________________
३५६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ३२ આપણે કહીએ છીએ કે એ મૂળભૂત રીતે ચેતનના છે, માત્ર જડ એવા પુદ્ગલનું મિશ્રિતત્વ જોઈએ. સાંખ્યદર્શનવાળા કહે છે કે એ મૂળભૂત રીતે જડ એવી બુદ્ધિના છે, માત્ર પુરુષનું પ્રતિબિંબ જોઈએ. પ્રશ્ન : આમાં સાચું કોણ ?
ઉત્તર : એનો માધ્યઅપૂર્વક વિચારણા કરીને નિશ્ચય કરવો જોઈએ. “આપણે આપણે છીએ માટે સાચા..' આવો વિચાર આત્મઘાતક છે. માધ્યય્યપૂર્વક વિચારણા આવી થઈ શકે
(૧) જ્ઞાન, સુખ-દુઃખાદિ, કામ-ક્રોધાદિભાવો, હાસ્યાદિ લાગણીઓ.. આ બધું જ જો બાદ કરી નાખીએ. તો પછી ચૈતન્ય છે શું? આત્માને જ્ઞાનાદિ સિવાયનું એવું શું સંવેદન છે ? એવો કયો અનુભવ છે? જેને ચૈતન્ય કહી શકાય ? વસ્તુતઃ આ જ્ઞાનાદિ જ ચૈતન્યના વિવિધ સ્વરૂપ છે. આ જ્ઞાનાદિનો અનુભવ એ જ ચૈતન્યનો અનુભવ છે. એટલે ચૈતન્ય જો આત્માનું છે, તો જ્ઞાનાદિ મૂળભૂત રીતે આત્માના છે.
(૨) “ચેતન એવો હું જાણું છું (જ્ઞાન કરું છું) “ચેતન એવો હું સુખી છું' વગેરે અનુભવ થાય છે, પણ ક્યારેય “જડ એવો હું જાણું છું' “જડ એવો હું સુખી છું” આવી લાગણી થતી નથી. માટે પણ જણાય છે કે જ્ઞાન વગેરે ચેતન એવા આત્માના પરિણામો છે, પણ જડના નહીં.
(૩) જ્યારે જડ અને ચેતન અલગ પડી જાય છે, પછી આ જ્ઞાન-સુખાદિને અનુરૂપ ગુણો શુદ્ધ ચેતનમાં મળે છે કે શુદ્ધ જડમાં એ વિચારવું જોઈએ શુદ્ધ જડમાં તો આપણે કે સાંખ્યદર્શનવાળા.. બંને માનતા જ નથી. શુદ્ધ ચેતનમાં (=મુક્તાત્મામાં) આપણે કેવળજ્ઞાન, અનંતસુખ વગેરે માનીએ છીએ. તેઓ માનતા નથી. તો આ બેમાં સાચું શું? સાંખ્યમતવાળા તો અલગ પડી ગયેલા ચેતન કે જડ.. એકમાં જ્ઞાનાદિ કશું માનતા નથી.. તેથી એના આધારે નિર્ણય ન થઈ શકે. પણ આપણે કેવલજ્ઞાન-અનંતસુખ વગેરે મુક્તાત્મામાં માનેલા છે. એ જો સત્ય સાબિત થઈ શકે તો “સંસાર અવસ્થાના જ્ઞાન-સુખાદિ પણ મૂળભૂત રીતે ચેતનના પરિણામો છે એ અનાયાસે જ સિદ્ધ થઈ જાય.
સાંખ્યમતે જ્ઞાન-સુખાદિ બુદ્ધિના પરિણામો છે. વળી બુદ્ધિ પોતે જ યોગ વગેરેનો પુરુષાર્થ કરે છે. ને એ દ્વારા સંપૂર્ણ રીતે જ્ઞાન-સુખાદિથી શૂન્ય થઈ જાય છે. તો શું આ શક્ય છે? ભલે અલ્પજ્ઞાન હોય.. દુઃખમિશ્રિત સુખ હોય. છતાં સાવ જ્ઞાન ન હોવું.. સુખનું સંવેદન ન હોવું.. એના કરતાં તો બેશક અલ્પજ્ઞાન-દુઃખમિશ્રિત સુખનું સંવેદનપણ ગૌરવાસ્પદ છે. ને તેથી, બુદ્ધિ સ્વયં પોતાના ગૌરવાસ્પદ સ્વરૂપને છોડી દેવા માટે અત્યંત કષ્ટપ્રદ દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરે એ વાત શું દિમાગમાં જચે એવી છે ? વળી દીર્ઘકાળ અને નિરંતર. આ બેની સાથે “આદરપૂર્વક' પણ જણાવ્યું છે. પોતાના વર્તમાન સ્વરૂપ કરતાં હિનસ્વરૂપ માટે બુદ્ધિ આદરપૂર્વક પ્રવર્તે આવું માનવામાં શું ઔચિત્ય છે ? હકીકત એ છે કે સામા પ્રવાહે તરવા જેવી અત્યંત કષ્ટસાધ્ય સતત સંઘર્ષસાધ્ય નિરંતર દીર્ઘકાલીન આદરસહિતની સાધના શક્ય તો જ બને જો એના ફળસ્વરૂપે કોઈ અતિ અતિ અતિવિશિષ્ટ કક્ષાની ચીજ પ્રાપ્ત થવાની હોય.. નજર સામે આવું કોઈ ફળ રમતું ન હોય તો અતિકષ્ટસાધ્ય સાધના કરવાનો ઉલ્લાસ જાગે જ શી રીતે ? એમ એ સાધનાને ટકાવી રાખવાનો ને ટકાવ્યા બાદ વધાર્યું રાખવાનો ઉલ્લાસ પણ બને શી રીતે ?
શંકા : પણ પુરુષનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવું એ જ એનું અત્યંત વિશિષ્ટ ફળ છે ને! સમાધાન : પુરુષ તો સદા નિર્લેપ હોવાથી એનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ જ છે ને ! એ ક્યાં નવું પ્રગટ કરવાનું