________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२९९ અંશ માત્ર પણ લાભ ન થાય એવી અયોગ્યતાનો કાળ એટલે અચરમાવર્તકાળ. અને એ એકાત્ત અયોગ્યતા ખસી જાય એવો કાળ એ ચરમાવર્તકાળ. એવું શાસ્ત્રકારોએ ઠેર-ઠેર કહ્યું છે. એટલે “અહો ! આમની મહાનુભાવતા' આટલો જ શુભભાવ પણ જો અચરમાવર્તકાળમાં આત્મિકલાભ કરાવી શકતો હોય તો તો દિર્ધસંયમપાલન દરમ્યાન “રખે ને જીવ મરી જાય..” “ભૂખ્યો રહીશ, પણ આ દોષવાળી ભિક્ષા તો નહીં જ લઉં.” “જિનાજ્ઞા-ગુર્વાજ્ઞા તો પાળવાની જ' આવા બધા શુભભાવો ડગલે ને પગલે આવ્યા જ કરતા હોય છે, કારણ કે એ વિના અપ્રમત્ત-નિરતિચારપાલન શક્ય નથી. એમ, “અહો ! ગુરુદેવનો ઉપકાર !” “અહો આમનો તપ” વગેરે કૃતજ્ઞતા -પ્રમોદભાવના શુભભાવો પણ એ કરતો જ હોય છે, કારણ કે કૃતજ્ઞતા-ઈર્ષ્યા વગેરે ભાવો હોય તો નવમો ગ્રેવેયક શી રીતે મળે ? એટલે શુભભાવો તો સુર્યા જ કરતા હોય છે. પણ ભવાભિનંદીપણું (તીવ્રભવાભિવૃંગ) એના આત્મામાં એવું પડેલું હોય છે કે એની દરેક ક્રિયાને અને દરેક શુભભાવને વ્યક્તપણે કે અવ્યક્તપણે (સંસ્કાર રૂપે) અબાધ્ય ભૌતિકફળાકાંક્ષા વળગેલી જ હોય છે. જ્યાં સુધી ભવાભિનંદીપણું ખસે નહીં, ત્યાં સુધી આ વળગણ ખસતું નથી. ને એ ખસતું નથી, તો કોઇ ભાવ કે ક્રિયા આત્મિકલાભ કરાવી શકતા નથી. એટલે ગિરિષણને અચરમાવર્તમાં આત્મિકલાભ માનવામાં એ ભવાભિનંદી નહોતો એવું માનવું પડે છે, જે ઢગલાબંધ શાસ્ત્રોથી વિપરીત છે. માટે, અચરમાવર્તમાં આત્મિક લાભ માની શકાય નહીં, એ સ્પષ્ટ છે.
હવે, પૂર્વપક્ષીએ સ્વમાન્યતાની સિદ્ધિ માટે જે હેતુઓ આપ્યા છે એની વિચારણા કરીએ. એ માટે એના નિરૂપણમાં જે નંબરો આપેલા છે, તે નંબરને સંલગ્ન વિચારણા નીચે તે તે નંબર આપીને કરી છે એ ધ્યાનમાં રાખવું.
(૧) આ એકાન્તનું નિરાકરણ જ નિરાકરણ કરવાપાત્ર છે, કારણ કે યોગબિન્દુ (૧૩૨)ની તથા પ્રસ્તુત બત્રીસ-બત્રીશીગ્રન્થની (૧૩-૧૫) વૃત્તિમાં પૂર્વ ધેડાન્તન થોડયો ચૈવ વેવારિપૂનનમાલીત્ .. [પૂર્વે (અચરમાવર્તમાં) એકાન્ત યોગને અયોગ્ય જ જીવના દેવાદિપૂજન હતા..] એમ સ્પષ્ટ ઉલ્લેખપૂર્વક એકાન્ત જણાવ્યો છે.
શંકા : પણ જૈનશાસન તો અનેકાન્તવાદ માને છે. માટે ક્યાંય સર્વથા એકાન્ત એને માન્ય હોય જ નહીં ને !
સમાધાન એટલે, “જીવ મનુષ્યગતિમાંથી જ મોક્ષે જાય' એવો એકાન્ત નહીં માનવાનો, કોઈ દેવાદિ ગતિમાંથી પણ મોક્ષે જાય. “વીતરાગતા આવ્યા પછી જ કેવલજ્ઞાન આવે” આવો સર્વથા એકાન્ત નહીં માનવાનો. કોઈને સરાગ-અવસ્થામાં પણ કેવલજ્ઞાન થાય.. શું આવું બધું તમે કહેવા માગો છો ? જો આવી બાબતોમાં સર્વથા એકાન્ત માન્ય છે, તો અચરમાવર્તમાં અયોગ્યતાનો સર્વથા એકાન્ત પણ માનવો જ જોઈએ, કારણ કે તે-તે ગ્રન્થકારોએ એ કહ્યો છે.
(૨) ક્વેિત્ શબ્દ તો ઉપરથી ઊલટું જ જણાવે છે. આશય એ છે કે ગ્રન્થમાં ઘર્મન્ વિ નોપત્તિøતાવર: આવો અન્વય હોત (એટલે કે, “ધર્મ કરનારો કોઈક જ લોકપંક્તિનો આદર કરનારો હોય છે આવો અર્થ હોત, તો જરૂર એ કશ્ચિદ્ સિવાયના અન્ય ધર્મકૃતને વાસ્તવિક ધર્મ હોવો (આત્મિકલાભ હોવો) સિદ્ધ થઈ શકે. પણ પ્રસ્તુતમાં આવો અન્વયે નથી. પ્રસ્તુતમાં તો નોટ્વિસ્તતાવર: વેવે થર્મલ્લુ આવો અન્વય છે. (એટલે કે લોકપંક્તિનો આદર કરનારો કોઈક જ ધર્મ કરનારો હોય છે” આવો અર્થ છે). હવે, આ અર્થમાં વાસ્તવિક અધ્યાત્મની પ્રાપ્તિની ગંધ સુધ્ધાં ક્યાં છે ? કે જેથી એની ઉપપત્તિ માટે અહીં ફિ લખ્યું