________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३७३
અહીં અપચાને જેમ વિશેષ પ્રકારે ભિક્ષાદાન કહ્યું, એમ એના ઉપલક્ષણથી જે ત્યાગીઓ પૈસા રાખતા ન હોય એમને વસ્ત્રાદિનું દાન વિશેષ પ્રકારે જાણવું. જેઓ પોતાનો આશ્રમ ન રાખતા હોય, એમને વસતિદાન વિશેષ પ્રકારે જાણવું. એમ પહેલાંના કાળમાં પગપાળા યાત્રાએ યાત્રાળુ જતા. સ્વગામમાં આવેલા આવા યાત્રાળુને પણ આદિધાર્મિક પાત્ર માની યથાયોગ્ય દાનાદિભક્તિ કરે. પણ આવું ક્વચિત્ બનતું હોવાથી એનો ઉલ્લેખ નથી.
સ્વયિાતઃ... પોતપોતાનાં શાસ્ત્રોમાં ત્યાગીઓ માટે જે આચારસંહિતા બતાવી હોય એનું અપ્રમત્તપણે પાલન કરનારા. આ માત્ર ઞપવા નું વિશેષણ નથી, પણ લિંગીમાત્રનું વિશેષણ છે. એટલે કે બધા જ ત્યાગીઓ પાત્ર છે, પણ એ ત્યાગીઓ પોતપોતાના શાસ્ત્રોમાં કહેલા આચારોનું સુંદર રીતે પાલન કરનારા હોવા જોઈએ. હાર્યાન્તરાક્ષમઃ ... વેપાર, ફેરી, નોકરી, ભિક્ષા, ભીખ... આ બધા જીવનનિર્વાહના હેતુઓ છે. આમાંથી ભીખ સિવાયના હેતુ એ કાર્યાન્તર.. એને અજમાવવામાં જેઓ અસમર્થ છે, તે કાર્યાન્તરઅક્ષમ. (સ્વયં ત્યાગી નહીં હોવાથી ભિક્ષા ન કહેવાય, માટે ભીખ અર્થ કરવો.) દીન વગેરેનો આવો કાર્યાન્તરમાં અસમર્થ વર્ગ એ દીનાદિવર્ગ તરીકે અહીં અભિપ્રેત છે.
અગિયારમી ગાથામાં દાન કોને આપવું ? એના જવાબ તરીકે પાત્રને અને દીનાદિવર્ગને આપવું એમ જણાવ્યું છે. એટલે સ્પષ્ટ છે કે દીનાદિવર્ગ પાત્ર તરીકે અભિપ્રેત નથી.
પ્રશ્ન : જે ફેરી-નોકરી-મજૂરી વગેરેમાં સમર્થ હોવા છતાં ભીખ માગતા હોય તો એનો દીનાદિવર્ગમાં સમાવેશ નહીં કરવાનો ? ને એને દાન નહીં આપવાનું ?
ઉત્તર : યોગબિન્દુમાં ક્રિયાન્તરાશા શબ્દ છે, એ દીનાદિનું વિશેષણ નથી, પણ દીનાદિની જેમ વર્ગનો જ એક સ્વતંત્ર અંશ છે. એટલે દીનાદિ તરીકે જે લેવાના છે તે ક્રિયાન્તરમાં અસમર્થ હોવા જ જોઈએ એવો નિયમ રહેતો નથી, તેથી ક્રિયાન્તરમાં સમર્થ હોવા છતાં જેઓ ભીખ માગતા હોય તેઓનો કાં તો દીનમાં અને કાં તો નિર્ધનમાં સમાવેશ કરીને અનુકંપાથી દાન આપવું.
પ્રસ્તુત બત્રીશી ગ્રન્થમાં તો કાર્યાન્તરઅસમર્થને દીનાદિના વર્ગનું વિશેષણ બનાવ્યું છે. એટલે જે કાર્યાન્ત૨માં સમર્થ હોય એવા દીનાદિનો વર્ગમાં સમાવેશ થઈ શકે નહીં. પણ ભીખ માગવા આવેલા એને દાન ન આપવું એ ઉચિત તો નથી જ. એટલે, શરીરથી સમર્થ હોવા છતાં આળસ વગેરેના કારણે મનથી અસમર્થ છે એમ સમજી એને પણ કાર્યાન્તર અસમર્થ ગણવો.. અને તેથી વર્ગમાં સમાવેશ કરી દાન આપવું.. આમ યોગ્ય લાગે છે. ૧૨
5. શબ્દશઃ વિવેચનમાં, સંસ્કૃત ટીકામાં તથા ગુજરાતી વિવેચનમાં... આ બધામાં તે તે વિવેચનકારોએ આને માત્રજ્ઞપવાનું વિશેષણ માની, જેઓ સ્વયં અપાચક હોય અને સ્વશાસ્ત્રોક્ત આચારોમાં અપ્રમત્ત હોય તેઓ વિશેષથી પાત્ર છે. આવો અર્થ ઉપસાવી શેષ ત્યાગી માટે માત્ર વેશધારીપણું જ જે કહ્યું છે તે ગલત જાણવું. કેમ કે એવું માનવામાં તો ત્યાગીનો વેશ ધાર્યા પછી પણ જેઓ સ્વશાસ્ત્રોક્ત આચારો તો પાળતા નથી, અને ઉપરથી કામલીલાઓ સેવે છે પરિગ્રહના ઢેર ખડકે છે - એ માટે અન્યની હત્યા સુધીના પ્રપંચો ખેલે છે એ બધા પણ પાત્ર બની જાય...
6. શબ્દશઃ વિવેચનકારે બારમી ગાથાના અન્વયાર્થમાં દીનવગેરેને પણ પાત્ર તરીકે જે જણાવ્યા છે તે ગલત છે.