________________
३४४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २८
परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः । तथापि भवमोक्षयोः = संसारापवर्गयोधर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन स्यात्=कथञ्चिद् भेद आवश्यकः ।
मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत् ?
सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ? उभयैकस्वभावत्वान्नायमिति चेद्? भङ्ग्यन्तरेणायमेव ચાતા રૂતિ %િ વૃથા વિદ્યારે? || ર૭ના
प्रसङ्गतादवस्थ्यं च बुद्धर्भेदेऽपि तत्त्वतः । प्रकृत्यन्ते लये मुक्तेन चेदव्याप्यवृत्तिता ।। २८।।
प्रसङ्गेति । बुद्धेर्भदेऽपि प्रत्यात्मनियतत्वेऽप्यभ्युपगम्यमाने (च) तत्त्वत: परमार्थतः प्रकृत्यन्ते प्रकृतिविश्रान्ते लये=दुःखध्वंसे सति प्रसङ्गतादवस्थ्यं=एकस्य मुक्तावन्यस्यापि तदापत्तिरित्यस्यापरिहार एव, प्रकृतेरेव मुक्तेरभ्युपगम्यमानत्वात्, तस्याश्च मुक्तत्वामुक्तत्वोभयविरोधात् ।
ગ્રન્થકારઃ તેમ છતાં, સંસાર દરમ્યાન એ ભોગનિમિત્ત બને છે, મોક્ષમાં ભોગનું અનિમિત્ત બને છે. આમ ભોગનું નિમિત્તત્વ અને અનિમિત્તત્વ એવો ધર્મભેદ થવાથી ધર્મી એવા પુરુષનો પણ કથંચિત્ ભેદ માનવો. આવશ્યક બનવાથી ફૂટસ્થત્વ નહીં રહે.
પાતંજલ : મોક્ષકાળમાં પણ પુરુષનો સ્વભાવ તો ભોગનિમિત્ત બનવાનો જ છે. માત્ર ભોગના અન્ય કારણરૂપ ચિત્તનો અભાવ હોવાથી ભોગ હોતો નથી. એટલે પુરુષમાં કયો ભેદ છે જે એના કૂટસ્થત્વને હાનિ પહોંચાડે ?
ગ્રન્થકાર : સૌમ્ય ! સંસારમાં પુરુષનો ભવસ્વભાવ છે. મોક્ષમાં મોક્ષસ્વભાવ છે. આ બે સ્વભાવ વચ્ચે જ વિરોધ શી રીતે નથી ? અર્થાત્ એ બે વચ્ચે વિરોધ છે જ ને તેથી બન્ને એકીસાથે ન સંભવે. ભિન્ન ભિન્ન કાળે માનવામાં સ્વભાવાન્તર થશે જ ને !
પાતંજલ ઃ આ બે સ્વભાવને કાંઈ અલગ-અલગ સ્વભાવો નથી કે જેથી સ્વભાવાન્તર થતા ફૂટસ્થત્વ બાધિત થઈ જાય. આ બન્નેનો સંવલિત એક ભેગો સ્વભાવ અમે માનીએ છીએ. એટલે કે સંસાર અને મોક્ષ બન્નેનું સંપાદન કરી આપે એવો એક જ સ્વભાવ પુરુષમાં છે, જે સંસાર-મોક્ષ બન્ને કાળ દરમ્યાન અવ્યાહત રહે છે.
ગ્રન્થકાર : ધન્યવાદ ! આ તો તમે અલગ રીતે પણ સ્યાદ્વાદને જ જણાવ્યો. કારણ કે (નિત્યત્વઅનિત્યત્વ વગેરે રૂ૫) બે વિરુદ્ધ ભાસતા ધર્મોનો (નિત્યાનિત્યત્વ વગેરે રૂ૫) એક સ્વભાવે સ્વીકાર એ જ તો સ્યાદ્વાદ છે. એટલે સ્યાદ્વાદના નામથી ખેદ પામવાની જરૂર નથી. /૧૧-૨ (પુરુષ તો એવો ને એવો જ રહે છે, બુદ્ધિના હોવા-ન હોવાથી જ સંસાર-મોક્ષ થાય છે. આવી શંકા અંગે ગ્રન્થકાર કહે છે-).
ગાથાર્થ : પ્રકૃતિમાં વિશ્રાન્તિ પામતા લયરૂપ મોક્ષ માનવામાં, બુદ્ધિનો ભેદ હોય તો પણ તત્ત્વતઃ પ્રસંગ=આપેલો દોષ તદવસ્થ રહે છે. જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન માનો તો.
ટકાર્થ : બુદ્ધિને પ્રત્યાત્મનિયત માનવામાં આવે તો પણ પરમાર્થથી, પ્રકૃતિમાં વિશ્રાન્ત થતા દુઃખધ્વરૂપ લય (એ મોક્ષ હોવાથી) પ્રસંગ=દૂષણ તદવસ્થ જ રહેશે. એટલે કે એકની મુક્તિમાં અન્યની મુક્તિ થઈ જવાના