________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा । अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ।। ७।।
अधिमुक्तीति । अनिर्णीतः कुतोऽपि मतिमोहादनिश्चितो विशेषः = इतरदेवताऽपेक्षोऽतिशयो यैस्तेषां (=अनिर्णीतविशेषाणां) महात्मनां परलोकसाधनप्रधानतया प्रशस्तात्मनां गृहिणां सर्वे देवाः सदाऽविशेषण पारगत-हरि-हर-हिरण्यगर्भादिसाधारणवृत्त्या मान्या वा = अथवाऽधिमुक्तिवशात् = अतिशयितश्रद्धाऽनुसारेण || ૭TI
सर्वान् देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।८।।
ગાથાર્થ દેવોમાં રહેલી વિશેષતાઓના અજાણ મહાત્માઓએ સર્વ દેવોને પૂજવા જોઈએ અથવા પોતાની વિશેષ શ્રદ્ધા મુજબ પૂજવા જોઈએ.
ટીકાર્થઃ મતિમોહ વગેરે કોઈપણ કારણે, વિવક્ષિત દેવમાં, અન્ય દેવોની અપેક્ષાએ રહેલી વિશેષતાને જેઓએ જાણી નથી એવા મહાત્માઓએ હંમેશાં પારગત, હરિ, હર, હિરણ્યગર્ભ વગેરે દેવોને સમાન રીતે પૂજવા જોઈએ. અથવા અધિમુક્તિવશાતુ=પોતાની વિશેષ શ્રદ્ધાનુસારે દેવને પૂજવા જોઈએ, સ્વયં ગૃહસ્થ હોવા છતાં પરલોકપ્રધાન જીવન જીવવાથી આત્મા પ્રશસ્ત બને છે. માટે એવા આત્માઓનો અહીં “મહાત્મા' તરીકે ઉલ્લેખ છે.
વિવેચનઃ દેવતત્ત્વ ઘણું ખરું અપ્રત્યક્ષ હોય છે. અપ્રત્યક્ષ બાબતમાં કાં તો જ્ઞાનથી નિર્ણય થાય ને કાં તો લોકવ્યવહારથી. વિશેષ જ્ઞાન પોતાને નથી. અને લોકોમાં તો બધા દેવો પૂજાય છે. માટે સર્વ દેવોને નમસ્કરણીય કહ્યા છે.
અથવા દેવવિશેષનો નિર્ણય તો નથી. તેમ છતાં, પોતાની કુલપરંપરામાં જે દેવ પૂજાતા આવ્યા હોય, એ કારણે કે એવા કોઈ અન્ય કારણે પોતાને વિશેષ શ્રદ્ધા જે દેવ પ્રત્યે હોય, તો એ દેવને પૂજવા જોઈએ, એવું ન હોય તો સર્વ દેવને પૂજે
અહીં દેવવિશેષનો અનિર્ણય હોવામાં કારણ તરીકે મતિમોહ કહ્યો છે. આ મતિમોહ અનેક પ્રકારે સંભવે છે.. જેમ બાળ જીવને ત્યાગીનો વેશમાત્ર જોવાથી ગુરુ ભાસે છે, એમ મુગ્ધતાના કારણે બધા જ દેવ ભાસતા હોય. આમાં વિશેષતા હોય એવી કલ્પના સુધ્ધાં ન હોય. અથવા, દેવનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોય ? દેવે નિરૂપેલાં તત્ત્વની પરીક્ષા શું ? આવી કશી ગતાગમ ન હોય. અથવા આ બધાનો નિર્ણય કરવાના સંયોગ - સામગ્રી ન હોય. . ૭ II (વિશેષગુણ વગેરે કશાની જાણકારી નથી. તો બધા દેવોને નમવાથી પણ શું લાભ?
4. શબ્દશઃ વિવેચનમાં આવા જીવે પણ સર્વે દેવોને ઉપાસ્ય તરીકે માન્ય કરવા જોઈએ એમ જે જણાવ્યું છે તે ગલત જાણવું, કારણ કે તો પછી (૧) ગ્રન્થકારે વા - અથવા કહીને એનો બીજા વિકલ્પ તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે ગલત ઠરે. તથા (૨) પોતાની દેવવિશેષ પ્રત્યે શ્રદ્ધા જ્યારે બંધાઈ જ ગયેલી છે, એ બીજા દેવની પણ સમાન રીતે ઉપાસના કરે તો તો દેવવિશેષની શ્રદ્ધા શું કહેવાય ?