________________
३८८
પૂર્વસેવાર્જિરિજા ૧૩ - ૨૮ प्रागबन्धान्न बन्धश्चेत् किं तत्रैव नियामकम् । योग्यतां तु फलोन्नेयां बाधते दूषणं न तत् ।।२८ ।।
'प्रागिति । प्राक् = पूर्वमबन्धाद् = बन्धाभावाद् जीवत्वरूपाविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत् ? किं तत्रैव = प्रागबन्ध एव नियामकं योग्यताक्षयं विना । योग्यतां तु फलोन्नेयां = फलबलकल्पनीयां तद्दषणं न
યોગપૂર્વસેવાના આવશ્યક અંગરૂપ મુક્તિઅદ્વેષની પ્રાપ્તિ વગેરે તો એનો લાભ છે જ.
સંસારી આત્માઓમાં આ યોગ્યતા હોવાથી કર્મબંધ થાય છે, મુક્તાત્મામાં એ ન હોવાથી કર્મબંધ થતો નથી. આમ જીવત્વ સમાન હોવા છતાં અતિપ્રસંગ થતો નથી. રશી યોગ્યતા અંગે શંકા ઊઠાવીને એનું સમાધાન આપે છે
ગાથાર્થ : પૂર્વે બંધ ન હોવાથી મુક્તાત્માને બંધ નથી થતો' આવી શંકા ન કરવી, કેમ કે તેમાં જ શું નિયામક છે ? ફળ પરથી અનુમાન કરાતી યોગ્યતાને તો એ દૂષણ બાધિત કરતું નથી.
ટીકાર્થ : શંકા-મુક્તાત્માને જીવત્વસ્વરૂપ સમાન હોવા છતાં પૂર્વે બંધ ન હોવાથી બંધ થતો નથી. સમાધાન : પૂર્વે બંધ ન હોવામાં યોગ્યતાક્ષય વિના કોણ નિયામક છે? ફળબળથી કલ્પનીય યોગ્યતાને એ દૂષણ બાધિત કરતું નથી, કારણ કે ત્યાં કેમ યોગ્યતા નથી ? એવા પ્રશ્નનો ફળાભાવ એ જ ઉત્તર છે.
વિવેચન : જો યોગ્યતા ન માનવામાં આવે તો જીવત્વ સમાન હોવાથી મુક્તાત્માને પણ કર્મબંધ થવાનો અતિપ્રસંગ આવે. ગ્રન્થકારે આમ કહીને યોગ્યતાની સિદ્ધિ કરી. એટલે શંકાકાર યોગ્યતા માન્યા વિના પણ એ અતિપ્રસંગ દૂર કરવાનો પ્રયાસ કરે છે. શંકા : મુક્તાત્માને કર્મબંધ જે નથી થતો, એ એનામાં યોગ્યતા નથી એ કારણે નહીં, પણ પૂર્વસમયે પણ એને કર્મબંધ હતો નહીં એ કારણે. અહીં મુક્ત તરીકે અન્યદર્શન કલ્પિત અનાદિમુક્ત સદાશિવ લઈએ, તો એને પૂર્વ-પૂર્વ ક્ષણે કર્મબંધ નહોતો, માટે વર્તમાન ક્ષણે પણ નથી. આપણા મત મુજબ લઈએ તો મુક્તાવસ્થાની પૂર્વે ચૌદમા અયોગી ગુણઠાણે કર્મબંધ હતો નહીં, માટે મુક્તાવસ્થામાં પણ હોતો નથી. ટૂંકમાં જીવત્વ હોવા માત્રથી કર્મબંધ થતો નથી. પણ પૂર્વકાલીન કર્મબંધ, ઉત્તરકાલીન કર્મબંધનું કારણ છે. મુક્તાવસ્થામાં આ કારણનો અભાવ હોવાથી કર્મબંધ હોતો નથી, એટલે વધારામાં યોગ્યતા માનવાનું ગૌરવ કરવાની જરૂર નથી.
ગ્રન્થકાર : પૂર્વેક્ષણમાં કર્મબંધ જે નથી તે શા કારણે ? આનો વિચાર કરવામાં આવશે તો યોગ્યતાના ક્ષય વિના અન્ય કોઈ કારણ જડશે નહીં. આશય એ છે કે ચૌદમા ગુણઠાણાની પૂર્વકાળમાં–તેરમા ગુણઠાણે તો કર્મબંધ હતો. તેથી ચૌદમે કેમ બંધાભાવ છે ? એ પ્રશ્નના જવાબમાં પૂર્વકાળમાં બંધાભાવ કહી શકાતો નથી, એટલે ત્યાં તો, તમે યોગ્યતા હતી, ચૌદમે નથી. એમ જ સંગતિ કરવાની રહે છે. તો મુક્તાત્મા માટે પણ આ જ સંગતિ યોગ્ય છે. નિત્યમુક્તાત્મા માટે, એનામાં હંમેશા યોગ્યતા નથી, માટે હંમેશા કર્મબંધ નથી, સંસારી આત્મામાં યોગ્યતા છે, માટે બંધ છે, એ જ રીતે સંગતિ કરવાની રહે છે.
પ્રશન: પૂર્વકાળમાં બંધાભાવ હોવાથી મુક્તને બંધ હોતો નથી આવું અમે કહ્યું તો તમે પૂર્વકાળમાં કેમ બંધાભાવ છે ? આવો પ્રશ્ન પૂછીને અમને ચૂપ કરી દીધા. તો અમે પણ, યોગ્યતા ન હોવાથી મુક્તને બંધ હોતો નથી' એવું કહેતાં તમને ‘મુક્તજીવમાં યોગ્યતા કેમ હોતી નથી ? આવો પ્રશ્ન પૂછીને શું તમને ચૂપ નહીં