________________
३८२
मोक्षेऽनिष्टानुबन्धित्वेनानिष्टप्रतिपत्तेः ।। २२ ।। भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया ।
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २३
श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ।। २३ ।
भवेति । सा च = मोक्षेऽनिष्टप्रतिपत्तिश्च भवाभिनन्दिनामुक्तलक्षणानां भवशर्मणो विषयसुखस्योत्कटेच्छया (=મવશર્મોટેષ્ડયા) મતિ, ઢોરેવોષનન્યત્તાત્ ।|રરૂ|
ભવાભિષ્યંગ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે અનિષ્ટનાં કારણો છે. આમાં પૂર્વ-પૂર્વનું કારણ ઉત્ત૨ઉત્તરના કારણ કરતાં વધારે પ્રબળ-અતિપ્રબળ છે. તથા પૂર્વ-પૂર્વકા૨ણકાળે ઉત્તર-ઉત્તરનું કારણ અવશ્ય હાજર હોય છે. ભવાભિનંદી જીવોને ભવાભિધ્વંગના કારણે મોક્ષ પર દ્વેષ હોવાથી અતિભયંકર અનિષ્ટ થતું હોય છે. અપુનર્બંધકને એ ન હોવાથી એટલું ભયંકર અનિષ્ટ થતું નથી. એટલે અપુનર્બંધક અવસ્થા માટે કહેવું હોય કે ‘ભવાભિવંગ ન હોવાના કારણે અપુનર્બંધક અવસ્થા (તેવા) અનિષ્ટનું કારણ બનતી નથી’ તો તો બરાબર છે. પણ મોક્ષ માટે આવું કથન ઉચિત નથી. શું ભવાભિધ્વંગ નથી એટલા માત્રથી મોક્ષ અનિષ્ટનું અકારણ છે ? કે મિથ્યાત્વ વગેરે કશું જ નથી એના કારણે એ અનિષ્ટનું અકારણ છે ? નહીંતર તો ભવાભિવંગજન્ય અનિષ્ટ મોક્ષમાં ભલે નહીં હોય, મિથ્યાત્વાદિજન્ય અનિષ્ટ તો હશે ને ? આવી શંકા ઊભી જ રહે. એટલે મોક્ષમાં કશું જ અનિષ્ટ નથી. એ જણાવવા માટે તો આધિ-વ્યાધિ તન-મનથી હોવે તસઅભાવે સુખ ખાસો રે આવું જ કહેવું ઉચિત ઠરે. અનિષ્ટનું કારણ બનનાર એક પાવરનો દોષ પણ જ્યાં નથી, ત્યાં ‘એક કરોડ પાવરનો દોષ ન હોવાથી અનિષ્ટ હોતું નથી’ આવું કહેવું શું ઉચિત છે ? કારણ કે બાકીના એકથી લઈને ૯૯૯૯૯૯૯ પાવર સુધીના દોષજન્ય અનિષ્ટની સંભાવના ઊભી જ રહે છે. એને માટે તો ‘એક પાવરનો પણ દોષ છે નહીં, માટે કશું અનિષ્ટ નથી' એમ જ કહેવું ઉચિત રહે છે.
વસ્તુતઃ અહીં મોક્ષ અનિષ્ટનો અનનુબન્ધી=અનિષ્ટનું અકારણ કેમ છે ? એ જણાવવાનો અભિપ્રાય નથી. અહીં તો, મોક્ષને અનિષ્ટ કેમ માને છે ? તો કે, અનિષ્ટના અકારણ એવા પણ મોક્ષને અનિષ્ટનું કારણ માને છે, માટે. મોક્ષને અનિષ્ટનું કારણ કેમ માને છે ? તો કે ભવાભિષ્યંગ છે માટે. ભવાભિવંગ કેમ છે ? તો કે દૃઢઅજ્ઞાન છે, માટે. આવું જણાવવાનો અભિપ્રાય છે.
આશય એ છે કે સુખ તો વિષયનું જ હોય, વિષય સિવાયનું સુખ એ ઝાંઝવાનાં નીરની જેમ માત્ર કલ્પના જ છે. આવું, જેને કોઈપણ રીતે દૂર ન કરી શકાય એવું ગાઢ અજ્ઞાન એ દૃઢ અજ્ઞાન છે. એના કારણે વિષયોની ભૂતાવળ જેવો ભવાભિષ્યંગ જીવને અનાદિકાળથી વળગેલો છે. એટલે વિષયસુખનો સદંતર અભાવ એ આવા જીવને ભારે અનિષ્ટરૂપ બની રહે છે. તેથી આવા અનિષ્ટના કારણભૂત મોક્ષ પણ ભવાભિનંદી જીવને અનિષ્ટ ભાસે છે. ને તેથી એના પર દ્વેષ પ્રવર્તે છે. ૨૨॥ આ જ વાત આગળની ગાથા દ્વારા જણાવે છે
ગાથાર્થ : ભવાભિનંદી જીવોને તે = (મોક્ષમાં અનિષ્ટપણાની બુદ્ધિ) ભવસુખની ઉત્કટ ઇચ્છાથી થાય છે. અને લોકમાં તથા શાસ્ત્રમાં પણ આ અસુંદર વાતો સંભળાય છે.
ટીકાર્થ : જેમનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે તે ભવાભિનંદી જીવોને =મોક્ષમાં અનિષ્ટની પ્રતિપત્તિ = અનિષ્ટપણાની બુદ્ધિ ભવશર્મ=વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી થાય છે કારણ કે બન્ને એક દોષજન્ય છે.