________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३८७ ચરમશરીરી જીવને માત્ર વર્તમાન મનુષ્યઆયુષ્યના ઉદય-સત્તા હોય છે. એ સિવાયની કોઈ આયુષ્ય પ્રકૃતિના હવે બંધાદિ ક્યારેય થવાના નથી. છતાં એનો ક્ષય તો ક્ષપકશ્રેણિ માંડે ત્યારે જ કહેવાય છે, એ પૂર્વે નહીં. ચરમવાર આવેલા સાતમા ગુણઠાણાના ચરમસમય સુધી આ ત્રણ આયુષ્ય પ્રકૃતિઓ સત્તામાં હતી અને આઠમાના પ્રથમ સમયે એનો ક્ષય થઈ ગયો એવું તો છે નહીં. તો એ વખતે એનો ક્ષય શું થયો ? ઉપશમશ્રેણિમાં તિર્યંચાયુ- નરકા, આ બેની નિયમા સત્તાપણ હોતી નથી જ, છતાં એની સંભવસત્તા કહેવાય છે. એ શા માટે?
આ બધા પ્રશ્નોનું સમાધાન તો મળી જાય, જો ક્ષયનો અર્થ “તે તે કર્મપ્રકૃતિસંબંધી આત્મામાં રહેલી યોગ્યતાનો ક્ષય” એવો અર્થ કરવામાં આવે. વિસંયોજના અને ઉલનામાં યોગ્યતા તો ઊભી જ રહે છે. માટે જ તો ભવિષ્યમાં ફરીથી બંધાદિ પ્રવર્તી શકે છે, માટે એ ક્ષય નથી. વળી યોગ્યતાનો ક્ષય જ અતિવિશિષ્ટ ભૂમિકાની અપેક્ષા રાખે છે, માટે માનવભવમાં જ અતિવિશિષ્ટ અધ્યવસાયથી એ થાય છે. વિસંયોજના-ઉલના માટે એ આવશ્યક નથી. ચરમશરીરીને ભલે દેવાયુ વગેરે ત્રણની હવે સંભાવના નથી, છતાં એની યોગ્યતા તો ક્ષપકશ્રેણિમાં જ ક્ષીણ થાય છે ને તેથી ત્યારે જ એનો ક્ષય-સત્તાવિચ્છેદ કહેવાય છે. ઉપશમશ્રેણિમાં તિર્યંચાયુનરકાસત્તામાં ભલે નિયમા નથી, છતાં યોગ્યતા ઊભી જ હોવાથી ક્ષય ન કહેવાતા સંભવસત્તા કહેવાય છે.
આ બધી વાતો પરથી નિશ્ચિત થાય છે કે ક્ષપકશ્રેણિ એ આત્મામાં રહેલી કર્મયોગ્યતાઓનો ક્ષય કરવાની પ્રક્રિયા છે. વળી ઉદય અને સત્તા આ બંને બંધને આધીન હોવાથી બંધને જ મુખ્ય કરવામાં આવે તો આ યોગ્યતા
ગ્યતા કહી શકાય છે. આત્મા અને કર્મ અનાદિ હોવાથી આ યોગ્યતા પણ અનાદિની માનવી પડે છે. માટે એને સહજમળ કહે છે.
ગ્રન્થકારે આ યોગ્યતાને યોગ-કષાયરૂપે કહેલ છે. પણ એનો અર્થ આત્માની યોગ અને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા આવો કરવો ઉચિત બની રહે છે. બાકી યોગ-કષાયને જ જો યોગ્યતારૂપે=મળરૂપે લેવાના હોય તો (૧) દરેક એકેન્દ્રિયને મુક્તિઅદ્વેષ હોવો કહેવો પડે અને (૨) અલ્પમલત્વને સ્વાભાવિક કહેવાના બદલે કર્મના ઉદયથી થતું ઔદયિક કહેવું પડે, તથા (૩) મોક્ષપ્રાપ્તિથી ઘણા ઘણા દૂરના પુદ્ગલાવર્તમાં પણ એકેન્દ્રિય ભવોમાં અલ્પમલત્વ અને તેના કારણે મુક્તિઅદ્દેષ માનવા પડે, કારણ કે એકેન્દ્રિયજાતિનામકર્મના ઉદયથી ચૈતન્ય ઘણું આવરાઈ જવાના કારણે યોગ-કષાયરૂપ મલ અતિઅતિ અલ્પ થઈ જ જાય છે. વળી (૪) સહજ અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચી ગયેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવને ઉત્કૃષ્ટ યોગ- ઉત્કૃષ્ટ કષાય માની શકાશે નહીં, કારણ કે એનો યોગ-કષાયરૂપ મલ તો નોંધપાત્ર રીતે અલ્પ થયો છે. પણ હકીકત એ છે કે ચરમભવમાં પણ આ બંને ઉત્કૃષ્ટ હોવા સંભવે છે. ઉત્કૃષ્ટ યોગ તો ક્ષપકશ્રેણિમાં પણ સંભવે છે. તથા આના પરથી એ પણ નિશ્ચિત થાય છે કે ક્ષપકશ્રેણિ એ મુખ્યતયા યોગ અને કષાયરૂપે પરિણમવાની આત્માની યોગ્યતાનો ક્ષય કરવાની પ્રક્રિયા છે. 9
વળી, “અલ્પમલત્વ થાય? એનો અર્થ એવો ન કરવો કે “હવે ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયરૂપે આત્મા પરિણમી ન જ શકે? કારણ કે ચરમાવર્તમાં શું ? ચરમભાવમાં પણ આ બંને સંભવી શકે છે.
પ્રશ્ન : તો પછી યોગ્યતારૂપ મલ ઓછો થવાનો લાભ શું ?
ઉત્તર : અલ્પસાધના પણ જીવને મોક્ષમાર્ગ પર ઘણી હરણફાળ ભરાવી શકે, આવો.. અથવા બંધ ભલે તીવ્ર થાય પણ અશુભ અનુબંધ એવા તીવ્ર તથા દીર્ઘકાલીન ન જ પડી શકે. આવો તથા સિદ્ધાન્તમતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હવે ક્યારેય ન થઈ શકે. આવો કોઈ લાભ થતો હોવો જોઈએ એમ મને લાગે છે. તથા