________________
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २७
વસ્તુતઃ, આત્માની યોગ-કષાય નામની યોગ્યતા એમ જે કહ્યું છે એમાં યોગ-કષાય એટલે યોગ અને કષાય જ નથી લેવાના, પણ આત્માની યોગરૂપે પરિણમવાની યોગ્યતા અને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા લેવાની છે. આશય એ છે કે, અત્યંત મદહોશ, ભયંકર કામાતુર યુવતી કોઈક થાંભલાને કામાવેગથી આલિંગન કરે તો પણ એ થાંભલામાં કામવાસનાની એક આછી પાતળી રેખા પણ અંકિત થતી નથી. એમ કોઈ ભારે ક્રૂરતાપૂર્વક ક૨વત વડે થાંભલાને કાપે ત્યારે થાંભલામાં ઊંડે ઊંડે પણ ક્રોધનો કોઈ જ સળવળાટ થતો નથી. કેમ ? કારણ કે થાંભલામાં વેદ કે કષાયની યોગ્યતા જ નથી. ક્ષીણમોહજીવની પણ આવી જ અવસ્થા હોય છે. વેદ કે કષાયના ગમે એટલા પ્રબળ નિમિત્ત મળે, એક સૂક્ષ્માતિસૂક્ષ્મ કહી શકાય એટલો પણ વેદ-કષાય પરિણામ ઊઠતો નથી, કારણ કે એમના આત્મામાં હવે એની યોગ્યતા જ નથી. આ બાબતમાં તેઓ ડિટ્ટો જડથાંભલા જેવા જ બની ગયા હોય છે.
३८६
પ્રશ્ન : પહેલાં એની જે યોગ્યતા હતી તે સંપૂર્ણ નષ્ટ શાનાથી થઈ ગઈ ?
ઉત્તર : પહેલાં સહજ રીતે, પછી યોગથી અને છેલ્લે મુખ્ય સંપૂર્ણ નાશ ક્ષપકશ્રેણિથી થાય છે. વસ્તુતઃ ક્ષપકશ્રેણિનો આ જ મુખ્ય લાભ છે, આ જ એનું મુખ્ય કાર્ય છે. તે તે કર્મો ક્ષય પામવા એ તો સાથે સાથે થનારું આનુષંગિક કાર્ય છે. પણ, કર્મો અંગેની પ્રક્રિયાને આપણે છદ્મસ્થો સમજી શકીએ છીએ. કર્મની પ્રકૃતિઓ, એના બંધ - ઉદય વગેરે, સ્થિતિઘાત - ૨સઘાત - ગુણશ્રેણિ- ગુણસંક્રમ વગેરે દ્વારા ઘણું વિશદ વર્ણન શક્ય બને છે. કર્મબંધની યોગ્યતામાત્ર દ્વારા એટલું વિશદવર્ણન આપણે સમજી શકીએ એવું શક્ય નહીં હોય, માટે યોગ્યતાના આધારે ક્ષપકશ્રેણિના વર્ણનના સ્થાને કર્મોના આધારે એ શાસ્ત્રોમાં કરાયેલું મળે છે. હા, જે પ્રકૃતિનો જ્યાં ક્ષય કહ્યો હોય ત્યાં એ પ્રકૃતિની યોગ્યતાનો ક્ષય જરૂર આપણે સમજી શકીએ છીએ.
પ્રશ્ન : તમે આ બધું શાના આધારે કહો છો ?
ઉત્તર : શાસ્ત્રવચનોના.. કારણ કે એ સિવાય તો અતીન્દ્રિય બાબતોમાં ગોથાં જ ખાવાનાં રહે. આત્મા પરથી વિવક્ષિત કર્મપ્રકૃતિનું દલિક સર્વાંશે દૂર કરી દેવામાં આવે- સમ ખાવા પૂરતું એક દલિક પણ આત્મા પર રહે નહીં એ રીતે એને હટાવવામાં આવે, આવી પ્રક્રિયાના આપણા શાસ્ત્રોમાં વિસંયોજના, ઉદ્વેલના અને ક્ષય... આવાં અલગ-અલગ નામો આવે છે. જેમ કે અનંતાનુબંધીની વિસંયોજના. ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય સમ્યક્ત્વી જીવો આ પ્રક્રિયા કરી શકે છે અને અનંતાનુબંધી ચારે કષાયોની પ્રકૃતિઓને આત્મા પરથી નિર્મૂળ કરે છે. અલબત્ ક્ષાયિક સમ્યક્ત્વ પામતી વખતે પણ જીવ આ જ પ્રક્રિયા કરે છે, અને અનંતાનુબંધી ચારને આત્મા પરથી સર્વથા દૂર કરે છે. તેમ છતાં આ બંને પ્રક્રિયાઓ એક જ છે એવું નથી. ક્ષાયિકસમ્યક્ત્વ પામતી વખતની પ્રક્રિયા માત્ર મનુષ્યો જ કરી શકે છે, કદાચ તત્કાળ આગળ ક્ષપકશ્રેણિ ન માંડે તો પણ એને ખંડ ક્ષપકશ્રેણિ કહે છે, તથા હવે ભવિષ્યમાં ક્યારેય અનંતાનુબંધી પ્રકૃતિઓ બંધાદિ પામી શકતી નથી. જ્યારે વિસંયોજના ચારે ગતિના જીવો કરે છે, એ ખંડ ક્ષપકશ્રેણિ નથી કહેવાતી. ને ભવિષ્યમાં ફરીથી અનંતાનુબંધી પ્રકૃતિઓના બંધાદિ અસ્તિત્વમાં આવી શકે છે. તેથી વિસંયોજનાને ક્ષય નથી કહેવાતો.
જીવ એકેન્દ્રિયમાં જાય ત્યારે વૈક્રિય શરીરનામકર્મ વગેરે સાત પ્રકૃતિઓને આત્માપરથી સર્વથા દૂર કરે છે. એ ઉદ્દેલના કહેવાય છે, પણ ક્ષય નથી કહેવાતો.