________________
३६८
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ९ રહેલાં ગુણાધિક્યનું પરિણાન થાય, તો એનાથી વિશેષ ભક્તિ વગેરે રૂપ વિશેષ ફળોદય થાય, પણ એ ન થયું હોય ત્યાં સુધી તો સામાન્ય ભક્તિરૂપ સામાન્ય ફળોદય જ થાય છે. કારણ કે તે આદિધાર્મિક જીવો અત્યંત મુગ્ધ હોવાના કારણે દેવતાની કોઈ વિશેષતાને યોગાનુયોગ પ્રાપ્ત થયેલાં શુદ્ધ દેવમાં અન્ય દેવોની અપેક્ષાએ રહેલી વીતરાગતા, સર્વદોષશૂન્યતા, યથાર્થ પ્રરૂપકતા વગેરે રૂપ વિશેષતાઓમાંથી કોઈ વિશેષતાને જાણતા હોતા નથી. તેથી, એમની વિશિષ્ટ પ્રકારની ભક્તિ વગેરેરૂપ વિશેષ વૃત્તિને હજુ યોગ્ય હોતા નથી, પરંતુ સામાન્ય ભક્તિરૂ૫ સામાન્ય વૃત્તિને જ યોગ્ય હોય છે.
આશય એ છે કે યોગાનુયોગ શુદ્ધ દેવની પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ આદિધાર્મિક જીવ મુગ્ધતાના કારણે બીજા દેવોની અપેક્ષાએ આ વીતરાગ એ શુદ્ધ દેવ છે એમ જાણતો નથી. એ તો હજુ બધા દેવોની જેમ આને પણ એક સમાન દેવ જ માને છે, ને તેથી જ બધા દેવોની કરે એમ સામાન્ય ભક્તિ જ કરે છે. એટલે કે એ હજુ આવી સામાન્ય ભક્તિને જ યોગ્ય છે. વસ્તુતઃ “આ ગુણિયલ ઉત્તમ પુરુષ છે” એવી એક સમાન ભક્તિશ્રદ્ધા બધા દેવો પ્રત્યે છે. એટલે એને મન દેવત્વેન બધા દેવ એક જ છે, ને તેથી બધાની એક સમાન ભક્તિ છે. તથા આવી ભક્તિથી દેવભક્તિ કરે છે, તેથી પુણ્ય બંધાય છે. મતિઅભિનિવેશ નહીં હોવાથી અશુભ અનુબંધ પડતા નથી. તેથી આ પુણ્યના પ્રભાવે પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. આ ફળોદય છે. પણ અવિશેષ બુદ્ધિ = અન્યદેવોને સમાનપણાની બુદ્ધિ હોવાથી આ ફળોદય આનુષંગિક સામાન્ય ફળોદયરૂપ બની રહે છે.
પ્રશનઃ અધિમુક્તિવશાત્ એક જ દેવની ભક્તિ કરનારાને ચારિસંજીવિનીચારન્યાય કેવી રીતે લાગુ પડશે ?
ઉત્તરઃ નહીં જ પડે. તેમ છતાં, સ્વઇષ્ટદેવની “આ ગુણિયલ-ઉત્તમ પુરુષ છે' એવી ભક્તિથી પૂજા કરતો હોવાથી પુણ્ય બંધાય છે અને અભિનિવેશ નહીં હોવાથી અશુભ અનુબંધ પડતા નથી. તેથી આ પુણ્યના પ્રભાવે છેવટે ભવાંતરમાં પણ શુદ્ધ દેવની પ્રાપ્તિ થાય છે. જેવું દેવ માટે છે, એવું જ ધર્મ માટે છે. શિષ્યલોકમાં જે જે ધર્મ તરીકે પ્રસિદ્ધ છે, “ઘણા લોકો કરે છે, એ બધું મારે પણ કરવાનું આવા અભિપ્રાયથી બધી ધર્મક્રિયા કરે છે. અથવા કુલપરંપરા પ્રાપ્ત કોઈ એક ધર્મની ધર્મક્રિયા કરે છે. કોઈ મતિઅભિનિવેશ નથી. એટલે પુણ્ય પ્રભાવે સાચા=શુદ્ધ ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ સામાન્ય કક્ષાના ઉપર જણાવ્યા મુજબના ઇન્દ્રિય-કષાયનિગ્રહ યુક્ત અને મતિઅભિનિવેશથી રહિતપણે જે અનુષ્ઠાનો થાય એ શુદ્ધમાર્ગના પ્રાપક બને છે. છતાં એમાં વિશેષ બુદ્ધિ નહીં હોવાથી આ આનુષંગિક ફળોદયરૂપ જ બની રહે છે.
પ્રશન: લોકોમાં તો યજ્ઞાદિમાં પશુબલિ, બકરીઈદમાં બકરીને હલાલ કરવી. આ બધું પણ ધર્મ લેખાય છે. તો આદિધાર્મિક શું એ પણ કરશે ? ને એનાથી પણ શુદ્ધ ધર્મક્રિયા પ્રાપ્ત થશે ?
ઉત્તર : અનાભિગ્રહિક મિથ્યાત્વ, જિતેન્દ્રિય-જિતક્રોધ વગેરે પરથી જણાય છે કે આદિધાર્મિકનું મોહનીયકર્મ મોળું પડ્યું હોય છે. એટલે આવી ક્રિયા ઉપસ્થિત થવા પર, મોહનીયની આ મંદતાના પ્રભાવે એનું અંતઃકરણ જ પોકારવા માંડે છે કે આવો તે કાંઈ ધર્મ હોતો હશે ? હિંસા નામ ભવેત્ થ ન ભૂતો ન ભવિષ્યતિ... અને તેથી એ એવી ક્રિયા કરશે જ નહીં.
શંકા જેવું દેવ અને ધર્મ માટે છે, એવું જ ગુરુ માટે પણ ખરું ને ?
સમાધાનઃ હા, સામાન્યથી એવું જરૂર કહી શકાય. ત્યાગીનો વેશ જુએ ને “મારા કરતાં ઘણા ઊંચામહાન, સંસારત્યાગી, સાધના કરનારા.” આવી બુદ્ધિ થાય.. ને મતિઅભિનિવેશ હોય નહીં તો બધા ત્યાગીની