________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३५३ જે વસ્તુને દ્રવ્યાત્મક કહી.. એને જ પર્યાયાત્મક પણ કહેવી..
પ્રથમનજરે સાવ વિરુદ્ધ લાગતી આવી વાતોને જગતુના ચોગાનમાં કોઈ પણ જાતના હિચકિચાટ વિના બેધડકપણે કહેવી. પ્રથમ નજરે વિરુદ્ધ જણાતી હોવાથી આ વાતોની અન્યદર્શનકારો બધા ભેગા થઈને મશ્કરી કરી રહ્યા હોય. ત્યારે પણ પોતાની વાતમાં અડગ રહેવું. આ સર્વજ્ઞતા વિના શક્ય જ નથી. બીજાઓને હાંસીપાત્ર બનતી વાતોને અંશમાત્ર પણ વિચલિત થયા વિના વળગી રહેવાનું ક્યારે બને ? અસંદિગ્ધપણે સાક્ષાત્ દેખાતી હોય તો જ ને ? એટલે પ્રભુને તો કેવળજ્ઞાનથી બધું સાક્ષાત્ હોવાથી, વસ્તુમાત્રમાં વ્યાપ્ત સ્યાદ્વાદ પણ સાક્ષાત જ હતો.. ને તેથી પ્રભુએ એનું નિરૂપણ કર્યું.
પણ અન્યદર્શનના પ્રણેતાઓને કેવલજ્ઞાન તો હતું નહીં. એટલે વસ્તુ સવશે સાક્ષાત્ તો છે નહીં. એટલે જે-જે રીતે એનું અસ્તિત્વ અનુભવમાં આવે. એના પરથી જ એ કેવી હશે? એની કલ્પના કરવાની રહી. ને એ કલ્પનાને અનુસરીને જ નિશ્ચય કરવાનો રહ્યો. હવે, કલ્પના જ કરવાની હોય તો, અમુક બાબતો પરથી જેની નિત્ય તરીકે કલ્પના થઈ ગઈ. વળી એ નિત્ય હોવાનું સમર્થન કરનારા કેટલાક તર્કો પણ મળી ગયા. એટલે “એ નિત્ય જ છે' આ વાત મગજમાં જડબેસલાક થઈ ગઈ. એમ તો કેટલીક બાબતો એ વસ્તુને અનિત્ય હોવી પણ ચીંધતી હોય છે. પણ નિત્ય તરીકે અનેક રીતે નિશ્ચિત થઈ ગયેલી વસ્તુને, અનિત્ય તરીકે પણ સ્વીકારવી.. અને તે પણ સર્વજ્ઞતાના કે સર્વજ્ઞવચન રૂપ આગમના પીઠબળ વિના માત્ર કલ્પનાના આધાર પર. આ માનવમન માટે શક્ય નથી.. માટે એ નિશ્ચિત થઈ ગયેલી નિત્યતાને જ વળગી રહે છે, અને અનિત્યતાની સૂચક બાબતોની પછી ગમે તે રીતે સંગતિ કરવા મથે છે. આ સંગીત નિર્દોષ હોવી શક્ય જ હોતી નથી. એટલે પોતાને જ પૂર્વાપરવિરોધ થાય. વ્યવહારથી સાવ વિપરીત હોય. પોતે નિષેધેલી વાતને ક્યાંક પાછી પોતે જ બીજા શબ્દોમાં સ્વીકારી લેવી પડતી હોય. આવું બધું કંઈક અસમંજસ તેઓએ કરવું જ પડે છે. કાંઈ ન સૂઝે. તો છેવટે, અનિત્યતા વ્યવહારથી છે.. પરમાર્થથી તો એ વસ્તુ નિત્ય જ છે. આવું કંઈક પણ સમાધાન વિચારી લઈ “પોતાની એકાંતનિત્યતાની માન્યતાને સાચી ઠેરવી દીધી'-એવા મિથ્યાસંતોષમાં રાચવું પડતું હોય છે.
બીજા કોઈક વિદ્વાનને પહેલાં એવી બાબતો પર ધ્યાન ગયું કે જે વસ્તુને અનિત્ય હોવી સૂચવતી હતી. વળી એના સમર્થક અન્ય તર્કો પણ મળી ગયા.. એટલે “વસ્તુ અનિત્ય જ હોય.’ આ વાત જડબેસલાક ફીટ થઈ ગઈ. પછી વસ્તુની નિત્યતાને સૂચવનાર બાબતો અંગે એ વિદ્વાનો પણ ઉપર કહ્યા મુજબના કંઈક અનુચિત પ્રયાસ કર્યા કરે છે. છેવટે કાંઈ ન સૂઝે તો “વસ્તુ પરમાર્થથી તો અનિત્ય જ છે. નિત્યતા તો માત્ર વ્યાવહારિક છે.” એવા મિથ્યા આત્મસંતોષથી ચલાવી લે છે.
આવું જ દ્રવ્ય-ગુણ કે દ્રવ્ય-પર્યાય કે સ્વરૂપ-સ્વરૂપવાનું કે અવસ્થા-અવસ્થાવાનું વચ્ચેના ભેદ -અભેદ અંગે છે. જેમની દૃષ્ટિ ભેદ પર ગઈ એમણે એકાન્તભેદ માની લીધો, અભેદને નકાર્યો. જેમની દૃષ્ટિ અભેદ પર ગઈ, એમણે એકાન્તઅભેદ સ્વીકારી લીધો અને ભેદને નિષેધ્યો. “જે બે અભિન્ન છે, એ જ બે ભિન્ન પણ છે જ' આવી તો કલ્પના પણ ક્યાંથી આવે ?
આવું જ એકત્વ-અનેકત્વ.. સામાન્ય-વિશેષાત્મકત્વ.. વગેરે જોડકાંઓ માટે જાણવું.
બૌદ્ધોની નજર સ્વરૂપ-સ્વરૂપવાન વચ્ચેના અભેદ પર ગઈ. એકાત્તે અભેદ માની લીધો.. વળી સ્વરૂપ તો પ્રતિક્ષણ બદલાયા કરે છે. માટે સ્વરૂપવાન એવી વસ્તુ પણ પ્રતિક્ષણ બદલાયા કરે છે. આમ એકાન્ત