________________
३५८
पूर्वसेवाद्वात्रिंशिका १३ - १ / અથ પૂર્વસેવાáશિવા / ૧૨ इत्थं विचारितलक्षणस्य योगस्य प्रथमोपायभूतां पूर्वसेवामाह - पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेति प्रकीर्तिता ।। १।। પૂર્વસેવા ત્રિતિ | સ્પષ્ટ: | 9
અવતરાણિકાર્ય : આમ યોગનું લક્ષણ વિચાર્યું. હવે યોગના પ્રથમ ઉપાયભૂત પૂર્વસેવાને આ બત્રીશીમાં કહે છે -
વિવેચન : ગ્રન્થકારે દસમી બત્રીશીમાં “મોક્ષનો મુખ્ય હેતુ બનતો વ્યાપાર એ યોગ” એવું પોતાને માન્ય યોગનું લક્ષણ દર્શાવ્યું. અગ્યારમી બત્રીશીમાં પતંજલિઋષિએ દર્શાવેલ “ચિત્તવૃત્તિઓનો નિરોધ એ યોગ છે” એ લક્ષણની વિચારણા કરી અને એમાં રહેલા દૂષણો દર્શાવી પોતે કહેલ યોગલક્ષણ જ નિર્દોષ છે એ વાત જણાવી. એટલે હવે યોગના લક્ષણ અંગે કોઈ દ્વિધા રહી નથી. તેથી મોક્ષેચ્છુ આત્મા માટે મોક્ષના મુખ્ય હેતુ બનતા વ્યાપારમાં પ્રવૃત્ત થવું જરૂરી બની રહે છે. પણ જેમ ઘડો બનાવવા માટે માટીને સીધી જ ચાકડા પર ચઢાવી યોગ્ય પ્રક્રિયા ચાલુ કરી દેવાની હોતી નથી. પણ માટીને ખૂંદવી-પોચી કરવી-પિંડરૂપે બનાવવી.. આ બધું સૌ પ્રથમ કરવામાં આવે છે. માટી એ ઘટનું ઉપાદાનકારણ છે. એને આવી યોગ્યભૂમિકા પમાડવા માટે આ જે કાંઈ કરવામાં આવે છે, એ પૂર્વસેવા કહેવાય છે. એમ આત્મા એ મોક્ષનું ઉપાદાનકારણ છે. એ યોગ્ય ભૂમિકા પામે એ પછી જ યોગ-મોક્ષના ઉપાયો અજમાવવા પર સફળતા મળી શકે છે, એ પૂર્વે નહીં. યોગ માટેની આ યોગ્યભૂમિકા જેનાથી નિર્માણ થાય છે, એ યોગની પૂર્વસેવા કહેવાય છે. આ યોગપૂર્વસેવા કિંસ્વરૂપ છે ? એનું ગ્રન્થકાર આ બત્રીશીમાં વર્ણન કરે છે.
ગાથાર્થઃ ગુરુપૂજન, દેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્વેષ. આ પાંચ યોગની પૂર્વસેવારૂપે કહેવાયેલા છે.
ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ છે.
વિવેચનઃ ઉપાદાનકારણ એવું યોગ્ય બનવું જોઈએ કે જેથી એ સહકારી કારણોની (ઉપાયોની) યોગ્ય અસર ઝીલીને ધારેલું પરિણામ પામી શકે. ઉપાદાનકારણની આવી યોગ્યતા એ પ્રધાનયોગ્યતા છે. આવી પ્રધાનયોગ્યતાનું જે કારણ બને તે પૂર્વસેવા છે એ વાત આપણે ઉપર જોઈ ગયા છીએ. આ પ્રધાનયોગ્યતા નિર્માણ કરવાની છે એનો અર્થ જ કે આત્મા પહેલાં અયોગ્ય હતો. આ અયોગ્યતા =પ્રધાનયોગ્યતાનો અભાવ) અનાદિકાળથી હોય છે. નિર્માણ થયેલી હોતી નથી. પણ વિપરીત આચાર અને વિપરીત ભાવો પરિણામો એને સદા ફાલી-ફુલી રાખે છે. એટલે એ અયોગ્યતાને ખસેડીને યોગ્યતા નિર્માણ કરવા માટે યોગ્ય આચાર અને યોગ્ય ભાવ જરૂરી બને છે. માટે ગુરુપૂજન વગેરે ચાર આચાર અને મુક્તિઅદ્વેષ રૂપ ભાવ.. આ પાંચ પૂર્વસેવારૂપે કહેવાયા છે. સામાન્યથી સર્વત્ર નાવાર પ્રથમ વર્ષ. સૂત્ર લાગુ પડતું હોય છે. તેથી અહીં પહેલાં આચારરૂપ પૂર્વસેવા જણાવી છે ને પછી ભાવરૂપ પૂર્વસેવા.