________________
३०४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १ એટલે, શુદ્ધ આત્મા પૂર્વ છે. તો અશુદ્ધ આત્મા પશ્ચિમ છે. બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે, આભ-ગાભનું અંતર છે. શ્રી પતંજલિઋષિ નહોતા સર્વજ્ઞ કે નહોતા સર્વજ્ઞ વચનના પીઠબળવાળા.. માત્ર સ્વાનુભવ ને કલ્પનાના આધાર પર નિર્ણય લેનારા હતા. ને માત્ર એના આધાર પર પરસ્પર સાવ વિપરીતવિરુદ્ધ ભાસતી આવી અવસ્થાઓ એક જ વસ્તુની હોઈ શકે એવો નિશ્ચય તો સ્વપ્નમાં પણ શક્ય નથી જ. એટલે આ બંને અવસ્થાઓની આધારભૂત વસ્તુઓ ભિન્ન ભિન્ન માની. એમાં શુદ્ધ આત્માને પુરુષ તરીકે સ્વીકાર્યો. દ્રષ્ટા, ચૈતન્ય, ચિતિશક્તિ, ચિત્શકિત, સાક્ષી.... વગેરે એના જ સમાનાર્થક શબ્દો છે. વળી, શુદ્ધ આત્માના કેવલજ્ઞાન-અનંત સુખવગેરે જે ગુણો છે, તે છબસ્થને ક્યારેય અનુભવગમ્ય હોતા નથી. વળી સર્વજ્ઞવચનનું પીઠબળ ન હોય તો તો કલ્પનાના પણ એ ક્યારેય વિષય બનતા નથી. એટલે એ ગુણો પુરુષમાં માનવાની તો કોઈ સંભાવના જ ન રહેવાથી શ્રી પતંજલિઋષિએ (અને સાંખ્યોએ પણ) પુરુષમાં જ્ઞાન માન્યું નથી. એટલે એમના મતે પુરુષ સ્થિરએકસ્વભાવ= કૂટનિત્ય છે, પુષ્કરપલાશવત્ નિર્લેપ છે, ચૈતન્યમય છે, અકર્તા-અભોક્તા છે.
આત્માનું અશુદ્ધ સ્વરૂપ જેનું છે, એને સર્વથા ભિન્ન વસ્તુ તરીકે સ્વીકારીને પતંજલિઋષિએ એને ચિત્ત નામ આપ્યું છે. હવે આ ચિત્તને જડ માનવું કે ચેતન એ પ્રશ્ન નિર્માણ થયો. (વસ્તુતઃ જીવની સાંસારિક અવસ્થા એ નથી શુદ્ધ આત્માની અવસ્થા કે નથી માત્ર જડની અવસ્થા, એ તો છે જીવ અને જડના મિશ્રણની અવસ્થા.
એટલે એને મૂળભૂત પરિણામ કોનો માનવો ? જડનો કે ચેતનનો ? હકીકતમાં એ મૂળભૂત ચેતનનો જ પરિણામ છે, કારણ કે જ્ઞાન-સુખાદિ જડના હોય ન શકે, માત્ર જડનો સહકાર જોઈએ. પણ પતંજલિએ એને ચિત્ત નામ આપીને જડ એવી પ્રકૃતિના પરિણામ તરીકે સ્વીકાર્યો છે. આમાં તેઓ નીચે મુજબ કારણ જણાવે છે.)
ચૈતન્ય તો પુરુષનો પરિણામ છે, જે પુરુષ કૂટનિત્ય છે, જ્યારે ચિત્ત તો પરિણામી છે. જાત-જાતના પરિણામો એના થયા કરે જ છે. પરિણામનાશે પરિણામીનો નાશ થાય છે. તેથી તે તે પરિણામ જો ચેતનના હોય તો તેના નાશે ચૈતન્યનો પણ નાશ થઈ જાય.. ને ચૈતન્ય ફરીથી પેદા થઈ શકતું નથી. માટે પુરુષનો જ અભાવ થવાની નોબત આવે. માટે જ્ઞાન-સુખ-દુઃખ-ઇચ્છા-કર્તુત્વ-ક્રોધાદિ કષાયો-વિકારવાસનાદિ પરિણામો જડ એવી બુદ્ધિના (ચિત્તના) છે. એમ પતંજલિઋષિ કહે છે. અલબતું જેને ચૈતન્યનું સાન્નિધ્ય નથી એવા ઘટવગેરેમાં તો જ્ઞાનાદિ જોવા મળતા નથી. એટલે માત્ર જડ એવા ચિત્તના પણ આવા પરિણામ સંભવી ન જ શકે. તેથી સાંખ્યોએ બુદ્ધિને દર્પણ જેવી માની છે. જેમાં પુરુષનું (કચૈતન્યનું) પ્રતિબિંબ પડે છે. આને ચિસંક્રમ કે ચિતિસંક્રમ પણ તેઓ કહે છે. એના પ્રભાવે બુદ્ધિના કર્તુત્વાદિ પરિણામો થાય છે. બુદ્ધિ અંતઃકરણ વગેરે ચિત્તના જ સમાનાર્થક શબ્દ છે.
પાતંજલ મતે પુરુષ ચૈતન્યમય છે, કૂટસ્થનિત્ય છે, વૃત્તિઓથી રહિત છે, અકર્તા છે, અભોક્તા છે, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી છે. જ્યારે ચિત્ત જડ છે, વૃત્તિઓવાળું છે, કર્તા છે, ભોક્તા છે, પુરુષથી એકાંતે ભિન્ન છે. પણ સદા સન્નિહિત હોવાથી પુરુષને પોતાનું મૂળભૂત સ્વરૂપ ભાસતું નથી, અને ચિત્તની વૃત્તિઓ જ પોતાના સ્વરૂપ તરીકે ભાસ્યા કરે છે. ચિત્તથી પોતે ભિન્ન હોવાનો ખ્યાલ આવતો નથી. જ્યારે વિવેકખ્યાતિ થાય છે, એટલે કે ભેદજ્ઞાન થાય છે, અર્થાત્ પુરુષ અને ચિત્ત જુદા હોવાનો ખ્યાલ આવે છે, ત્યારથી ચિસંક્રમ થવાનો