________________
३७४
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्तिताः ।। १३।।
पूर्वसेवाद्वात्रिंशिका १३ - १३
=
'दाक्षिण्यमिति । सुदाक्षिण्यं = गम्भीर-धीरचेतसः प्रकृत्यैव परकृत्याभियोगपरता । दयालुत्वं निरुपधिपरदुःखप्रहाणेच्छा । दीनोद्धारः = दीनोपकारयत्नः । कृतज्ञता = परकृतोपकारपरिज्ञानम् । (जनापवादभीरुत्वं =) जनापवादान्मरणान्निर्विशिष्यमाणाद् भीरुत्वं = भीतभावः (= सदाचाराः प्रकीर्तिताः)
119311
હવે, ક્રમપ્રાપ્ત સદાચાર પૂર્વસેવાને જણાવે છે
ગાથાર્થ : સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્વાર, કૃતજ્ઞતા, લોકનિંદાભય.. આ સદાચાર કહેવાયેલ છે. ટીકાર્થ : ગંભીર-ધીર ચિત્તવાળા જીવની સ્વભાવથી જ અન્યનાં કાર્ય કરી આપવાની તત્પરતા એ સુદાક્ષિણ્ય. પોતાના કોઈપણ સ્વાર્થ વગર બીજાનાં દુઃખ દૂર ક૨વાની ઇચ્છા એ દયાળુત્વ છે. દીનલોકો પર ઉપકાર કરવાનો પ્રયત્ન એ દીનોદ્ધાર છે. બીજાએ કરેલા ઉપકારને યાદ રાખવો એ કૃતજ્ઞતા છે. લોકમાં થતી પોતાની નિંદા એ મરણતુલ્ય છે એમ સમજી મરણનો જેવો ભય હોય એ રીતે લોકનિંદાથી ભયભીત રહેવું, એ જનાપવાદભીરુત્વ છે. આ પ્રમાણે સદાચારો કહેવાયેલા છે.
વિવેચન : (૧) સુદાક્ષિણ્ય-વૃક્ષિળસ્ય ભાવઃ વાક્ષિખ્યમ્.. આ ‘વામપ્રકૃતિ છે' એટલે કે વક્રપ્રકૃતિ છે. આવો વાક્યપ્રયોગ જણાવે છે કે વામ એટલે પ્રતિકૂળ.. અને એ જ સૂચવે છે કે દક્ષિણ એટલે અનુકૂળ રહેવું=અનુકૂળ બનવું.
પોતાની ઇચ્છા-અનુકૂળતા વગેરે ન હોય તો પણ પ્રાર્થના કરી રહેલી સામી વ્યક્તિને અનુકૂળ બની એનું કાર્ય કરી આપવાની તત્પરતા જગાડે આવો પરિણામ એ દાક્ષિણ્ય છે. પણ સામાની પ્રાર્થના કોઈ અતિનિન્દઅનુચિત કાર્યની હોય તો કાંઈ એને અનુકૂળ થવાનું હોતું નથી. એટલે અહીં માત્ર દાક્ષિણ્ય ન કહેતાં સુદાક્ષિણ્ય કહ્યું છે. આનાથી સામી વ્યક્તિના મનની પ્રસન્નતા પેદા થાય છે, જળવાય છે. આ પ્રસન્નતા પેદા થવી=જળવાવી એ દાક્ષિણ્યનું ફળ છે. ભગવાન ૨મવા જાય એ સામાની પ્રસન્નતા માટે. તેથી પ્રભુનું આ સુદાક્ષિણ્ય છે.
આમ સામાનું કાર્ય કરી આપવાની તત્પરતા (પરકૃત્યપરતા) કે બીજાની અનિદ્ઘ પ્રાર્થનાને સફળ કરવાની તત્પરતા (પરાભિયોગપરતા) એ સુદાક્ષિણ્ય છે. પણ આ પ્રકૃત્યા પરકૃત્યપરતા જોઈએ.. એટલે કે સ્વભાવથી જોઈએ. કોઈક સ્વાર્થથી હોય તો એ સુદાક્ષિણ્ય નથી.
એ પ્રકૃતિથી કોને આવે ? તો કે જેનું ચિત્ત ગંભીર અને ધીર હોય તેને. સામી વ્યક્તિની બાહ્ય- આભ્યન્તર પરિસ્થિતિને ગળી શકનારો હોય તે ગંભીર કહેવાય. એ સામાની ભૂતકાલીન કે વર્તમાનકાલીન બાહ્ય કે આભ્યન્તર નબળી કડીઓ બીંજા આગળ ઓકી ન નાખે. કોઈને ઘરમાં ઝગડો થવાથી મન ઉદાસીન થઈ ગયું, માણસ ગંભીર વ્યક્તિ પાસે આવીને કહે ‘આપણે બહાર ક્યાંય ફરી આવીએ' તો એને પ્રસન્ન કરવા જાય અને એ વખતે એ વ્યક્તિ મન હળવું કરવા બધી વાત કરે, આ ગંભીર આદમી સાંભળી લે.. પણ પછી કોઈને જણાવે નહીં.. અગંભીર હોય તો ઉપરથી ટોણો મારે જે સામાની મૂંઝવણને ઓર વધારે.