________________
३४८
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २९ ન, અનુમૂયમાનમિયોપયોગસ્વમાવત્વેને તવિરોઘાવતિ || ૨૬ IT કથંચિત્ ભિન્ન પણ છે ને તેથી જ્ઞાનગુણવાળો છે. બુદ્ધિ-ઉપલબ્ધિ અને જ્ઞાન. આ બધા એકાWક શબ્દો છે. એટલે આત્મા જો જ્ઞાનગુણવાળો છે તો બુદ્ધિગુણવાળો પણ છે જ. (સાંખ્યદર્શનકારો બુદ્ધિ-ઉપલબ્ધિ-જ્ઞાનને અલગઅલગ માને છે, માટે એના ખંડન માટે આ ત્રણે એકાર્થક છે એમ અહીં જણાવ્યું છે વૃદ્ધિપસ્થિíનમિત્યનÍન્દરમ્ (૧-૧-૧૫) આ ન્યાયસૂત્ર પણ ત્રણેને અનર્થાન્તર=એકાર્થક જણાવે છે. ન્યાયદર્શનવાળા આત્માને એકાન્ત જ્ઞાનવાનું માને છે, સાંખ્યદર્શનવાળા એકાંતે જ્ઞાનમય માને છે. જૈનદર્શન ઉપર જણાવ્યા મુજબ બંને કથંચિદ્ માને છે. એટલે બુદ્ધિ એ આત્માનો ગુણ છે અને આત્મા બુદ્ધિગુણવાન છે.
વળી આત્મા કથંચિત્ જ્ઞાનમય છે. એટલે જ્ઞાનનાશે આત્માનો પણ કથંચિત્ નાશ થાય છે, માટે એ અધ્રુવ છે..... તથા આત્મા કથંચિત્ જ્ઞાનગુણવાનું છે, એટલે જ્ઞાનનાશ થવા છતાં આત્મા ઊભો રહે છે. માટે એ કથંચિ ધ્રુવ છે. આમાં આત્માને જ્ઞાનગુણવાન માન્યો એટલે દ્રવ્યરૂપ માન્યો. તેથી જણાય છે કે દ્રવ્યરૂપે આત્મા ધ્રુવ છે તથા આત્માને જ્ઞાનમય માન્યો એટલે પર્યાયરૂપ માન્યો.. કારણ કે જ્ઞાન એ ગુણ હોવાથી પર્યાય છે. તેથી પર્યાયરૂપ આત્મા અધ્રુવ છે. આમ જૈનદર્શન અનુસાર આત્મા ધ્રુવાધ્રુવ છે. (પાતંજલ વિદ્વાનોએ પણ બુદ્ધિને. ચિત્તને પરિણામી તરીકે જણાવીને તે તે પરિણામનાશે નાશ પામનારી અને છતાં આગળ-આગળનાં પરિણામોમાં એનો અન્વયે કહેવા દ્વારા નાશ ન પામનારી પણ કહી જ છે ને !).
આત્માને આમ પરિણામી કહેવા દ્વારા ધ્રુવાધ્રુવ કહેતા જૈન દર્શનનો જય થાય છે, કારણ કે આત્માને કૂટનિત્યમાનવાવાળાં પાતંજલવિદ્વાનોને જે દોષો આવવા ઉપર દર્શાવ્યા છે, આમાંનો અંશમાત્ર પણ દોષ જૈનદર્શનમાં આવતો નથી. તે પણ એટલા માટે કે જીવના જ્ઞાન-સુખ-દુઃખ-કર્તુત્વ-ભોસ્તૃત્વ-સંસાર અને મોક્ષ. બધા જ પરિણામો નિરુ૫ચરિત રીતે સંગત થઈ જાય છે. અનુભવાતી વસ્તુને પણ ઉપચરિત માનવાની કોઈ ઝંઝટ નહીં. નિરુપચરિત સંસાર, નિરુપચરિત મોક્ષ, સાધકનો મોક્ષ. . અસાધકનો સંસાર.. બધું જ વિના કોઈ આપત્તિ ઘટી જાય છે. માટે જૈનદર્શનનો જય થાય છે.
પાતંજલ: પુરુષ વિષયનું ગ્રહણ કરવામાં સમર્થ છે, માટે જ ચિતૂપ હોવો સિદ્ધ થઈ જાય છે. પછી એને વિકલ્પાત્મકબુદ્ધિગુણવાળો માનવો યુક્ત નથી. કારણ કે પૂર્વે ૧૪મી ગાથાની વૃત્તિમાં જણાવ્યા મુજબ બુદ્ધિમાં અન્તર્મુખ અને બહિર્મુખ એવા બે વ્યાપારનો વિરોધ છે.
ગ્રન્થકાર યુગપ૬ એક જ ઉપયોગ અનુભવાય છે. પણ આ ઉપયોગ ક્રમિક હોય છે, ને ક્રમશઃ બદલાતો પણ હોય જ છે. એટલે “હું ચેતન છું..” “હું જ્ઞાની છું..” “હું સુખી-દુઃખી' વગેરે અન્તર્મુખ ઉપયોગ છે. “આ ઘડો છે' વગેરે બહિર્મુખ ઉપયોગ છે. એક સાથે આ બન્ને ઉપયોગ માનવાના હોય તો વિરોધ આવે. પણ આ તો ક્રમિક માનેલા છે, પછી વિરોધ શું? | ૧૧-૨૯ II (દસમી બત્રીશીમાં ગ્રન્થકારે યોગલક્ષણ આપેલું. એ
15. શબ્દશઃ વિવેચનકાર સારાંશમાં લખે છે કે સાધનાની પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓ ક્યારેક અંતર્મુખવ્યાપારવાળા થાય છે. તો ક્યારેક પ્રમાદને વશ બહિર્મુખવ્યાપારવાળા પણ થાય છે. સુઅભ્યસ્ત યોગમાર્ગવાળા યોગીઓ બહિર્મુખવ્યાપારને તિરોધાન કરીને અંતર્મુખવ્યાપારવાળા થાય છે. એ જ અધિકારમાં બહિર્મુખવ્યાપારની પોતે શું વ્યાખ્યા કરી છે? એટલું પણ ધ્યાનમાં રાખે તો આવા છબરડા થાય નહીં. તેઓએ જ જ્યારે પોતે બાહ્ય પદાર્થને આશ્રયીને આ ઘટ છે” “આ પટ છે' ઇત્યાદિ વિકલ્પો (જ્ઞાન) કરે છે ત્યારે તેઓ બહિર્મુખવ્યાપારવાળા છે. આ પ્રમાણે જણાવ્યું છે, શું સુઅભ્યસ્ત યોગીઓ બાહ્ય પદાર્થો અંગે “આ ગોચરી નિર્દોષ છે કે નહીં ?” વગેરે રૂપે બહિર્મુખ ઉપયોગ મૂકે જ નહીં ?