________________
३५९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ।।२।। 'मातेति । वृद्धाः श्रुत-वयोवृद्धलक्षणाः । गुरुवर्गः = गौरव्यलोकसमुदायः ।। २ ।।
હવે આ આચારરૂપ પૂર્વસેવામાં પણ સૌ પ્રથમ ગુરુપૂજા-દેવપૂજા કહી છે. કારણકે સર્વત્ર પૂજ્યની પૂજા મુખ્ય હોય છે. ધનના ક્ષેત્રમાં વેપારીની મોટા વેપારીની સેવા-વિનય વગેરે રૂપ પૂજા... વિદ્યાના ક્ષેત્રમાં શિક્ષકપંડિતની સેવા-વિનયવગેરે રૂપ પૂજા... આમ તે તે ક્ષેત્રવિષયક પૂજ્યની પૂજા તે તે ક્ષેત્રમાં સૌ પ્રથમ જરૂરી હોય છે. પ્રસ્તુતમાં દેવ-ગુરુની ધર્મરૂપે પૂજા છે અને માતા-પિતા વગેરેની ઔચિત્યરૂપે પૂજા છે. પૂજ્યની પૂજા આત્મામાં નમ્રતા લાવે છે જે દરેક ગુણની યોગ્યતા ઊભી કરે છે. માટે એ સૌ પ્રથમ કહ્યા પછી શિષ્ટાચારરૂપ સદાચાર કહ્યો. અને ત્યારબાદ તપ. કારણ કે શરીર પ્રત્યેની આસક્તિ એ મોટામાં મોટો બાધક છે, જે તપ દ્વારા તૂટે છે. વળી કોઈ વિજ્ઞભૂત અશુભકર્મો હોય તો એ તપદ્વારા તૂટે છે. તથા સહનશીલતા કેળવાયેલી હોય તો જ નાની-મોટી પ્રતિકૂળતામાં પણ જીવ યોગમાર્ગ પર ટકી શકે છે. નહીંતર માર્ગભ્રષ્ટ થયા વગર રહેતો નથી. એટલે સહનશીલતા કેળવવા માટે પણ તપ અહીં પૂર્વસેવામાં કહ્યો છે.
આ સર્વમાં અન્વયમુખે ઉચિત પ્રવૃત્તિ એ જેમ પૂર્વસેવારૂપ છે, એમ નિષેધમુખે અનુચિત પ્રવૃત્તિનો ત્યાગ= નિવૃત્તિ એ પણ પૂર્વસેવારૂપે ઉપલક્ષણથી જાણી લેવી જોઈએ. /૧ી હવે પૂર્વસેવામાં સૌ પ્રથમ કહેલા ગુરુપૂજનનું ગ્રન્થકાર નિરૂપણ કરે છે. એમાં પણ ગુરુ તરીકે કોણ કોણ અભિપ્રેત છે ? એ આ બીજા શ્લોકમાં જણાવે છે
ગાથાર્થ માતા, પિતા, કલાચાર્ય, એ બધાના ભાઈ-બહેન વગેરે સ્વજનો, વૃદ્ધો તથા ધર્મોપદેશકો... આ બધા, સજ્જનોને ગુરુવર્ણરૂપે માન્ય છે.
ટીકાર્થ : અહીં વૃદ્ધ તરીકે શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ લેવાના છે. જેઓનું ગૌરવ કરવું જોઈએ એવો લોકસમુદાય એ ગુરુવર્ગ તરીકે અભિપ્રેત છે.
વિવેચન : શાસ્ત્રોમાં સાધુઓને નજરમાં રાખીને શ્રુતસ્થવિર, પર્યાયસ્થવિર અને વયસ્થવિર એમ વિર (=વૃદ્ધ)ના ત્રણ પ્રકાર બતાવ્યા છે. અહીં સાધુઓની વાત નથી. માટે પર્યાયસ્થવિર સંભવતા ન હોવાથી બે વૃદ્ધની જ વાત કરી છે. શાસ્ત્રોનો વિશિષ્ટ પ્રકારે બોધ ધરાવનારા મહાનુભાવો શ્રુતસ્થવિર કહેવાય અને ૬૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરવાળાઓ વયોવૃદ્ધ કહેવાય. માતા વગેરે સ્થાન ગૌરવને યોગ્ય છે. અર્થાત્ આ માતાવગેરેમાં વિશેષ ગુણ ન હોય તો પણ એમના સ્થાનને નજરમાં રાખીને એમને ગૌરવ આપવું જોઈએ. હા, કોઈ અફન્તવ્ય દોષ તો ન જ હોવો જોઈએ. આ ગુરુવર્ગ સિવાયની વ્યક્તિઓમાં ગૌરવાહિતા ભજનાએ છે. અર્થાત્ વિશેષગુણ હોય તો ગુણગૌરવ કરવું.. ના હોય તો નહીં. //રા આ ગુરુવર્ગનું પૂજન કઈ રીતે કરવું ? એ હવે ક્રમશઃ ત્રણ શ્લોક દ્વારા દર્શાવે છે
1. અહીં ધર્મોપદેશક પણ સ્વતંત્ર ગુરુવર્ગ તરીકે અભિપ્રેત છે. એટલે શબ્દશઃ વિવેચનમાં “વૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા' એવો જે અર્થ કર્યો છે અને નયલતામાં તે વહીવૂશ ? ત્યાદિ ધર્મોદ્દેદારી આવી જે ટીકા કરી છે તે ગલત જાણવી. કારણ કે પોતાને ધર્મનો ઉપદેશ આપનાર વૃદ્ધ ન હોય તો પણ ગૌરવાઈ છે જ. એમ શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ જન, ધર્મોપદેશક ન હોય તો પણ ગૌરવ કરવા યોગ્ય છે જ.