________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३७१ लिङ्गिन इति । लिङ्गिना-व्रतसूचकतथाविधनेपथ्यवन्तः सामान्यतः पात्रमादिधार्मिकस्य । विशिष्य विशेषतोऽपचा: स्वयमपाचकाः, उपलक्षणात् परैरपाचयितारः पच्यमानानननुमन्तारश्च । स्वक्रियाकृतः स्वशास्त्रोक्तानुष्ठानाप्रमत्ताः । तदुक्तं-"व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । સ્વસિદ્ધાન્તાવિરોધેન વર્તન્ત કવ હિ ” (ચો.વિ.૨૨)
दीनाऽन्ध-कृपणादीनां वर्गः = समुदायः कार्यान्तराक्षमो = भिक्षाऽतिरिक्तनिर्वाहहेतुव्यापारासमर्थः । यत उक्तं-“दीनान्धकृपणा ये तु व्याधिग्रस्ता विशेषतः । निःस्वाः क्रियान्तराशक्ता एतद्वर्गो हि मीलकः ।।"
ટીકાર્થ લિંગી=વ્રતને સૂચવતો તેવો વેશ ધરાવનારા, આદિધાર્મિકને સામાન્યથી પાત્ર છે. અપચા=સ્વયં નહીં રાંધનારા, ઉપલક્ષણથી બીજા પાસે નહીં રંધાવનારા અને રાંધનારાની અનુમોદના નહીં કરનારા લિંગીઓ વિશેષરૂપે પાત્ર છે. (હા, અપચા કે પચા બધા જ લિંગીઓ) સ્વશાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનોમાં અપ્રમત્ત હોવા જોઈએ. યોગબિન્દુમાં કહ્યું છે કે – વ્રતમાં રહેલા લિંગીઓ પાત્ર છે, નહીં રાંધનારા વિશેષથી પાત્ર છે. જેઓ સ્વસિદ્ધાન્તને અવિરોધપણે હંમેશાં વર્તી રહ્યા હોય, તે.” દિન, અંધ, કૃપણ વગેરેનો વર્ગ = સમુદાય. કાર્યાન્તરાક્ષમ = જીવનનિર્વાહના ભિક્ષા સિવાયના અન્ય હેતુભૂત વેપાર વગેરેમાં અસમર્થ. કારણ કે યોગબિન્દુમાં કહ્યું છે કે- દીન, અંધ અને કૃપણ, તથા જેઓ વિશેષ કરીને વ્યાધિગ્રસ્ત છે, નિર્ધન છે, જેઓ અન્ય ક્રિયામાં અસમર્થ છે એમનો સમુદાય એ મીલક- દીનાદિનો વર્ગ છે. યોગબિન્દુની આ ગાથામાં રહેલા શબ્દોનો અર્થ : દીન = જેમની બધી પુરુષાર્થ કરવાની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, તે. અંધ = આંખ વિનાના. કૃપણ = સ્વભાવે જ સજ્જનોની દયાને પાત્ર. વ્યાધિગ્રસ્ત = કોઢ વગેરે રોગથી અભિભૂત. નિઃસ્વ = નિધન.
વિવેચનઃ જેમ દાન-શીલાદિ ધર્મમાં દાન પ્રથમ છે, એમ સર્વત્ર સદાચારમાં પણ દાન પ્રથમ છે. એટલે દાનના નિરૂપણથી સદાચારના નિરૂપણનો પ્રારંભ ગણીએ તો આ સદાચાર નામની પૂર્વસેવા સમજવી. યોગબિન્દુની અવતરણિકા મુજબ આનો “આદિ' શબ્દસૂચિત અન્ય પૂજામાં જ સમાવેશ કરીએ તો પૂજા, સદાચાર, તપ, મુક્તિઅદ્વેષ એમ પૂર્વસેવાના ચાર વિભાગ કરી પ્રથમ વિભાગ પૂજામાં જ ગુરુપૂજા, દેવપૂજા અને અન્ય પૂજા આ ત્રણનો અન્તર્ભાવ કરવો.
આદિધાર્મિક જીવો પારમાર્થિક – અપારમાર્થિક દેવના તફાવતને જેમ સમજી શકતા નથી, એમ મતિમુગ્ધતાના કારણે પારમાર્થિક પાત્ર-અપાત્રને પણ સમજી શકતા નથી. અહીં પાત્રમાં પારમાર્થિકત્વ- અપારમાર્થિકત્વ હોય આવા વિચાર સુધ્ધાંનો અભાવ, અથવા એની પરીક્ષા શું હોય ? એ જાણકારીનો અભાવ, અથવા એ પરીક્ષા કરી શકાય એવા સંયોગ-સામગ્રીનો અભાવ.. આ બધું જ મતિમુગ્ધતા તરીકે જાણવું. એટલે આ જીવો મુખ્યતયા લોકને અનુસરનારા હોય છે. અને લોકમાં તો કેટલાક અમુક ત્યાગીની, બીજા અન્ય ત્યાગીની, તો વળી ત્રીજા ઓર કોઈ અન્ય ત્યાગીની ભક્તિ કરતા જોવા મળે છે. એટલે કે લોકમાં તો બધા જ ત્યાગીની ભક્તિ જોવા મળે છે. માટે આ જીવો જેમ સર્વ દેવોની પૂજા કરે છે, એમ સર્વ ત્યાગીવર્ગને પાત્ર સમજીને દાનદ્વારા ભક્તિ કરે છે. વળી દેવપૂજામાં જે અધિમુક્તિવશાત્ એક દેવની ભક્તિ કહી છે, એમ અહીં પણ, પોતાની કુલપરંપરા વગેરે કારણે અમુક ત્યાગી સમૂહ પર વિશેષ શ્રદ્ધા હોય તો એમની ભક્તિ દાન દ્વારા કરે. હા, મતિઅભિનિવેશ તો ન જ જોઈએ. “હું ભલે આ ત્યાગીને દાનાદિ કરું છું. બાકી તો બધા જ ત્યાગી દાનાદિના પાત્ર છે” આવી