________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३५१ योगारम्भेऽपि योगस्य निश्चयेनोपपादनात् । मदुक्तं लक्षणं तस्मात्परमानन्दकृत् सताम् ।।३२।।
'योगेति । योगारम्भेऽपि योगप्रारम्भकालेऽपि निश्चयेन=निश्चयनयेन योगस्योपपादनाद् =व्यवस्थापनात्, 'क्रियमाणं कृतमिति तदभ्युपगमात् । आद्यसमये तदनुत्पत्तावग्रिमसमयेष्वपि तदनुत्पत्त्यापत्तेः । वस्तुतो योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथाऽनुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसद्भावोऽवश्यमभ्युपेय इति प्रागुक्ताव्याप्तिर्वज्रलेपायितैव । ક્રોધાદિથી પ્રેરાઈને વિરુદ્ધ કાર્યોમાં-અકાર્યોમાં જ પ્રવર્તે છે. રાક્ષસ-પિશાચવગેરેને કાયમ આ જ ચિત્ત હોય છે. રજોગુણના અતિરેકથી ચિત્ત ક્ષિપ્ત બને છે. રજોગુણથી પ્રેરાયેલું હોવાથી એ અસ્થિર-ચંચળ હોય છે ને તેથી સારા-નરસા.. અનુકૂળ-પ્રતિકૂળ જે વિષયો મળે એમાં રમ્યા કરે છે, કદાચ વિષયો ન મળ્યા હોય તો કાલ્પનિક વિષયોમાં રાચ્ય કરે છે. દૈત્ય-દાનવ વગેરેને કાયમ આ ચિત્ત હોય છે. રજોગુણ અને તમોગુણ બને સમપ્રમાણમાં હોય.. સત્ત્વગુણ અલ્પાંશે આ બે કરતાં અધિક હોય.. ચિત્તની આવી અવસ્થા એ વિક્ષિપ્તચિત્ત છે. સત્ત્વની કંઈક અધિકતાના કારણે એ તુચ્છ-પ્રતિકૂળવિષયોનો પરિહાર કરે છે ને અનુકૂળ વિષયોમાં પ્રવૃત્ત થાય છે. દેવોને સદા આ ચિત્ત હોય છે. આ ચિત્તમાં સત્ત્વ અધિક હોવા છતાં ઉદારશબ્દાદિ વિષયોની પ્રવૃત્તિ હોવાથી સ્થિરતા હોતી નથી. ને તેથી એ સમાધિમાં ઉપયોગી બની શકતું નથી. માટે ચિત્તની આ ત્રણ અવસ્થાઓ દરમ્યાન યોગ હોતો નથી.
ધ્યેય સિવાયની વૃત્તિઓનો નિરોધ એ એકાગ્રતા છે. એના પ્રભાવે કૂટનિત્યચિતસ્વરૂપ પુરુષનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર થવા પર અવિદ્યાનો ઉચ્છેદ થવાના કારણે અવિદ્યામૂલક ક્લેશનો ક્ષય થાય છે. આ અવસ્થામાં સમ્પ્રજ્ઞાતયોગ હોય છે. અહીં રજોમય અને તમોમય વૃત્તિઓનો સર્વથા નિરોધ હોય છે. આત્મવિષયક સાત્ત્વિક વૃત્તિ હોય છે. આ એકાગ્રચિત્ત ધ્યેયવસ્તુભૂતપુરુષતત્ત્વના સાક્ષાત્કારદ્વારા ક્લેશાદિનું ઉચ્છેદક હોવાના કારણે મોક્ષહેતુ છે. માટે “યોગ” તરીકે સંમત છે. સકલવૃત્તિઓનો નિરોધ થવા પર નિરુદ્ધચિત્ત થાય છે. એ થવા પર અસ...જ્ઞાતયોગ હોય છે. સકલવૃત્તિ અને સંસ્કારનો દાહ કરવા દ્વારા એ મોક્ષહેતુ છે. આમ એકાગ્રતા અને નિરુદ્ધ આ બે ચિત્ત જ સમાધિમાં ઉપયોગી હોવાથી એ અવસ્થામાં જ યોગ હોય છે. અને રોધ શબ્દનો વાચ્યાર્થ એકાગ્રતા-નિરોધસાધારણ લેવાથી બન્નેમાં લક્ષણ જાય જ છે, પછી અવ્યાપ્તિ દોષ શી રીતે ?
ગ્રન્થકાર ઃ આ વાત બરાબર નથી. ૧૧-૩૧ છે (એ કેમ બરાબર નથી ? એ જણાવીને બત્રીશીનો ઉપસંહાર કરતાં અંતિમગાથા કહે છે –).
ગાથાર્થ: યોગારંભમાં પણ યોગની સંગતિ હોવાથી (એ વાત બરાબર નથી.) એટલે મારું કહેલું લક્ષણ સજ્જનોને પરમાનંદ કરનારું છે.
ટીકાર્ય : યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયે યોગની સંગતિ=વ્યવસ્થા થાય છે, કારણકે નિશ્ચયનયે ક્રિયમાણે કૃત માનેલું છે. તે પણ એટલા માટે કે પ્રથમસમયે જો તે ઉત્પન્ન ન થાય તો અગ્રિમસમયોમાં પણ તે ઉત્પન્ન થાય નહીં. વસ્તુતઃ તો યોગવિશેષના પ્રારંભકાળે પણ કર્મક્ષયરૂપ ફળ અન્યથા અનુપપન્ન રહેતું હોવાથી