________________
३५२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ३२ तस्मान्मदुक्तं लक्षणं 'मोक्षमुख्यहेतुव्यापार' इत्येवं रूपं सतां = व्युत्पन्नानामदुष्टत्वप्रतिपत्तिद्वारा પરમાનન્ Tીરૂર /
| | તિ પતિગ્નનો નિક્ષીવિવારદ્વત્રિશા T199 /
વ્યવહારનયે પણ યોગસામાન્યની વિદ્યમાનતા અવશ્ય માનવી જોઈએ. એટલે પૂર્વે કહેલી અવ્યાપ્તિ વ્રજલેપ જેવી બની જાય છે. તેથી “મોક્ષનો મુખ્ય હેતુભૂત વ્યાપાર એ યોગ” આવું મેં કહેલું લક્ષણ જ સજ્જનોને=બુદ્ધિમાનું જીવોને અદુષ્ટતાની પ્રતિપત્તિ દ્વારા પરમાનન્દ કરનારું છે.
વિવેચન : ‘ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં યોગનો આરંભ હોય છે, પણ યોગ હોતો નથી, એટલે યોગનું લક્ષણ નહીં જાય તો પણ અવ્યાપ્તિદોષ નથી” આવું પાતંજલ વિદ્વાનોએ જે કહ્યું હતું, એનો ગ્રન્થકારે જવાબ આપ્યો કે એ વાત બરાબર નથી. “એ કેમ બરાબર નથી ? એનો હેતુ ગ્રન્થકાર આપે છે કે ક્રિયમાણે કૃતં ન્યાયે નિશ્ચયનય યોગના પ્રારંભકાળમાં પણ યોગ માને છે. અર્થાત્ જેમ કરાઈ રહ્યું હોય તે કરાઈ ગયું કહેવાય છે, એમ યોગ જો કરાઈ રહ્યો છે, તો કરાઈ ગયો એમ કહી શકાય છે. યોગપ્રક્રિયાના આદ્યસમયે જો યોગ ઉત્પન્ન થયેલો માનવામાં ન આવે, તો પછીના બીજા-ત્રીજા વગેરે સમયે પણ એની ઉત્પત્તિ માની શકાય નહીં. કારણકે જે પ્રક્રિયા પોતાની વિદ્યમાનતામાં યોગને ઉત્પન્ન ન કરી શકે, એ પછી પોતાની અવિદ્યમાનતાના કાળમાં યોગને શી રીતે ઉત્પન્ન કરી શકે ? (આના પર પાતંજલ વિદ્વાન કદાચ એમ કહે કે એક સમય તો છદ્મસ્થનો અવિષય છે. એટલે ગ્રન્થકાર અન્તર્મુહૂર્તને વિષય બનાવતા વ્યવહારનયનો આશ્રય લઈને કહે છે.)
વ્યવહારનયે પણ યોગવિશેષના પ્રારંભકાળે યોગ માનવો જરૂરી છે, કારણકે યોગનું કાર્ય જે કર્મનિર્જરા છે તે તો પ્રારંભકાળે પણ યથાયોગ્ય થાય જ છે. એટલે એ નિર્જરાના કારણભૂત યોગની હાજરી માનવી જરૂરી છે જ. વળી એ વખતે એકાગ્રતા કે નિરોધ તો છે નહીં. માટે તમે કહેલું યોગલક્ષણ એમાં જતું ન હોવાથી અવ્યાપ્તિદોષ વજલેપ જેવો જડબેસલાક છે જ.
વળી એ પ્રારંભકાલીન પ્રક્રિયા (અધ્યાત્મયોગ) પણ મોક્ષના હેતુભૂત મુખ્ય વ્યાપારરૂપ તો છે જ. એટલે મેં (=ગ્રન્થકારે) કહેલું યોગનું “મોક્ષનો હેતુભૂત મુખ્ય વ્યાપાર એ યોગ એવું લક્ષણ જાણકાર સજ્જનોને નિર્દોષ પ્રતીત થવાથી પરમાનન્દને કરનારું છે. [ક્રિયમાણે કૃત. આ ન્યાય જ્યારે (બંધ-નિર્જરા વગેરે રૂપ) એક સમયની ક્રિયા હોય ત્યારે નિશ્ચયનયને માન્ય છે અને દીર્ઘકાલીન ક્રિયા (સંથારો પાથરવો વગેરે રૂ૫) હોય ત્યારે એ વ્યવહારનયને માન્ય છે એ જાણવું. આની વિસ્તૃત સમજણ માટે મારો નિયર્વિશિકાગ્રન્થ જોવો.] . ૧૧-૩૨ //
આ બત્રીશી અંગે કંઈક વિચારણા...
આપણે આત્માનું શુદ્ધ સ્વરૂપ અને અશુદ્ધસ્વરૂપ.. આ બન્ને વચ્ચે કેટલો મોટો તફાવત છે એ પૂર્વે વિચારી ગયા છીએ.
જે વસ્તુને નિત્ય કહી એને જ અનિત્ય પણ કહેવી... જે વસ્તુને એક કહી એને જ અનેક પણ કહેવી..... જે વસ્તુને ભિન્ન કહી એને જ અભિન્ન પણ કહેવી.