________________
३४६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २९ तदभ्युपगमे च मुक्तेऽप्यमुक्तत्वव्यवहारापत्तिरेव दूषणम् । किञ्चैवं मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन મોિિતિ તત્રતિનિવૃત્તિરવયનમ્યુવેતિ દ્રષ્ટમ્ | ર૮
प्रधानभेदे चैतत्स्यात् कर्म बुद्धिगुणः पुमान् ।
स्याद् ध्रुवश्चाध्रुवश्चेति जयताज्जैनदर्शनम् ।। २९ ।। નથી. એટલે, પ્રકૃતિને જો મુક્ત અને અમુક્ત માનશો, તો મુક્ત પુરુષ માટે પણ પ્રકૃતિ અમુક્ત પણ છે જ. અને એ જો અમુક્ત છે તો એ અમુક્તપ્રકૃતિનો પણ પુરુષમાં ઉપચાર થવાથી પુરુષને પણ અમુક્ત કહેવો જ પડશે. આને જ બીજી રીતે કહેવું હોય તો, મુક્તિ જો અવ્યાખવૃત્તિ પદાર્થ છે તો એ પ્રકૃતિમાં જેમ અવ્યાખવૃત્તિ છે એમ પુરુષમાં પણ અવ્યાખવૃત્તિ જ રહેશે. (અવ્યાખવૃત્તિજાતીય વસ્તુ વ્યાપ્યવૃત્તિજાતીય બની શકતી નથી એવું નૈયાયિકોને પણ માન્ય છે. એટલે મુક્તિ પુરુષમાં પણ વ્યાપ્યવૃત્તિ બની નહીં શકવાથી અવ્યાખવૃત્તિ જ રહેશે.) અને તો પછી, કપિસંયોગી વૃક્ષ પણ જેમ અન્યદેશાવચ્છેદન કપિસંયોગાભાવવાનું પણ છે જ, એમ મુક્તપુરુષ પણ અમુક્ત પણ બનશે જ.
વળી આમ તો મુક્તપુરુષને પણ ભવસ્થશરીરવચ્છેદન ભોગ માનવો પડશે.
શંકા: પ્રતિલોમશક્તિથી પાંચભૂત વગેરે પોતપોતાના કારણમાં વિલીન થતા જાય છે. અને એ ક્રમે બુદ્ધિ પ્રકૃતિમાં વિલીન થવા પર પુરુષનો મોક્ષ થાય છે. એટલે મુક્તાવસ્થામાં પાંચ ભૂત-જ્ઞાનેન્દ્રિય-કર્મેન્દ્રિય વગેરે કશું હોતું નથી. એનો મતલબ શરીર હોતું નથી. તેથી મુક્તશરીર જેવો કોઈ વ્યવચ્છેદ્ય ભવસ્થશરીર એમ શરીરનું ભવસ્થ એવું વ્યર્થવિશેષણ શા માટે લગાડ્યું ?
પ્રતિશંકાઃ અહીં “ભવસ્થ એવું શરીર' એવો અર્થ નથી કે જેથી ભવસ્થ એ શરીરનું વિશેષણ બને. અહીં તો “જીવ જ્યારે ભવસ્થ હતો, ત્યારનું એનું શરીર’ એવો અર્થ છે. અર્થાત્ ભવસ્થનું શરીર એ ભવસ્થશરીર એમ ષષ્ઠી તપુરુષ છે.
શંકા પુરુષની મુક્તાવસ્થામાં તો એ શરીર ઉપર જણાવ્યા મુજબ વિદ્યમાન જ નથી. (પૂર્વે જ વિલીન થઈ ગયું છે). પછી તદવચ્છેદન ભોગ શી રીતે સંભવે ?
સમાધાન: આવા પ્રશ્નો ન આવે એ માટે અહીં, ભવસ્થજીવનું શરીર એવો અર્થ લેવો જોઈએ. અર્થાત્ વિવક્ષિત મુક્તપુરુષ કરતાં અન્ય પુરુષ કે જે હજુ અમુક્ત છે=ભવસ્થ છે, એવા ભવસ્થજીવનું શરીર. જેમ આવા જીવની બુદ્ધિની અપેક્ષાએ પ્રકૃતિ, મુક્ત પુરુષ માટે પણ.. અમુક્ત રહી શકે છે કારણ કે પ્રકૃતિ એક જ છે) એમ આવા જીવના (=ભવસ્થજીવના) શરીરની અપેક્ષાએ પ્રકૃતિ, મુક્તપુરુષ માટે પણ ભોગસંપાદન કરી શકે છે, કારણ કે પ્રકૃતિ એક જ છે. અર્થાત્ ભવસ્થશરીરવચ્છેદન પ્રકૃતિ પુરુષયભોગસંપાદક છે. ને એ પ્રકૃતિ સર્વપુરુષો માટે એક જ છે. એટલે એ મુક્તપુરુષ માટે પણ ભોગસંપાદક બનશે જ.
આવી બધી આપત્તિઓ ન આવે એ માટે તે તે પુરુષની પ્રકૃતિ અલગ માનવી જોઈએ. જે પુરુષની પ્રકૃતિ નિવૃત્ત થઈ ગઈ છે, એને ભોગસંપાદન થતું નથી, એ મુક્ત થઈ જાય છે. જેની પ્રકૃતિ હજુ નિવૃત્ત થઈ નથી એને ભોગસંપાદન કરે છે, એ જીવ મુક્ત નથી. આમ બધી વ્યવસ્થા સુચારુ થઈ જાય એ માટે તે-તે પુરુષની પ્રકતિ અલગ-અલગ માનવી જોઈએ. તે ૧૧-૨૮ (હવે દરેકની પ્રકૃતિ અલગ-અલગ માની લઈએ તો બીજું શું માનવું જરૂરી બને છે એ ગ્રન્થકાર જણાવે છે-).