ મળે છે. આ અર્થની સંગતિ આમ થઈ શકે છે-હિંસા વગેરે આશ્રવો અહીં હેત્વન્તર તરીકે અભિપ્રેત છે. એ જેવા તીવ્ર-મન્દાદિ હોય એ પ્રમાણે યોગ્યતા વધારે- ઓછી સક્રિય થાય છે. અને જે પ્રમાણે યોગ્યતા ઓછી-વત્તી સક્રિય થાય છે, એ પ્રમાણે ઓછા-વત્તો કર્મબંધ થાય છે.
આત્માની ભાવશુદ્ધિના પરિપ્રેક્ષ્યમાં અર્થ કરવો હોય તો, યોગ્યતા ઘટતી જવી એ એનો પરિપાક છે એવો અર્થ લેવો. એમાં મુક્તિ અદ્વેષ પ્રગટાવતી ભાવશુદ્ધિનો જનક જે યોગ્યતા&ાસ (=અલ્પમલત્વ) એ પુરુષાર્થજન્ય હોતો નથી, પણ સહજ હોય છે. એ પછી જે ઉત્તરોત્તર ભાવશુદ્ધિ થાય છે, એનું અંતરંગ કારણ ઉત્તરોત્તર ઘટતી જતી યોગ્યતા છે. અને યોગ્યતાના આ ઘટાડારૂપ પરિપાક માટે ચાર શરણગ્રહણ વગેરે રૂપ અન્ય હેતુઓની અપેક્ષા હોય છે એમ સંગતિ વિચારી શકાય છે. આને જ મોક્ષગમનયોગ્યતાને ફળદ્રુપ બનાવવારૂપ પરિપાક તરીકે લઈ શકાય છે. અથવા, અંતરંગ યોગ્યતા કર્મઠાસનું નિમિત્ત બને અને પુરુષાર્થની ઉત્તેજના કરે એ એનો