________________
३६४
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ६
देवानां पूजनं ज्ञेयं शौच-श्रद्धादिपूर्वकम् । पुष्पैविलेपनैधूपैर्नैवेद्यैः शोभनैः स्तवैः ।।६।। વવાનાનિતિ-વ્યવઃ || ૬TI
વાપરતો હોય છે. એટલે એ વાપરવામાં મૃત્યુની અનુમોદનાનો પ્રશ્ન આવતો નથી. એટલે જ પિતાજીએ પોતાની વિદ્યમાનતામાં જે અલંકારાદિ સ્વયં પુત્રાદિને આપી દીધા હોય એ અલંકારાદિ વાપરવામાં પુત્રાદિને આ દોષ લાગતો નથી.
તવાસના . જે આસનાદિને પિતા વગેરે જ વાપરતા હોય (બધા માટે સાધારણ ન હોય) તે આસનાદિને એમની વિદ્યમાનતામાં વાપરવામાં અવજ્ઞા-આશાતનાદિ લાગે. ને પછી તો આમે ઘસાઈને કાઢી જ નાખવાનું હોય છે. માટે એને તીર્થમાં જોડવાની વાત કરી નથી.
તસ્વિચ... માતા વગેરેની અવિદ્યમાનતામાં તેમના બિંબની=પ્રતિબિંબની=છબીની સ્થાપના કરવી. એની ફુલહાર-ધૂપ વગેરે દ્વારા પૂજા કરવી. . પ . આમ ગુરુપૂજારૂપ પૂર્વસેવાની વાત પૂરી થઈ. હવે દેવપૂજાની વાત કરે છે
ગાથાર્થ શૌચ-શ્રદ્ધા વગેરે પૂર્વક સુંદર પુષ્પ-વિલેપન-ધૂપ-નૈવેદ્ય અને સ્તવ દ્વારા દેવોનું પૂજન જાણવું. ટીકર્થ : દેવાનાં.... શ્લોકનો અર્થ સ્પષ્ટ છે.
વિવેચન : ગુરુ સાક્ષાત્ ઉપકારી છે, વળી બધી રોકટોક ગુરુ તરફથી સંભવિત છે, દેવ તરફથી નહીં. એટલે ગુરુની પૂજાથી વિશેષ પ્રકારે ઘડતર થાય છે. તથા ગુરુ જીવંત દેવ છે, જ્યારે દેવ તો સ્થાપના નિક્ષેપ છે. માટે પૂર્વસેવામાં પ્રથમ ગુરુપૂજા કહી. હવે દેવપૂજા કહે છે. વળી ગુરુપૂજામાં પહેલાં ગુરુ તરીકે કોણ અભિપ્રેત છે એ જણાવ્યું ને પછી પૂજા જણાવી. જ્યારે દેવપૂજામાં પ્રથમ પૂજા કહી અને પછી દેવ કોણ એ કહેશે. આવું કરવામાં કારણ એ જ જણાય છે કે ગુરુપૂજામાં પૂજાનું વર્ણન ચાલે છે એટલે પ્રકરણસામ્યવશાત્ અહીં પણ પ્રથમ પૂજા કહી.
આ ઉત્તમ-પરમોત્તમ જીવ છે, અચિંત્યશક્તિસંપન્ન છે, કરુણાસાગર છે, મારું જે કાંઈ સારું થાય છે એ એમની કૃપાથી થાય છે, એમના પૂજનથી દોષનાશ થશે, ગુણવિકાસ થશે.. પાપ નાશ થશે, પુણ્યની પ્રાપ્તિ થશે.' આવા બધા ભાવો જીવને અહંકાર વગેરેથી બચાવતા હોવાથી ઉચિત ઘડતર કરે છે. આવી બધી શ્રદ્ધાપૂર્વક અને શરીર, વસ્ત્ર, પ્રતિમા તથા મનની પવિત્રતાપૂર્વક દેવની પૂજા કરવાની હોય છે. દેવપૂજાથી થતા પાપનાશના પ્રભાવે મોટી કોઈ આપત્તિ આવતી નથી, પુણ્યવૃદ્ધિના કારણે કાર્ય સફળ થાય છે એટલે શ્રદ્ધા વધતી જાય છે.
પ્રથમ વિલેપનપૂજા (ચંદનપૂજા) પછી પુષ્પપૂજા, પછી ધૂપપૂજા (ઉપલક્ષણથી દીપપૂજા), પછી નૈવેદ્યપૂજા. પ્રતિમાના શૌચમાં જળપૂજા આવી ગઈ છે. જેનેતરોમાં અક્ષતપૂજા ને ફળપૂજા કદાચ નહીં હોય. અથવા ફળપૂજા-શ્રીફળ વગેરેનો નૈવેદ્યમાં સમાવેશ કરી દેતા હોય. એટલે નૈવૈદ્યના ઉપલક્ષણથી અક્ષત અને ફળ લઈ લઈએ તો અષ્ટપ્રકારી પૂજા આવી ગઈ. અને સ્તોત્ર કહ્યા એનાથી ભાવપૂજા આવી ગઈ. / ૯ II (દેવપૂજા કહી. પણ કયા દેવની આ પૂજા કરવી? આ શંકાના સમાધાન માટે કહે છે -).