________________
३६२
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ૪
જ ન કરતો હોય એ આ ઘડતર કઈ રીતે કરી શકે ? ક્રિયાને ભાવની જનક કહી જ છે ને ! નોકરી કરનારો નોકરીનો સમય સાચવે.. કામચોરી ન કરે.. ધનચોરી ન કરે.. ગાળિયું ન ખાય.. હિસાબમાં ગોટાળા ન કરે.. શું આ બધાથી આત્માનું ઘડતર ન થાય ? એમ, વાસના ૫૨ સંપૂર્ણ વિજય ન મળ્યો હોય એ ભૂમિકામાં સ્વદારાસંતોષ પણ આત્માને લાભકર્તા શા માટે ન બની શકે ?
વળી મોક્ષપુરુષાર્થમાટે જે આરાધના હોય છે એ બધીનો ધર્મઆરાધનામાં જ સમાવેશ હોવાથી ધર્માવિનં માં ધર્મ રહેલા પદથી જ ગ્રહણ થઈ જાય છે.. એટલે ‘આદિ' પદથી એ પકડી ન શકાવાથી પણ અર્થકામપુરુષાર્થ જ પકડવા પડે છે. વળી ટીકામાં ધર્માવયઃ પુરુષાર્થા એમ બહુવચનાન્તપ્રયોગ તમામ પુરુષાર્થના ગ્રહણને સૂચવે છે.
શંકા : જો અર્થ-કામ પુરુષાર્થ પણ લાભકર્તા છે તો એ બેને અન્યત્ર અનર્થ રૂપે કેમ કહ્યા છે ? સમાધાન ઃ આમાં વિષયવિભાગ કરવો જોઈએ. નીતિ-પ્રામાણિકતાને નેવે મૂકીને પણ, કોઈ પણ રીતે પૈસો મેળવવો.. આવો કહેવાતો અર્થપુરુષાર્થ અનર્થરૂપ છે. એમ, ત્રિવર્ગ અબાધાને ગુણરૂપ કહ્યો હોવાથી, નીતિ-પ્રામાણિકતા વગેરેને જાળવીને કરાતો પણ જે અર્થપુરુષાર્થ ધર્મ-કામપુરુષાર્થને બાધા પહોંચાડતો હોય તે અનર્થરૂપ છે. એમ, સંતાનોએ કારભાર સંભાળી લીધો હોય.. આજીવિકા વગેરેનો કોઈ જ પ્રશ્ન ન હોય, નિવૃત્તિની ઉંમર આવી ગઈ હોય.. ને છતાં ધંધાનું વળગણ છૂટે જ નહીં અને તેથી અવસરોચિત વિશેષ આરાધના કે સંઘનાં કાર્યો પણ કરી શકે નહીં-એનો રસ પેદા ન થાય.. તો આવો ધંધાના રસરૂપ અર્થપુરુષાર્થ અનર્થરૂપ જાણવો. પણ ઉપર જણાવ્યા મુજબ જે અર્થપુરુષાર્થ આત્મામાં નીતિ-સંતોષ વગેરે ગુણો પ્રગટાવનારા બને એ અનર્થરૂપ નથી, લાભકર્તા છે, એમ સમજવું જોઈએ.
આવું જ કામપુરુષાર્થ અંગે જાણવું જોઈએ. સદાચારને સાવ કોરાણે મૂકીને, બેફામ ભોગ વિલાસ.. એ અનર્થ છે. એમ ધર્મ-અર્થ પુરુષાર્થને બાધારૂપ બની જાય એવો ભોગવિલાસ.. પછી ભલે સ્વપત્ની સાથેનો જ હોય.. તો પણ એ અનર્થ છે. ઉંમર વીતી ગઈ હોય.. શરીર પણ પૂર્વવત્ સાથ આપતું ન હોય.. અથવા એ સિવાય પણ થોડીક ભાવના.. ને થોડુંક સત્ત્વ ફોરવે તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકાય એવા સંયોગ-સામગ્રી હોય.. એવે વખતે પણ ભોગવિલાસને તિલાંજલિ ન આપવી.. આ બધું અનર્થરૂપ છે. પણ વાસનાના જોરના કાળમાં ભૂતને બલિ-બાકળાં નાખવા દ્વારા, એના પર નિયંત્રણ મેળવવાની અશુચિ વગેરે ભાવનાઓથી ભાવિત થવું.. તો એ કામપુરુષાર્થ આત્માને સ્વદારાસંતોષ દ્વારા ક્રમશઃ સંપૂર્ણ બ્રહ્મચર્યની ભૂમિકામાં લઈ જનારો બની શકે છે એમ સમજવું જોઈએ.
આ કે આવો કોઈ અન્ય વિષયવિભાગ જો ન કરવામાં આવે, તો શાસ્ત્રોમાં એક બાજુ ત્રિવર્ગઅબાધાનું ગુણરૂપે કથન.. અન્યત્ર અર્થ-કામનું અનર્થરૂપે કથન.. આ બધાની સંગતિ કઈ રીતે કરવી ? એ એક યક્ષપ્રશ્ન બની રહેશે.
હા, અર્થ-કામ અને ધર્મ વચ્ચે આ એક ફરક જરૂ૨ સમજી શકાય છે કે અર્થ-કામ સ્વરૂપે=અર્થત્વેનકામત્વેન=અર્થ-કામરૂપે તો અનર્થ જ છે, પણ ઉપર કહ્યા મુજબ જો નીતિ-સંતોષ વગેરે ગુણોના જનક બનતા હોય તો એ ગુણજનકન્વેન ગુણજનક બનવારૂપે અર્થરૂપ છે. જ્યારે ધર્મ તો સ્વરૂપે પણ=ધર્મત્વન પણ=ધર્મ તરીકે પણ અર્થરૂપ છે. ગુણજનકન્વેન તો અર્થરૂપ છે જ.