________________
३७९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ हन्त इति प्रत्यवधारणे, सन्तारणं सन्तरणहेतुः परं प्रकृष्टं प्राणिनाम् ।। १९ ।।
मासोपवासमित्याहुर्मृत्युघ्नं तु तपोधनाः । मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ।। २०।।
मासेति । मासं यावदुपवासो यत्र तत्तथा (=मासोपवासं) इति = एतदाहुः मृत्युघ्नं तु = मृत्युघ्ननामकं तु तपोधनाः तपःप्रधाना मुनयः । (मृत्युञ्जयजपोपेतं=) मृत्युञ्जयजपेन परमेष्ठिनमस्कारेणोपेतं = सहितं
વારનું ભોજન અને ચોથે દિવસે ઉપવાસ. આને જ ચાર ગણો કરવામાં આવે તો એ સંપૂર્ણકચ્છ છે. અકચ્છથી= અકષ્ટથી=સરળતાથી અતિકૃચ્છમાંથીનરકાદિપાતફલક અપરાધોમાંથી જીવોને પાર પામવાનો પ્રકૃષ્ટ હેતુ છે. દન્ત શબ્દ પ્રત્યવધારણમાં છે.
વિવેચનઃ કૃઙ્ગ શબ્દનો અર્થ છે અઘરું-કઠિન.. એટલે કછૂતપ તરીકે જે તપ છે, તે કઠિન તપ છે. એટલે જે ગરમ પાણી- ઘી વગેરે પીવાની વાત છે તે સામાન્યગરમ નહીં જાણવાના.. પણ જીભ- મુખ વગેરેમાં લ્હાય બળે એવા ગરમ જાણવા. પાદચ્છુ તપના વિધિમાં જે નોન શબ્દ છે એના સ્થાને યોગબિન્દુમાં મુજેન શબ્દ છે અને તો પછી એ તપ, એક દિવસ એકાસણું, બીજા દિવસે યાચના વિનાનું એકાસણું, ત્રીજા દિવસે ઉપવાસ એમ ત્રણ દિવસનો જાણવો. તેમ છતાં લૌકિક ગ્રન્થોમાં રાત્રિભોજનને જણાવનાર ન9 શબ્દ જ હોવાથી અહીં એ રીતે અર્થ લીધો છે.
નરકગમનાદિ કરાવે એવા તીવ્ર પાપમાંથી બહાર નીકળવા માટે આ કૃચ્છુ તપ વગેરે કારણ છે. નરકગમનનાં જે કષ્ટો છે, એની અપેક્ષાએ આ કૃચ્છુ તપ વગેરે કરવામાં બહુ જ અલ્પ કષ્ટ પડતું હોવાથી સરળતા છે. માટે, લોકદષ્ટિએ કઠિન હોવા છતાં, એ જીવને આવા પાપમાંથી અછૂતુસરળતાથી બહાર કાઢનાર છે. (અહીં અકાતું એવો પંચમ્યન્ત શબ્દ તપનું વિશેષણ નથી. કારણ કે તપનો તો પરં સન્તાર એવા પ્રથમાના શબ્દથી ઉલ્લેખ છે). ll૧૯ો હવે ક્રમ પ્રાપ્ત મૃત્યુંજય તપ જણાવે છે
ગાથાર્થ : મૃત્યુંજય જપથી યુક્ત, પરિશુદ્ધપણે વિધિથી કરાયેલા મહિનાના ઉપવાસને તપોધન મુનિઓ મૃત્યુંજય તપ કહે છે.
ટીકાર્થ : એક મહિના સુધીના ઉપવાસ છે જેમાં એ પ્રમાણેના તપને મૃત્યુન નામનો તપ, જેમના જીવનમાં તપ મુખ્ય છે એવા તપોધન મુનિઓ કહે છે. આ તપ મૃત્યુંજય જપથી= પરમેષ્ઠી નમસ્કારના જપથી સહિત, પરિશુદ્ધ ઇહલોકની આશંસા વગેરેના પરિહારપૂર્વકનો વિધિથી કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યપાલન, દેવપૂજા વગેરે રૂપ વિધિપૂર્વક કરાયેલો હોવો જોઈએ.
7. પ્રશન : આ શ્લોકના શ્લોકાર્થમાં શબ્દશઃ વિવેચનમાં “વિધિથી પરિશદ્ધ' એમ કહ્યું છે અને અન્ય વિવેચનકારે ગાથાર્થમાં ‘વિધિપૂર્વક મૃત્યુંજય જપથી એને પરિશુદ્ધ કહ્યો છે. તો સાચું શું?
ઉત્તર : ટીકાકારે આ બેમાંથી એકે દ્વારા એને પરિશદ્ધ નથી કહ્યો. કિન્ત આલોકની આશંસા વગેરેના પરિહારથી વિશદ્ધ કહ્યો છે. અલબત્ત બન્ને વિવેચનકારોએ વિવેચનમાં તો આ રીતે જ એને પરિશદ્ધ કહ્યો છે. પછી શ્લોકાર્થગાથાર્થમાં કેમ આવું કહ્યું છે એ ભગવાન જાણે.