________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३८३ मदिराक्षी न यत्रास्ति तारुण्यमदविह्वला । जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ।। २४ ।। “વિરાતિ / નોવેરાનાપોડયમ્ II ૨૪ / वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम् । ન વૈવાવિષયો મોક્ષના વરિ નૌતમ! | રા. 'वरमिति । 'गौतम !' इति गालवस्य शिष्यामन्त्रणम् । ऋषिवचनमिदमिति शास्त्रालापोऽयम् ।।२५।। द्वेषोऽयमत्यनाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ।। २६।। 'द्वेष' इति । अयं = मुक्तिविषयो द्वेषोऽत्यनाय = बहुलसंसारवृद्धये । तदभावस्तु = मुक्तिद्वेषाभावः
વિવેચન : ભવાભિનંદી જીવનાં લક્ષણો દસમી બત્રીશીની પાંચમી ગાથામાં પૂર્વે કહેવાઈ ગયા છે. વિષયસુખની તીવ્ર ઇચ્છાથી મોક્ષ અનિષ્ટ ભાસે છે વગેરે વાત આગળ વિચારી ગયા છીએ.
ગીકારે મોક્ષ અંગે બાવીશમી ત્રેવીશમી ગાથામાં પ્રથમાન્ત પદથી ક્રમશ: બે વિધાનો કર્યા છે. દ્વેષ અને સા= અનિષ્ટપ્રતિપત્તિ. તેથી ટીકામાં કયો પદ જે છે તે દ્વેષ અને અનિષ્ટપ્રતિપત્તિ એ બેને જણાવે છે. એટલે કે “મોક્ષ અંગે દ્વેષ અને અનિષ્ટપ્રતિપત્તિ આ બંને એક દોષજન્ય છે' એવો અર્થ જાણવો. આ સિવાયનો અર્થ ગલત જાણવો. ll૧૩ી ભવાભિનંદી જીવોના એ અસુંદર બકવાસને જણાવે છે –
ગાથાર્થ યૌવનના ઉન્માદથી વિહ્વળ થયેલી મદિરાક્ષી સ્ત્રી જ્યાં નથી, એને મોક્ષ તો જે જડ હોય તે જ કહે છે. અમારે મન તો પ્રિયતમા એ જ મોક્ષ છે.
ટીકાર્થ: આ લૌકિક પ્રલાપ છે. ૨૪ો હવે (કુ)શાસ્ત્રનો પ્રલાપ જણાવે છે
ગાથાર્થ: હે ગૌતમ ! રમણીય વૃંદાવનમાં શિયાળપણું ઇચ્છવું સારું, પણ વિષય વિનાનો મોક્ષ ઇચ્છવો તો ક્યારેય સારો નહીં.
ટીકાર્થ ઃ ગૌતમ એ ગાલવઋષિએ પોતાના શિષ્યને કરેલું સંબોધન છે. આ ઋષિનું વચન છે, માટે એ શાસ્ત્રનો આલાપ કહેવાય.
વિવેચનઃ મોક્ષમાં વિષયસુખ હોવું તો કોઈ દર્શન માનતું નથી. જંગલમાં ભલે ગમે એટલી તકલીફો હોય, પણ જંગલપ્રાયોગ્ય વિષયસુખ તો મળે છે, મોક્ષમાં તો એ પણ નથી. માટે મોક્ષ કરતાં જંગલમાં પશુ થવું લાખ ટકા બહેતર છે. આવો આ કુશાસ્ત્રાલાપનો ભાવાર્થ છે. આરપી મુક્તિદ્વેષનું ફળ અને તેના અભાવનું કારણ દર્શાવે છે
ગાથાર્થ ? આ ઢેષ અતિઅનર્થ માટે થાય છે. જીવોને તેનો અભાવ સહજ અલ્પમલત્વથી થયેલ ભવઅનુત્કટ રાગથી થાય છે.
ટીકાર્થઃ સયં= મુક્તિવિષયક દ્વેષ અતિઅનર્થ માટે બહુલ સંસારની વૃદ્ધિ માટે થાય છે. વળી, તેનો અભાવ=મુક્તિદ્વેષનો અભાવ ભવાનુત્કટ રાગથી = ભવની ઉત્કટ ઇચ્છાના અભાવથી થાય છે. (આ ઇચ્છાનો