________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३६९ अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते । स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ।।१०।।
'अधीति । अधिज्ञातो विशेषो=गुणाधिक्यं यैस्तेषां (=अधिज्ञातविशेषाणां) विशेषेऽप्यर्हदादा एतत् पूजनं इष्यते । परेषु पूज्यमानव्यतिरिक्तेषु । द्वेषस्य मत्सरस्य वर्जनात् (=द्वेषवर्जनात्), स्वस्य आत्मनो वृत्तविशेषेऽपि आचाराधिक्येऽपि सति देवतान्तराणि प्रतीत्य ।। १०।।
ભક્તિ કરતાં કરતાં સાચા સાધુની પ્રાપ્તિ થાય. છતાં એમની વિશેષતાઓની જાણકારી નહીં હોવાથી સમાન રીતે ભક્તિ થાય.. એટલે આ આનુષંગિક સામાન્ય ફળોદય કહેવાય. પણ, ગુરુ એ બોલકું તત્ત્વ છે. પોતાની પાસે આવેલા આદિધાર્મિક મુગ્ધ જીવને “અમે જ સુગુરુ.. બાકીના બધા કુ.. આવો કદાગ્રહ પકડાવી દે તો એ અભિનિવેશના કારણે અશુભ અનુબંધ ઊભા થાય છે, જે સાચા ગુરુની પ્રાપ્તિ થવા દેતા નથી.
આ બધામાં સર્વત્ર ગુણાધિક્યનું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી સામાન્ય ભક્તિ, અને એ જ્ઞાન થવા પર વિશેષ ભક્તિ થાય એ જાણવું. આ એ જ વાત આગળના શ્લોકમાં કરે છે
ગાથાર્થ : જેમણે દેવની વિશેષતા જાણી છે, એવા જીવોની દેવવિશષ પર શ્રી અરિહંત વગેરે પર ભક્તિ ઇષ્ટ છે. હા, પોતાનું ચરિત્ર ઊંચું હોવા છતાં બીજા દેવો પર દ્વેષ વર્જવો જોઈએ.
ટીકાર્થ અહીં વિશેષ=ગુણાધિક્ય. પારમાર્થિક દેવમાં ગુણાધિક્ય હોવું જેમણે જાણી લીધું છે અને તેથી હવે આદિધાર્મિકમાં જેવી અતિમુગ્ધતા હતી તે રહી નથી) તેઓ વિશેષ એવા અહંદાદિનું પૂજન કરે તો એ પણ ઇષ્ટ-લાભકર્તા છે જ. હા, અન્ય દેવોની અપેક્ષાએ પોતાનું (કે પોતાને માન્ય દેવનું) ચરિત્ર ઊંચું હોય તો પણ એ અન્ય દેવો પર દ્વેષને ટાળવાથી આ પૂજાદિ લાભકર્તા બને છે.
વિવેચનઃ જ્યાં સુધી વિશેષતાઓ જાણી નથી, ત્યાં સુધી સર્વ દેવોને નમસ્કાર હતો. અધિમુક્તિવશાતું એક દેવને જે નમસ્કારાદિ હતા, તે એ દેવમાં ગુણાધિક્ય જાણ્યું હતું, માટે, એમ નહીં, પણ કુલપરંપરા વગેરે કારણે એમના પર વિશેષ શ્રધ્ધા હતી, માટે. એટલે જ એ વખતે બીજા દેવોને પણ પૂજનીય તો માને જ છે. (પોતે પૂજતો નથી એ અલગ વાત છે.) પણ હવે તો પોતે જ ગુણાધિય જાણી લીધું છે. પારમાર્થિક દેવપણું કેવું હોય ? એમનું નિરૂપણ યથાર્થ છે કે નહીં? વગેરે દ્વારા પારમાર્થિકદેવનો નિશ્ચય કરી લીધો છે, એટલે પારમાર્થિક તરીકે પ્રતીત થયેલા શ્રી અરિહંત પ્રભુની જ પૂજા વગેરે કરે તો એ પણ એ જીવને લાભકર્તા જ છે. બીજા દેવોમાં આ ગુણાધિક્ય જોવા મળતું નથી, માટે એમને હવે પૂજનીય પણ માનતો નથી. હા, છતાં એમના પ્રત્યે દ્વેષ તો ન જ જોઈએ. આશય એ છે કે મહાદેવ અષ્ટક વગેરે પરથી અન્ય દેવોના અત્યંત વિચિત્ર કહી શકાય એવાં વૃત્તો = ચરિત્રો જાણવા મળે છે. પોતે તો સદાચારમય પવિત્ર જીવન જીવનારો છે. એટલે પોતાનામાં ઊંચો સદાચાર છે, અન્ય દેવમાં, લોકમાં દેવ તરીકે પૂજાતા હોવા છતાં કલંકરૂપ દુરાચાર છે. છતાં એના પર દ્વેષ ન થાય એની કાળજી રાખવી જરૂરી બની રહે છે. તો જ પોતે શ્રીઅરિહંતની જ જે પૂજાદિ