________________
३८०
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २१ परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण विधानतः = कषायनिरोध-ब्रह्मचर्य-देवपूजादिरूपाद्विधानात् ।। २०।।
पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया ।। चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ।।२१।।
'पापे' ति । पापसूदनमप्येवं परिशुद्धं विधानतश्च ज्ञेयम् । तत्तच्चित्ररूपं यत्पापादि = साधुद्रोहादि तदपेक्षया (=तत्तत्पापाद्यपेक्षया) । यमुनमुनिराजस्याङ्गीकृतप्रव्रज्यस्य साधुवधस्मरणे तद्दिनप्रतिपन्नाभोजनाभिग्रहस्य षण्मासान् यावज्जातव्रतपर्यायस्य सम्यक्सम्पन्नाराधनस्य किल न क्वचिदिने भोजनमजनीति । चित्रो=नानाविधः “ॐ ह्रीँ असिआउसा नम” इत्यादिमन्त्रस्मरणरूपो मन्त्रजपः प्रायो = बहुलो यत्र तत् (=चित्रमन्त्रजपप्राय) प्रत्यापत्तिः तत्तदपराधस्थानान्महता संवेगेन प्रतिक्रान्तिस्तया विशोधितं विशुद्धिमानीतम् (=प्रत्यापत्तिविशोधितम्) સાર9
વિવેચન : મૃત્યુબ- આ તપ મૃત્યુનો નાશ કરે છે, માટે મૃત્યુબ કહેવાય છે. મૃત્યુંજય જપ.. પાંચ પરમેષ્ઠીમાં શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંતોએ મૃત્યુ પર જય મેળવ્યો છે, અને આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠીઓ એનો જય મેળવવાની દિશામાં છે, તથા ઘણો ખરો જય મેળવી લીધો છે. માટે એમને કરાતા નમસ્કારનો જાપ જાપકને મત્યુ પર જય અપાવનારો બનતો હોવાથી મૃત્યુંજય જપ કહેવાય છે.
પરિશુદ્ધ- આમાં આદિ શબ્દથી પરલોકઆશંસા લેવી. એનો પણ પરિહાર જોઈએ.
વિધાનત: આ તપ દરમિયાન સ્વભૂમિકોચિત કષાયનો નિરોધ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, જિનપૂજા કરવી, આદિ શબ્દથી સાનુબંધ જિનાજ્ઞા પાળવી.. આ બધો આ તપનો વિધિ છે. ૨૦
સત્તરમા શ્લોકમાં બતાવેલા ચાર તપમાંના ચોથા પાપસૂદન તપને જણાવે છે
ગાથાર્થ આ જ પ્રમાણે તે તે પાપ વગેરેની અપેક્ષાએ કરાતો, વિવિધ મંત્રજાપ પ્રચુર અને પ્રત્યાપત્તિથી વિશોધિત તપ એ પાપસૂદન તપ છે.
ટીકાર્થ : પાપસૂદન તપ પણ આ જ પ્રમાણે પરિશુદ્ધ અને વિધિથી જાણવો. એ સાધુદ્રોહાદિ તે તે વિચિત્ર સ્વરૂપવાળા જે પાપાદિ હોય તેની અપેક્ષાએ કરાય છે. દીક્ષિત થયેલ યમુન નામના મુનિરાજે “સાધુની હત્યા યાદ આવે એ દિવસે ભોજન કરવું નહીં આવો અભિગ્રહ લીધો ને છ મહિનાનો વ્રત પર્યાય થયો ત્યાં સુધી નિયમને સમ્યફ પાલ્યો. તેથી કોઈ પણ દિવસ ભોજન થયું નહીં. ચિત્ર=ૐ હ્રીં તમારા નમક વગેરરૂપ અનેકવિધ મન્ત્રજાપ જેમાં પ્રાયઃ=બહુલ=પ્રચુર રીતે હોય છે, તે ચિત્રમ–જપપ્રાય કહેવાય. પ્રત્યાપત્તિને તે અપરાધસ્થાનથી મોટા સંવેગપૂર્વક પ્રતિક્રાન્તિ–પાછા ફરવું. આવી પ્રત્યાપત્તિથી તપ વિશોધિત હોવો જોઈએ.
| વિવેચનઃ એવં - મૃત્યજ્ઞતપમાં જે રીતે પરિશુદ્ધત્વ અને વિધિ કહી છે એ જ રીતે આ પાપસૂદન તપ પણ આશંસાદિના પરિહારથી પરિશુદ્ધ અને કષાયનિરોધાદિ વિધિપૂર્વક જાણવો. તાત્યાપાદિ ... તે તે પાપનો નાશ કરવાના ઉદ્દેશથી કરાય છે, માટે જ આનું નામ પાપસૂદન તપ કહેવાય છે. આમાં યમુન મુનિનું દષ્ટાન્ત છે, તે આ રીતે છે- મથુરાનગરીમાં યમુન નામે રાજા હતો. ત્યાંનું ઉદ્યાન યમુના નદીના કારણે વાંકું થઈ ગયું હોવાથી યમુનાવક્ર કહેવાતું હતું. આ યમુનાવક ઉદ્યાનમાં સાધના કરી રહેલા દંડ નામે મુનિને રાજાએ તલવારથી હણી નાખ્યા. મુનિ સિદ્ધ થયા. દેવો આવ્યા. ઇન્દ્ર પણ આવ્યો. એણે વજથી રાજાને ડરાવ્યો અને કહ્યું કે “જો