________________
३४९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् । एकाग्रतावधौ रोधे वाच्ये च प्राचि चेतसि ।।३०।।
तथा चेति । तथा च जैनदर्शनजयसिद्धौ च प्रोक्तलक्षणं पतञ्जल्युक्तयोगलक्षणं कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः । एकाग्रतावधौ एकाग्रतानिरोधमात्रसाधारणे च रोधे वाच्ये प्राचि-एकाग्रतायाः पृष्ठभाविनि चेतसि अध्यात्मादिशुद्धेऽव्याप्तम् ।। ३०।।। યોગલક્ષણને સ્થિર કરવા માટે અન્યદર્શનીય યોગલક્ષણની વિચારણા કરવી જોઈએ. એટલે એ માટે અગ્યારમી બત્રીશીમાં પતંજલિઋષિકૃત ચિત્તવૃત્તિનિરોધો યોગઃ એવા લક્ષણની વિચારણા ચાલી રહી છે. આ વિચારણામાં અત્યાર સુધીમાં એ યોગલક્ષણમાં કોઈ દૂષણ ગ્રન્થકારે બતાવ્યું નથી. માત્ર આત્માને અપરિણામી માનો તો એ લક્ષણ ઘટી શકે નહીં.. વગેરે વિચારણા કરી. અને છેવટે આત્માને પરિણામી માનવામાંsધ્રુવાધ્રુવ માનવામાં કોઈ દોષ નથી એ જણાવ્યું ને તેથી જૈનદર્શનનો જય થાય છે. એમ ઉપસંહાર કર્યો. પણ પતંજલિ ઋષિએ કરેલા લક્ષણમાં કોઈ દૂષણ તો બતાવ્યું નથી. તો શું એ “સર્વથા નિર્દોષ' તરીકે ગ્રન્થકારને માન્ય છે ? એવી શંકાના સમાધાન માટે, એ લક્ષણમાં રહેલો અવ્યાપ્તિદોષ હવે ગ્રન્થકાર જણાવે છે –).
ગાથાર્થ ? અને તો (તમે) કહેલું લક્ષણ કાયરોધ વગેરેમાં અવ્યાપ્ત છે. એકાગ્રતા સુધી રોધનો વાચ્યાર્થ માનવામાં પણ પૂર્વના ચિત્તમાં (કહેલું લક્ષણ અવ્યાપ્ત છે.)
ટીકાર્થ ? તથા ચ=અને જૈનદર્શનનો જય સિદ્ધ થયે છતે પતંજલિએ કહેલું લક્ષણ કાયરોધ “વગેરેમાં અવ્યાપ્ત છે. “વગેરે થી વાગુનિરોધાદિનું ગ્રહણ છે. એકાગ્રતા અને નિરોધ આ બેમાં જ રોધ માનવાનો હોય તો એકાગ્રતાની પૂર્વકાળમાં રહેલ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનું લક્ષણ અવ્યાપ્ત છે.
વિવેચનઃ શ્રી પતંજલિઋષિએ “ચિત્તવૃત્તિનિરોધ એ યોગ' આ લક્ષણ કહેલું છે. આમાં ચિત્તવૃત્તિનો જ નિરોધ કહ્યો છે એટલે એ સ્પષ્ટ છે કે આ લક્ષણ કાયનિરોધ અને વચનનિરોધમાં જતું નથી. અને તેથી અવ્યાપ્તિ દોષ છે.
(પાતંજલ : કોઈક લક્ષ્યમાં લક્ષણ ન જતું હોય તો અવ્યાપ્તિ કહેવાતી હોય છે. પણ અમારી માન્યતા મુજબ કાયનિરોધ-વચનનિરોધ વગેરે લક્ષ્યભૂત જ નથી, અર્થાત્ એ અમને યોગતરીકે માન્ય જ નથી. પછી એમાં લક્ષણ ન જવું એ તો ગુણરૂપ છે, અવ્યાપ્તિ દોષરૂપ નહીં.)
ગ્રન્થકાર : જૈનદર્શનનો જય સિદ્ધ થયો એટલે જૈનદર્શનને યોગ તરીકે જે જે માન્ય છે, એ તમારે પણ માન્ય કરવા જ પડે. અને જૈનદર્શનને, પાપમાં પ્રવર્તતી કાયાને રુંધવી એ કાઉસ્સગ્ગ અને શૈલેશી અવસ્થા અંગેનો કાયનિરોધ... આ બધું જ યોગ તરીકે માન્ય છે. એ જ રીતે વાગુનિરોધ અંગે જાણવું.. એટલે આ બધું જ યોગના લક્ષ્ય છે જ. ને તેથી એમાં લક્ષણ ન જતું હોવાથી અવ્યાપ્તિ દોષ છે જ.
પાતંજલ ઃ ચિત્તના પાંચ પ્રકાર છે (ચિત્તની પાંચ અવસ્થાઓ છે.) લિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. “ચિત્તવૃત્તિનિરોધો યોગઃ” યોગના આવા લક્ષણમાં જે નિરોધ શબ્દ રહ્યો છે, તેનો પચ્ચાનુપૂર્વીક્રમે એકાગ્રતા સુધીનો અર્થ લેવાનો છે. અર્થાત્ એકાગ્રતા અને નિરોધ આ બે જ પકડાય એ રીતે નિરોધ શબ્દનો વાચ્યાર્થ લેવાનો છે. એકાગ્રતા માટે પણ વિવણિત વિષય કરતાં અન્ય વિષયમાં જતો ચિત્તનો નિરોધ કરવાનો