________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३६३ तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेर्भिया । तदासनाद्यभोगश्च तबिम्बस्थापनार्चने ।। ५।।
तद्वित्तेति । तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य योजनं = नियोगः (=तद्वित्तयोजन) तीर्थे देवताऽऽयतनादौ, तन्मृत्यनुमतेः तन्मरणानुमोदनाद् भिया भयेन (=तन्मृत्यनुमतिभिया)। तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनां = आसन-शयन-भोजन-पात्रादीनामभोगः = अपरिभोगः (=तदासनाद्यभोगः) । (तबिम्बस्थापनार्चने=) तबिम्बस्य स्थापनाऽर्चने = विन्यासपूजे ।। ५ ।।
આવા અર્થરૂપ બનનાર અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થનો અવસર પણ દુર્લભ છે એમ સમજી શકાય છે. એવા અર્થ-કામ પુરુષાર્થમાં બાધક બનતી માતપિતાની ઇચ્છાને અનુસરવાનું હોતું નથી.
સારા ૪ નિવેવન-પત્ની-પુત્રાદિને જે આપે એના કરતાં માતપિતાને ઊતરતી કક્ષાનું નહીં આપવું. ઉત્કૃષ્ટ વસ્તુ એક જ આવી હોય તો માતા-પિતાને આપે પણ પત્ની વગેરેને ન આપે. / ૪ ગુરુવસંબંધી અન્ય પૂજન પણ જણાવે છે –
ગાથાર્થ તેમના મૃત્યુની અનુમોદના થઈ જવાનો ભય હોવાના કારણે એમના વિત્તને તીર્થમાં વાપરવું. તેમના આસન વગેરે સ્વયં નહીં વાપરવા. તેમના બિંબની સ્થાપના કરવી અને એની પૂજા કરવી. આ બધું પણ ગુરુપૂજન છે.
ટીકાર્થ : અહીં વિત્ત તરીકે ગુરુવર્ગના અલંકારાદિ લેવાના છે. તીર્થમાં દેવમંદિરાદિમાં એ સમર્પિત કરી દેવા, કારણ કે તે અલંકારાદિને પોતે રાખે તો એમના મૃત્યુની અનુમોદના આવી જવાનો ભય છે. તેમના આસનાદિ આસન, શયન, ભોજન, ભાજન વગેરેનો સ્વયં ઉપયોગ ન કરવો. તેમના બિંબની સ્થાપના અને પૂજા કરવી.
| વિવેચનઃ (૧) શંકા : વિત્ત એટલે ધન.. આ અર્થ પ્રસિદ્ધ છે, તો અહીં “અલંકારાદિ દ્રવ્ય' અર્થ કેમ કર્યો ? અને જો વિત્ત શબ્દ અહીં, બધા પ્રકારની સંપત્તિને જણાવવાના અર્થમાં હોય, તો ધન, ઘર (મકાન), દુકાન, પશુ વગેરે રૂપ સંપત્તિ છોડીને સીધો અલંકારાદિ દ્રવ્ય અર્થ કેમ કર્યો ?
સમાધાન : લોકવ્યવહારથી ધન વગેરેનો પુત્ર અધિકારી ગણાય છે, માટે અહીં ધન વગેરેની વાત નથી. અલંકારાદિ માટે આવો વ્યવહાર નથી, એટલે જ માતાપિતા પોતાના અલંકારાદિ દીકરી-બહેનો વગેરેને પણ બોલાવી- બોલાવી આપવાનો રિવાજ છે.
શંકા ? આવો તફાવત શા માટે છે ?
સમાધાન : એ માટે આવું કારણ વિચારી શકાય છે કે પિતાના ધન-મકાનને તો પુત્ર પિતાની હાજરીમાં પોતાના જન્મથી જ ભોગવતો આવ્યો છે.... દુકાનને પણ ધંધો શરૂ કર્યો ત્યારથી પિતાની હાજરીમાં જ પુત્ર
3. તેથી પ્રસ્તુતગ્રન્થની નયેલતા ટીકામાં અને શબ્દશઃ વિવેચનમાં ધન વગેરેને ઉપભોગમાં પણ દોષ હોવો જે કહ્યો છે, તે ગલત જાણવો, કારણ કે ગ્રન્થકારને જો ધન વગેરે પણ અભિપ્રેત હોત તો મૂળમાં રહેલ વિત્ત શબ્દના અર્થ તરીકે ટીકામાં પણ ધનાદિદ્રવ્યસ્ય કહેત, અલંકારાદિ સુધી જવાની તેઓશ્રીને જરૂર ન પડત.