________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३४५ एकत्र वृक्षे संयोग-तदभावयोरिव प्रकृतौ विभिन्नबुद्ध्यवच्छेदेन न मुक्तत्वामुक्तत्वयोर्विरोध इत्यत आह-चे=यदि मुक्तेरव्याप्यवृत्तिता न 'अभ्युपगम्यत' इति शेषः ।
દોષનો પરિહાર નહીં જ થાય, કારણ કે પ્રકૃતિનો જ મોક્ષ મનાઈ રહ્યો છે. પ્રકૃતિમાં મુક્તત્વ-અમુક્તત્વનો વિરોધ છે. શંકાઃ એક જ વૃક્ષમાં સંયોગ અને તેના અભાવની જેમ પ્રકૃતિમાં અલગ-અલગ બુદ્ધિઅવચ્છેદન મુક્તત્વ-અમુક્તત્વનો વિરોધ નથી. સમાધાન : જો મુક્તિને અવ્યાપ્યવૃત્તિ નહીં માનો તો (દોષ તદવસ્થ રહે છે). અહીં ગ્રુપતે એટલું પદ શેષ છે=અધ્યાહારથી લેવાનું છે. અને જો એને અવ્યાપ્યવૃત્તિ માનવામાં આવે તો મુક્તઆત્માનો પણ અમુક્ત તરીકે વ્યવહાર થવાની આપત્તિ એ જ દૂષણ છે. વળી આ રીતે તો મુક્ત આત્માને પણ ભવસ્થ શરીરવચ્છેદન ભોગ માનવો પડશે. માટે તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ અવશ્ય માનવી જોઈએ એમ જાણવું.
વિવેચનઃ પૂર્વે ૧૨મા શ્લોકમાં ગ્રન્થકારે દૂષણ દર્શાવેલ કે પ્રકૃતિને એક માનવામાં એકનો મોક્ષ થવામાં બધાની મુક્તિ થઈ જશે... એ દૂષણનું પાતંજલવિદ્વાનોએ ૧૮મા શ્લોકમાં પ્રકૃતિ એક હોવા છતાં આત્માએ આત્માએ બુદ્ધિતત્ત્વ અલગ અલગ છે. ને તેથી જેની બુદ્ધિનો લય થયો તે મુક્ત, જેની બુદ્ધિનો લય નથી થયો. તે અમુક્ત.. આ રીતે વારણ કર્યું હતું. હવે આ ૨૮મા શ્લોકમાં ગ્રન્થકાર કહે છે કે બુદ્ધિને આત્મા-આત્માએ ભિન્ન માનવા છતાં સર્વ આત્માઓની મુક્તિ થઈ જવાની આપત્તિરૂપ પ્રસંગ હજુ તેવો ને તેવો જ ઊભો છે. આશય એ છે કે પાતંજલ (અને સાંખ્ય) દર્શનના મતે જે કાર્ય જ્યાંથી ઉદય પામે છે, ત્યાં જ તે કાર્ય લય પામે છે. એટલે દુઃખ જો બુદ્ધિમાંથી પેદા થાય છે, તો એનો ધ્વંસ પણ બુદ્ધિમાં જ થાય છે. દુઃખનો સર્વથા ધ્વસ એ મુક્તિ છે. પણ ચિત્તવૃત્તિનિરોધ થવા પર બુદ્ધિ પણ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. એટલે છેવટે મુક્તિ પ્રકૃતિમાં રહે છે. અર્થાત્ પ્રકૃતિ મુક્ત થાય છે. એનો ઉપચાર પુરુષમાં થાય છે. તેથી પુરુષ મુક્ત કહેવાય છે.
હવે પ્રકૃતિને એક માની છે, એટલે સર્વથા એક માની છે. (નહીંતર તો અનેકાન્તવાદ આવી જાય.) એટલે પ્રકૃતિ એ મુક્ત છે તો મુક્ત જ છે, અમુક્ત હોઈ ન શકે. તેથી જે પુરુષની બુદ્ધિના વિલયથી પ્રકૃતિ મુક્ત થઈ છે, એ સિવાયના પુરુષો માટે પણ પ્રકૃતિ તો મુક્ત જ છે, એટલે સર્વ પુરુષની મુક્તિનો દોષ આવશે જ.
પાતંજલઃ જેમ વૃક્ષમાં શાખાવચ્છેદન કપિસંયોગ રહ્યો હોવા છતાં મૂળાવચ્છેદન કપિસંયોગાભાવ પણ રહે જ છે. એમ પ્રકૃતિમાં પણ જુદા-જુદા અવચ્છેદકથી મુક્તત્વ અને અમુક્તત્વ રહી જ શકે છે ને ! (મુક્ત થયેલા) એકપુરુષીયબુદ્ધિઅવચ્છેદન પ્રકૃતિ મુક્ત છે, તદન્યપુરુષીયબુદ્ધિઅવચ્છેદન એ અમુક્ત છે. પછી વિરોધ ક્યાં રહ્યો ? ને બધાની મુક્તિનો દોષ પણ ક્યાં રહ્યો ?
ગ્રન્થકાર ? આનો અર્થ થયો તમે મુક્તત્વને=મુક્તિને અવ્યાપ્યવૃત્તિ માનો છો. અમે જે દોષારોપણ કરેલ છે તે તો એને અવ્યાખવૃત્તિ ન માનતા હો તો જ. (એક જ અધિકરણમાં અવચ્છેદકભેદે પ્રતિયોગી અને એનો અભાવ બંને રહેતા હોય એ અવ્યાપ્યવૃત્તિ કહેવાય છે.) આમ તમે જો એને અવ્યાપ્યવૃત્તિ માનો છો તો એ દોષ નહીં આવે, પણ બીજા દોષ આવશે. અને તે આ છે મુક્તપુરુષનો પણ અમુક્ત તરીકે વ્યવહાર કરવો પડશે. આશય એ છે કે પાતંજલીએ પુરુષભેદે બુદ્ધિભેદ માન્યો છે, પણ પ્રકૃતિભેદ માન્યો
13. શ્લોકમાં વ્યાખવૃત્તિતા પછી નાણુપર્યતે એ અધ્યાહાર છે... શબ્દશઃ વિવેચનકારની આ વાત ગલત છે, કારણ કે અહીં, માત્ર અમ્યુપVIણને એટલો જ અધ્યાહાર છે. ન તો શ્લોકમાં છે જ.