________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३४३ घटादिव्यवहारविषयस्यापि तथात्वापत्तौ शून्यवादिमतप्रवेश इति भावः ।। २६ ।।
निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । स्याद् भेदो धर्मभेदेन तथापि भवमोक्षयोः ।। २७।।
'निमित्तत्वेऽपी'ति । अथास्य आत्मनो निमित्तत्वेऽपि सत्त्वनिष्ठामभिव्यङ्ग्यां चिच्छक्ति प्रत्यपरिणामतः परिणामाभावात् कौटस्थ्यम् । 'अकारणमि'त्यस्यानुपादानकारणमित्यर्थादुपादानकारणस्यैव જે અનુભવ થાય છે, એના વિષયને પણ કાલ્પનિક માની શકવાથી ઘટ-પટ કોઈ વાસ્તવિક પદાર્થ સિદ્ધ થશે જ નહીં. અને તો પછી શુન્યવાદી બૌદ્ધમતમાં પ્રવેશ થઈ જવાની તમને આપત્તિ આવશે. તે ૧૧-૨૯ | (‘અભિવ્યંજકત્વ એટલે અભિવ્યક્તિજનકપણું ખરું, પણ એ નિમિત્તકારણરૂપે, ઉપાદાનકારણરૂપે નહીં' એવી શંકા અને એનો જવાબ ગ્રન્થકાર રજુ કરે છે -).
ગાથાર્થ : આમાં=પુરુષમાં નિમિત્તત્વ હોવા છતાં પરિણામ ન હોવાથી કીટશ્ય છે. છતાં પણ મોક્ષમાં ધર્મભેદે પુરુષનો ભેદ થશે.
ટીકાર્થઃ શંકા : આ=આત્મા સત્ત્વમાં રહેલી અભિવ્યંગ્ય ચિતશક્તિ પ્રત્યે નિમિત્ત કારણ હોવા છતાં અપરિણામ=પરિણામનો અભાવ હોવાથી ફૂટસ્થ છે. “અકારણ એવું જ કહ્યું છે એનો અર્થ “અનુપાદાન કારણ” છે. ઉપાદાનકારણ જ પરિણામી હોય છે, જેમાં પરિણામ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ છે. સમાધાન-તેમ છતાં ભવ-મોક્ષમાં સંસાર અને અપવર્ગમાં ધર્મભેદે=ભોગનિમિત્તત્વ અને અનિમિત્તત્વ એવા ધર્મભેદે સ્યાત્ કથંચિદ્ ભેદ માનવો આવશ્યક છે. શંકાઃ મોક્ષમાં પણ પૂર્વસ્વભાવ છે જ, છતાં અન્ય કારણ નહીં હોવાથી ભોગો હોતા નથી.. પછી પુરુષનો શું ભેદ થયો ? સમાધાન: હે સૌમ્ય ! તો પુરુષનો ભવસ્વભાવ અને મોક્ષસ્વભાવ.. આ બેમાં વિરોધ કેમ નહીં આવે ? શંકા પુરુષ પહેલેથી આ બન્ને સ્વભાવનો ભેગો એક સ્વભાવવાળો હોવાથી આ વિરોધ દોષ આવતો નથી. સમાધાન: આ તો બીજી રીતે સ્યાદ્વાદ જ છે, પછી સ્યાદ્વાદના નામથી ફોગટ ખેદ શા માટે પામે છે ?
વિવેચન : પાતંજલઃ પુરુષને અકારણ જે કહ્યો છે, તે પરિણામકારણ=ઉપાદાનકારણ તરીકે અકારણ કહ્યો છે. એટલે કે પુરુષ કોઈનું ઉપાદાનકારણ બનતો નથી, એ અનુપાદાનકારણ છે. એટલે સત્ત્વમાં રહેલી અભિવ્યંગ્ય ચિતશક્તિનું એ નિમિત્ત કારણ બને તો એમાં વાંધો શું છે ? પરિણામકારણ એવું હોય છે કે એને કાર્યરૂપે પરિણમવું પડે છે ને કાર્યનાશે નાશ પામવું પડે છે, જેથી કૌટચ્ય રહી શકે નહીં. નિમિત્તકારણને આ પ્રશ્ન હોતો નથી. માટીએ ઘટરૂપે પરિણમવું પડે છે ને ઘટનાશે “ઘટ' તરીકે નાશ પામવું પડે છે. નિમિત્તકારણ દંડને, ઘડો ઉત્પન્ન થાય કે નાશ પામે, શું લાગે વળગે ? એ તો એવો ને એવો રહી જ શકે છે. એમ, પુરુષ અભિવ્યંગ્યચિતશક્તિનું નિમિત્તકારણ બને એટલા માત્રથી એને બદલાઈ જવું પડતું નથી, ને તેથી ફૂટસ્થનિત્યત્વ અકબંધ રહી શકે છે. જે ઉપાદાનકારણ હોય, એ જ પરિણામી હોય છે, જેના અન્ય અવસ્થા પામવારૂપ પરિણામ થાય છે. પુરુષ કોઈનું ઉપાદાન કારણ નથી. તેથી પરિણામી નથી ને તેથી એ અન્ય અવસ્થાને પામતો નથી. આમ સ્થિર એક અવસ્થા રહેવાથી એ કૂટનિત્ય તરીકે અબાધિત છે જ. એ જ રીતે ભોગનું પણ એ નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નહીં, માટે એનું કૂટસ્થપણું અખંડ રહે છે.