________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३४७
‘प्रधाने’ति । उक्तदोषभिया प्रधानभेदे चाभ्युपगम्यमान आत्मभोगापवर्गनिर्वाहकमेतत् कर्म स्यात् । पुमान् = पुरुषो बुद्धिगुणः स्यात्, बुद्ध्युपलब्धिज्ञानानामनर्थान्तरत्वात् ।
स्यात्=कथञ्चिद् ध्रुवश्च द्रव्यतोऽध्रुवश्च पर्यायत इति = एवं जैनदर्शनं जयतात्, दोषलवस्याप्यस्पर्शात् । ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तं, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेत्
ગાથાર્થ : જો પ્રધાનનો ભેદ માની લેશો, તો એ પ્રધાન કર્મરૂપ બની જશે અને પુરુષ બુદ્ધિગુણવાળો બનશે, અને તેથી એ સ્યાધ્રુવ-અધ્રુવ બનશે. એટલે જૈનશાસન જય પામો.
ટીકાર્થ : ઉ૫૨ કહેલા દોષના ભયથી પ્રધાનનો=પ્રકૃતિનો ભેદ જો માની લેવામાં આવે તો, આત્માના ભોગ અને અપવર્ગના નિર્વાહક (પોતપોતાના સ્વતંત્ર પ્રકૃતિતત્ત્વ એવું) આ કર્મરૂપ જ બની જશે. તથા પુરુષ બુદ્ધિગુણવાળો બનશે, કારણ કે 14બુદ્ધિ-ઉપલબ્ધિ-જ્ઞાનવગેરે અર્થાન્તર=જુદા નથી. વળી એ પુરુષ કથંચિદ્દ્રવ્યથી ધ્રુવ બનશે, પર્યાયથી અધ્રુવ... એટલે જૈનદર્શન જય પામશે.. કારણ કે એમાં દોષનો લવ પણ સ્પર્શતો નથી. શંકા : પુરુષ વિષયગ્રહણસમર્થ છે, માટે જ ચિદ્રુપ તરીકે નિશ્ચિત થઈ જાય છે, (પછી એ ચિદ્નપત્વમાટે) એનો વિકલ્પાત્મક બુદ્ધિરૂપ ગુણ માનવો એ યોગ્ય નથી, કારણ કે અન્તર્મુખ અને બહિર્મુખ.. આ બન્ને વ્યાપારનો વિરોધ છે.
સમાધાન : પુરુષનો, અનુભવાતો ક્રમિક એક ઉપયોગ સ્વભાવ માનવાથી એ વિરોધ રહેતો નથી. વિવેચન : મુક્તપુરુષનો પણ અમુક્ત તરીકે વ્યવહાર થવાનો તથા ભવસ્થશરી૨ાવચ્છેદેન ભોગસંપાદન થવાનો જે દોષ પૂર્વગાથામાં દર્શાવ્યો એના ડરથી પાતંજલવિદ્વાનો જો આત્માએ આત્માએ પ્રકૃતિને પણ અલગ અલગ માને, તો પછી એ પ્રકૃતિ, જૈનદર્શને કહેલ કર્મરૂપ જ બની જશે, કારણ કે એ જ જીવના ભોગ અને અપવર્ગનું નિર્વાહક છે. કર્મ જીવને શરીર-ઇન્દ્રિય-ભોગસામગ્રી અને ભોગની ઇચ્છા.. બધું જ પૂરું પાડવાદ્વારા ભોગનું સંપાદન કરે છે... તથા માનવભવ-જૈનધર્મ-સદ્ગુરુયોગ-સાધનાનુકૂળસામગ્રી વગેરે બધું જ પૂરું પાડવા દ્વારા સાધનાનું સંપાદન કરીને સ્વનાશની=મોક્ષપ્રાપ્તિની અનુકૂળતા કરી આપે છે. આમ એ મોક્ષનું સંપાદન કરી આપે છે. માટે ‘પ્રકૃતિ એ જ કર્મ' એવું નિશ્ચિત કરી શકાય છે.
વળી પૂર્વે ૨૪મી ગાથામાં ગ્રન્થકારે ‘બુદ્ધિ એ પુરુષનું જ નામ થશે' એમ કહીને આત્માને બુદ્ધિમય સાબિત કરેલો.. જૈનદર્શન આત્માને કથંચિત્ જ્ઞાનમય માને છે અને કર્થચિત્ જ્ઞાનવાત્ માને છે. અર્થાત્ જ્ઞાનની સાથે જીવનો ભેદાભેદ સંબંધ માને છે. જો આત્માને જ્ઞાનસ્વરૂપ નહીં માનવામાં આવે તો આત્માનું પોતાનું કોઈ સ્વરૂપ નહીં રહેવાથી એ નિઃસ્વરૂપ બની જાય. વળી જ્યારે જ્ઞાન નહીં હોય ત્યારે આત્મામાં ને જડમાં ફેર શું? માટે આત્મા જ્ઞાનમય છે. વળી શાનનાશે આત્માનો કાંઈ સર્વથા નાશ થઈ જતો નથી. માટે આત્મા જ્ઞાનથી
14. વળી, જીવમાં વર્તતું જ્ઞાન... વગેરે ફકરામાં શબ્દશઃ વિવેચનકારે લબ્ધિને ક્ષયોપશમભાવરૂપે કહી, બુદ્ધિને બોધ કરવાની શક્તિરૂપે કહી અને જ્ઞાનને ઉપયોગરૂપે કહ્યું.. અને છતાં પાછું લખે છે કે આ ત્રણે એકાર્થવાચી છે... (ગ્રન્થકારે અનર્થાન્તરમ્ કહીને એકાર્થવાચિતા જણાવેલી છે.. તેથી એ પંડિતે કરેલી આ વ્યાખ્યાઓ અહીં અપ્રસ્તુત છે એમ સમજવું, કારણ કે એ વ્યાખ્યાઓ તો આ ત્રણને અર્થાન્તરરૂપે જણાવે છે.)