________________
३४२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २६ अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वम् । तथा च "अकारणमकार्यं च पुरुष” इति वचनं व्याहन्येतेति भावः । 'अधिष्ठानत्वं अभिव्यक्तिदेशाश्रयत्वमेतद्= व्यञ्जकत्वं, पुरुषस्तु सदैकरूप' इति चेत् ? तर्हि तदेत्यादि “तदा द्रष्टुः स्वरूपावस्थान मिति(यो.सू.१-३) सूत्रं निरर्थकं, तदेत्यस्य व्यवच्छेद्याभावात् । काल्पनिकत्वे चैतद्विषयस्य
આ વ્યંજકત્વ (જનકત્વરૂપ નથી, પણ) અધિષ્ઠાનત્વરૂપ = અભિવ્યક્તિદેશના આશ્રયરૂપ છે, પુરુષ તો હંમેશા એક રૂપ જ છે” આવું જો કહેશો, તો યોગસૂત્ર (૧-૩)માં તત્યાદિ ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે” આવું કહ્યું છે, તે નિરર્થક બની જશે, કારણ કે તદા ત્યારે.. આનો કોઈ વ્યવચ્છેદ્ય છે નહીં. આના વિષયને કાલ્પનિક માનવામાં ઘટાદિવ્યવહારના વિષયને પણ તેવો માનવાની આપત્તિ આવવાથી શુન્યવાદીમતમાં પ્રવેશ થઈ જશે.
વિવેચનઃ પૂર્વે બે પ્રકારની ચિતશક્તિમાંથી બીજી સત્ત્વમાં રહેલ અભિવ્યંગ્ય ચિતશક્તિ પુરુષના સન્નિધાનથી અભિવ્યક્ત થાય છે એ વાત આવેલી છે. એટલે કે પુરુષ આ બીજી ચિતશક્તિનો અભિવ્યંજક છે. આમાં અભિવ્યંજક એટલે અભિવ્યક્તિનો જનક. વળી પુરુષને ફૂટસ્થનિત્ય માનવા માટે અકારણ ( કોઈનું પણ કારણ નહીં) અને અકાર્ય (=કોઈનું પણ કાર્ય નહીં) માન્યો છે. એટલે પુરુષને અભિવ્યંજક માનવામાં અકારણ માનવાની વાત ઊડી જ જાય એ સ્પષ્ટ છે.
પાતંજલઃ અમે “અભિવ્યંજક એટલે અભિવ્યક્તિજનક' એવો અર્થ નથી કરતાં, પણ “અભિવ્યક્તિદેશનો આશ્રય” એવો કરીએ છીએ. આશય એ છે કે ચિતશક્તિની અભિવ્યક્તિ બુદ્ધિમાં થાય છે. એટલે કે બુદ્ધિ અભિવ્યક્તિનો દેશ છે. વળી બુદ્ધિ તે-તે પુરુષને આશ્રીને રહી હોવાથી પુરુષ તેનો આશ્રય છે. પુરુષનું આમ અભિવ્યક્તિદેશઆશ્રય હોવું એ જ એનું અભિવ્યંજકત્વ છે. એટલે પુરુષની અકારણતા જળવાઈ રહે છે. ને એ સદા એકરૂપ હોવો પણ અબાધિત રહે છે.
ગ્રન્થકારઃ તો પછી તદા.. ઇત્યાદિ જે યોગસૂત્ર (૧-૩) છે તે નિરર્થક બની જશે, કારણ કે તદા શબ્દથી જેની બાદબાકી કરવાની હોય એવો કોઈ વ્યવચ્છેદ્ય રહ્યો નથી. આશય એ છે કે યોગસૂત્ર (૧-૩) નો અર્થ છેત્યારે=ચિત્તવૃત્તિનિરોધકાળમાં દ્રષ્ટાનું–પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. હવે, અમારો તમને પ્રશ્ન છે કે, ચિત્તવૃત્તિનિરોધ થવા પૂર્વે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હતું કે નહોતું ? જો “ન હોતું એમ કહેશો, તો પુરુષ સદા એકરૂપ છે એ વાત ઊડી જશે, કારણકે એ પહેલાં સ્વરૂપમાં અવસ્થિત નહોતો ને પછી થયો. જો એમ કહેશો કે “હતું તો તદા ત્યારે લખવું વ્યર્થ જ થઈ ગયું ને.. કારણ કે એ પૂર્વે પણ એ અવસ્થાન હતું જ. જો ચિત્તવૃત્તિના અનિરોધકાળમાં અવસ્થાન ન હોય તો જ એની બાદબાકી કરવા “તદા= નિરોધકાળમાં' એમ લખવું જરૂરી બને..
પાતંજલઃ આ સૂત્રનો વિષય કાલ્પનિક છે. તેથી એનાથી “પુરુષ સદા એકરૂપ છે એ વાતનો છેદ ઊડી શકે નહીં.
ગ્રન્થકારઃ વૃત્તિનિરોધકાળે યોગીઓને સ્વરૂપમાં અવસ્થાનનો અનુભવ હોય છે. એટલે, આવા અનુભવના વિષયને પણ જો કાલ્પનિકzતુચ્છ માની શકાતો હોય તો તો સામાન્ય લોકોને આ ઘટ છે “આ પટ છે એવો