________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३४१ व्यापारभेदादेकस्य वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसंज्ञानोपपत्तिसुकरत्वतः ।। २५ ।।
व्यापारेति । एकस्य वायोापारभेदाद=ऊर्ध्वगमनादिव्यापारभेदात् पञ्चविधत्ववत् = 'पञ्च वायवः प्राणापानादिभेदादिति व्यपदेशवत् (अहङ्कारादिसंज्ञानोपपत्तिसुकरत्वतः=) अहङ्कारादिसंज्ञानानामुपपत्तेः सुकरत्वतः सौकर्यात् । तथाहि-बुद्धिरेवाहङ्कारव्यापारं जनयन्त्यहङ्कार इत्युच्यताम् । सैव च प्रसुप्तस्वभावा साधिकारा प्रकृतिरिति व्यपदिश्यताम् । किमन्तर्गडुतत्त्वान्तरपरिकल्पनयेति ।। २५ ।।
पुंसश्च व्यञ्जकत्वेऽपि कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ।। २६।। 'पुंसश्चेति । पुंस:=पुरुषस्य च व्यञ्जकत्वेऽप्यभ्युपगम्यमाने कूटस्थत्वमयुक्तिमद् =असङ्गतम् ।
ગાથાર્થ એક વાયુ વ્યાપારના ભેદથી જેમ પંચવિધ કહેવાય છે એમ વ્યાપારભેદથી (એક જ બુદ્ધિની) અહંકાર વગેરે સંજ્ઞાઓની ઉપપત્તિ સુકર છે.
ટીકાર્થ : એક વાયુનો ઊર્ધ્વગમનાદિ વ્યાપારભેદે “પ્રાણાપાનાદિ ભેદે વાયુ પાંચ પ્રકારનો છે” આવો ઉલ્લેખ જેમ થાય છે, એમ(વ્યાપારભેદ) એક જ બુદ્ધિની અહંકારાદિસંજ્ઞાની સંગતિ કરવી સુકર છે. તે આ રીતે- બુદ્ધિ જ જ્યારે અહંકાર વ્યાપારને પેદા કરે છે, ત્યારે અહંકાર કહેવાય. એ જ જ્યારે પ્રમુખસ્વભાવા સાધિકારા હોય, ત્યારે પ્રકૃતિ કહેવાય. પછી વ્યર્થ અન્ય તત્ત્વની કલ્પનાથી સર્યું.
વિવેચન : એનો એ વાયુ મુખનાસિકાદિમાંથી નિષ્ક્રમણ પ્રવેશ કરે તો પ્રાણ, મળાદિનું અધોનયન કરે ત્યારે અપાન, અગ્નિઉદ્દીપન કરે તો સમાન, રસાદિનું ઊર્ધ્વગમન કરે તો ઉદાન અને નાડીમુખમાં વિસ્તરણ કરે તો વ્યાન કહેવાય છે. આમ વાયુ એક જ , પણ વ્યાપારભેદે એની સંજ્ઞાભેદ છે. એમ બુદ્ધિ નામના એક જ તત્ત્વનો વ્યાપારભેદે “અહંકારાદિ સંજ્ઞાભેદ છે એમ સહજતાથી કહી શકાય છે. બુદ્ધિ જ્યારે અહંકાર વ્યાપારને પેદા કરે છે ત્યારે અહંકાર કહેવાય. અને એ જ્યારે કોઈ જ વ્યાપાર કરતી નથી=પોતાના વ્યાપારજનનસ્વભાવને જાણે કે સુવાડી દીધો હોય.. ત્યારે એ પ્રકૃતિ કહેવાય છે, હા એ સાધિકાર હોવી જોઈએ. એનો અધિકાર નિવૃત્ત થયા પછી (એટલે કે પાતંજલદર્શનની પરિભાષામાં બુદ્ધિતત્ત્વ વિલીન થઈ ગયા પછી) માત્ર શુદ્ધ પુરુષ રહે છે ને એ પુરુષ આત્મા જ કહેવાય છે, બુદ્ધિ નહીં. આમ બુદ્ધિથી જ કામ સરી જાય છે, તો પ્રકૃતિ-અહંકાર વગેરે સ્વતંત્ર તત્ત્વો માનવાની જરૂર રહેતી નથી. તે ૧૧-૨૫ વળી પાતંજલ યોગદર્શનમાં આવતો અન્ય દોષ પણ જણાવે છે -
ગાથાર્થ પુરુષને વ્યંજક માનવામાં પણ ફૂટસ્થપણું અયોગ્ય ઠરે છે. એ તો “અધિષ્ઠાનપણારૂપ જ છે' એમ જ કહેશો, તો ‘તદા' ઇત્યાદિ જે કહ્યું છે તે નિરર્થક થઈ જશે.
ટીકાર્થઃ પુરુષ વ્યંજક છે એમ માનવામાં પણ કૂટસ્થપણું અસંગત કરી જાય છે, કારણ કે અભિવ્યંજકત્વ એટલે અભિવ્યક્તિજનકત્વ. અને તો પછી “પુરુષ અકારણ અને અકાર્ય છે' આવું તમારું વચન હણાઈ જશે.