________________
३८१
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
मोक्षः कर्मक्षयो नाम भोगसंक्लेशवर्जितः । तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ।। २२।। 'मोक्ष' इति । दृढाज्ञानात् = अबाध्यमिथ्याज्ञानाद् भवाभिष्वङ्गभावेनानिष्टाननुबन्धिन्यपि
તું દીક્ષા લે તો જ છોડું.” ડરના માર્યા એણે દીક્ષા લીધી. પણ પછી સંવેગપૂર્વક દીક્ષાદિવસે જ અભિગ્રહ લીધો કે “જે દિવસે આ હત્યા મને યાદ આવશે, એ દિવસે હું ઉપવાસ કરીશ...' અભિગ્રહને બરાબર પાળ્યો. છ મહિના થયા. એક પણ દિવસ ખાધું નહીં. આમ આ પાપવિશેષને ઉદ્દેશીને કરાયેલો આ તપ પાપસૂદન તપ કહેવાયો.
ચિત્રો.. યોગબિન્દુમાં ૐ હ્રીં સિમાડા નમ: આવો મંત્ર આપ્યો છે એ જ અહીં પણ ગ્રન્થકારે દર્શાવ્યો છે. આ મંત્રમાં સિમાડા છે, મસિમાડસાય નથી, એટલે કેટલાક મહાત્માઓ જ્યાં જ્યાં આ મંત્ર આવે, ત્યાં ત્યાં ચતુર્થીવિભક્તિનો આભાસ કરાવવા સિમાડસાય કરતા હોય છે તે ગલત જાણવું.
પ્રત્યાપતિ: તે તે અપરાધ આચર્યા પછી ભારે સંવેગપૂર્વક એનાથી પાછા ફરવું એનું પ્રતિક્રમણ કરવુંભારોભાર પશ્ચાત્તાપ કરવો આ પ્રત્યાપત્તિ છે. એ હોય તો જ આ તપ વિશોધિત થાય છે. પરના પૂર્વસેવાના ક્રમ પ્રાપ્ત અંતિમ ઘટક મુક્તિઅદ્વેષને વર્ણવે છે
ગાથાર્થ કર્મક્ષય એ મોક્ષ છે. એ ભોગના સંક્લેશથી રહિત છે. દઢ અજ્ઞાનતાના પ્રભાવે અનિષ્ટની બુદ્ધિ થવાથી એના પર દ્વેષ જાગે છે.
ટીકાર્થઃ અબાધ્યમિથ્યાજ્ઞાન એ દઢ અજ્ઞાન છે. એના કારણે ભાવાભિવૃંગ વર્તતો હોવાથી, અનિષ્ટના અનનુબંધી (=અકારણ) એવા પણ મોક્ષમાં અનિષ્ટના અનુબંધી (=કારણ) તરીકે અનિષ્ટતાની પ્રતિપત્તિ થવાથી (ઢષ જાગે છે.).
વિવેચનઃ મવમિષ્યમાન. પૂર્વ મુદ્રણોમાં બધે અહીં ભવામિMISમાન છપાયેલું છે. અને તેથી ભવાભિમ્પંગ ન હોવાથી મોક્ષ કોઈપણ અનિષ્ટને લાવનાર નથી. તેમ છતાં અબાધ્ય મિથ્યાજ્ઞાનના કારણે એમાં અનિષ્ટના અનુબંધી તરીકે અનિષ્ટતાની બુદ્ધિ થાય છે' આવો અર્થ તે તે વિવેચનકારોએ કર્યો છે.
8. પ્રશન : મૃત્યુંજય તપ અને પાપસૂદન તપ. આ બે તો શ્રીજિનશાસનમાં કહેલા તપ છે. એમાં જપ પણ પંચપરમેષ્ઠીને નમસ્કાર વગેરે રૂપ જણાવ્યો છે. આ બાબતો સ્પષ્ટ કરે છે કે આ લોકોત્તર તપ છે. યમુન રાજર્ષિનું દષ્ટાન્ત પણ આ જ વાતને સૂચવે છે. તો ચાન્દ્રાયણ વગેરે આ ચારે તપને લૌકિકતપ કેમ કહ્યા છે ?
ઉત્તરઃ ક્યાં કહ્યા છે ? ગ્રન્થકારે તો ક્યાંય એવો ઉલ્લેખ કર્યો નથી. સત્તરમી ગાથામાં લૌકિક પણ ઉત્તમ છે એમ કહ્યું છે. અને ટીકામાં “પણ” શબ્દ લોકોત્તર તપનો સમુચ્ચય કરે છે, એમ જણાવ્યું છે. “આ ચાર તો લૌકિક છે, ને એ સિવાયના લોકોત્તર પણ ઉત્તમ છે. એવું કશું જણાવ્યું નથી. જ્યારે આદિધાર્મિકને યોગ્ય લૌકિક અને લોકોત્તર બન્ને ઉત્તમ છે, ત્યારે માત્ર લૌકિકનો ઉલ્લેખ કરે અને લોકોત્તરનો ન કરે એવું માનવાને કોઈ કારણ નથી. ઊલટું શ્રીજૈનશાસનમાં જે આદિધાર્મિક જીવો હોય એમના માટે લોકોત્તર તપનો પણ ઉલ્લેખ કર્યો જ હોય એ નિઃશંક છે. એટલે, ચાન્દ્રાયણ અને કછુ આ બે લૌકિક તપનો તથા મૃત્યુદ્ધ અને પાપસૂદન આ બે લોકોત્તર તપનો અહીં ઉલ્લેખ છે એમ માનવું યોગ્ય છે. તથા, આ બલ્બ પરથી અન્ય પણ લૌકિક-લોકોત્તર તપ ઉપલક્ષણથી જાણી લેવા. એટલે શબ્દશઃ વિવેચનકાર વગેરે બધાએ આ ચારેયને લૌકિક તરીકે જે ગયા છે તે એમની ભ્રમણા જાણવી.