________________
३५०
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ३१ योगारम्भोऽथ विक्षिप्ते व्युत्थानं क्षिप्त-मूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन्न तत् ।। ३१।।
'योगेति । अथ विक्षिप्ते चित्ते योगारम्भः, क्षिप्तमूढयोश्चित्तयोर्युत्थानम् । एकाग्रे च निरुद्धे च चित्ते समाधिरित्येकाग्रतापृष्ठभाविनश्चित्तस्यालक्ष्यत्वादेव न तत्राऽव्याप्तिः । क्षिप्तं हि रजस उद्रेकादस्थिरं बहिर्मुखतया सुख-दुःखादिविषयेषु कल्पितेषु सन्निहितेषु वा रजसा प्रेरितम् । तच्च सदैव दैत्य-दानवादीनाम् ।
मूढं–तमस उद्रेकात् कृत्याकृत्यविभागासङ्गतं क्रोधादिभिर्विरुद्धकृत्येष्वेव नियमितम् । तच्च सदैव रक्षःपिशाचादीनाम् । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहृतदुःखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तम् । तच्च सदैव સેવાનામ્ | ____एतास्तिस्रश्चित्तावस्था न समाधावुपयोगिन्यः । एकाग्रता-निरुद्धरूपे द्वे एव सत्त्वोत्कर्षाद्य-थोत्तरमवस्थितत्वाच्च समाधावुपयोगं भजेते इति चेत् ? न तत् ।। ३१ ।।।
હોય જ છે. ચિત્તને એકાગ્ર કર્યા વગર કાયનિરોધ કે વાગુનિરોધ શક્ય બનતા નથી જ. એટલે આ રીતે વાર્થ માનવાથી અવ્યાપ્તિ દોષ રહેશે નહીં.
ગ્રંથકાર : વ્રતયુક્ત જીવ શાસ્ત્રવચનાનુસારે જીવાદિતત્ત્વોનું જે ચિંતન કરે છે, એ પણ જૈનગ્રન્થોમાં અધ્યાત્મનામના યોગ તરીકે કહેવાયું છે, પછી ભલે હજુ એમાં એકાગ્રતા કેળવાયેલી ન હોય. એટલે એ પણ લક્ષ્યભૂત છે જ. એ વિશુદ્ધ ચિત્તમાં એકાગ્રતા સાધારણ એવો પણ રોધ નહીં હોવાથી લક્ષણ ન જવાના કારણે અવ્યાપ્તિ આવશે જ. | ૩૦ | (ગ્રન્થકારે આપેલા અવ્યાપ્તિદોષ અંગે પૂર્વપક્ષી પાતંજલ વિદ્વાનો પોતાની માન્યતા રજુ કરે છે -).
ગાથાર્થ શંકાઃ વિક્ષિપ્તચિત્તમાં યોગનો આરંભ હોય છે (પણ યોગ હોતો નથી), ક્ષિપ્ત અને મૂઢચિત્તમાં વ્યુત્થાન હોય છે. એકાગ્ર અને નિરુદ્ધચિત્તમાં સમાધિ હોય છે.
સમાધાન : આ વાત બરાબર નથી.
ટીકાર્થ શંકા : વિક્ષિપ્તચિત્તમાં યોગનો આરંભ હોય છે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન હોય છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ હોય છે. એટલે એકાગ્રતાની પૂર્વભૂમિકામાં રહેલું ચિત્ત લક્ષ્ય જ ન હોવાથી એમાં અવ્યાપ્તિ નથી. ક્ષિપ્ત ચિત્ત રજોગુણના ઉદ્દેકથી અસ્થિર હોય છે અને બહિર્મુખ હોવાના કારણે કલ્પિત કે સંનિહિત=પ્રાપ્ત સુખ-દુઃખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરાયેલું હોય છે. તે દૈત્ય-દાનવાદિને હંમેશા હોય છે. મૂઢ ચિત્તમાં તમોગુણનો ઉદ્દે હોવાના કારણે કર્તવ્ય-અકર્તવ્યનો વિભાગ કરવામાં સમર્થ ન હોવાથી ક્રોધાદિના કારણે વિરુદ્ધ કૃત્યોમાં જ નિયમા જોડાયેલું રહે છે. એ રાક્ષસ-પિશાચ વગેરેને હંમેશા હોય છે. વિક્ષિપ્તચિત્ત સત્ત્વનો ઉદ્દેક હોવાથી દુઃખ સાધનોનો પરિહાર કરીને જ શબ્દાદિમાં પ્રવૃત્ત થાય છે. તે દેવોને હંમેશા હોય છે. આ ત્રણ ચિત્તાવસ્થાઓ સમાધિમાં ઉપયોગી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ.. આ બે અવસ્થાઓ જ સત્ત્વનો ઉદ્દેક હોવાથી અને ઉત્તરોત્તર અવસ્થિત હોવાથી સમાધિમાં ઉપયોગી બને છે. સમાધાન : આ વાત બરાબર નથી.
વિવેચન : તમોગુણના ઉદ્દેથી ચિત્ત મૂઢ બને છે. એમાં કાર્ય-અનાર્યનો વિવેક હોતો નથી. માટે જીવ