________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३३९ बुद्ध्या सर्वोपपत्तौ च मानमात्मनि मृग्यते । संहत्यकारिता मानं पारार्थ्यनियता च न ।। २३।।
बुद्ध्येति । बुद्ध्या महत्तत्त्वेन सर्वोपपत्तौ सकललोकयात्रानिर्वाहे च सत्यात्मनि मानं =प्रमाणं मृग्यते । कृत्याद्याश्रयव्यतिरिक्त आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः । न च पारर्थ्यनियता =परार्थकत्वव्याप्या संहत्यकारिता=सम्भूयमिलितार्थक्रियाकारिता मानं अतिरिक्तात्मनि प्रमाणम् । यत्संहत्याऽर्थक्रियाकारि तत्परार्थं दृष्टं, यथा शय्या शयनाऽऽसनाद्यर्थाः । सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभाञ्जि संहत्यकारीणि । अतः परार्थानि । यश्च परः स पुरुष इति । तदुक्तं-“तदसङ्ख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वादिति” (ચો.ફૂ. ૪-૨૪) Iી ૨રૂTI
ગાથાર્થ બુદ્ધિથી જ બધાની સંગતિ થઈ જાય તો પુરુષને સ્વીકારવા માટે બીજું કોઈ પ્રમાણ શોધવું પડશે. પારાર્મેનિયતા એવી સંહત્યકારિતા એ માન=પ્રમાણ નથી.
ટકાર્થ: બુદ્ધિથી=મહત્તત્ત્વથી સર્વ સંગતિ થયે છતે સકળ લોકયાત્રાનો નિર્વાહ થયે છતે આત્મા અંગે પ્રમાણ શોધાય છે. એટલે કે કૃતિ વગેરેના આશ્રયથી વ્યતિરિક્ત આત્મા અંગે પ્રમાણ શોધવું જરૂરી બનશે.
પાતંજલ: પારાર્થનિયતા=પરાર્થકત્વ વ્યાપ્ય એવી જે સંહત્યકારિતા=બધા ભેગા થઈને એક કાર્ય કરવું તે. આવી સંહત્યકારિતા એ સ્વતંત્ર આત્મામાં પ્રમાણ છે. જે સંહત્ય અર્થક્રિયાકારી હોય, તે પરાર્થક હોવું જોવા મળે છે, જેમ કે શયા-આસન વગેરે પદાર્થો. સત્ત્વ, રજસુ અને તમસું ચિત્તના પરિણામોને ભજનારા છે અને સંહત્યકારી છે, માટે પરાર્થક છે. એમાં જે પર છે તે પુરુષ છે. યોગસૂત્ર (૪-૨૪)માં કહ્યું છે : તવસંધ્યેયવાસનામિત્રના परार्थं, संहत्यकारित्वादिति.
વિવેચન : પાતંજલ યોગદર્શનમાં સંભવિત અન્ય એક દોષ ગ્રન્થકાર આ ગાથામાં દર્શાવે છે. આપણા અનુભવગમ્ય જે ઘટ-પટાદિ બાહ્ય ભાવો અને સુખ-દુઃખ-જ્ઞાન-ઇચ્છા-કૃતિ વગેરે કે રાગ-દ્વેષાદિ આંતરિક ભાવો.. આ બધાની સંગતિ બુદ્ધિતત્ત્વદ્વારા જ જો તમે કરો છો, તો પછી અનુભવગમ્ય એવી કઈ વસ્તુ બાકી રહે છે જેની સંગતિ બુદ્ધિથી ન થઈ શકવાથી એની સંગતિ માટે પુરુષને સ્વતંત્ર તત્ત્વ તરીકે માનવો આવશ્યક રહે ? અનુભવાતી આવી કોઈ વસ્તુ ન હોવાથી તમારે સ્વતંત્ર પુરુષની સિદ્ધિ માટે કોઈક નવું જ પ્રમાણ શોધવું પડશે.
પાતંજલઃ સ્વતંત્ર પુરુષની સિદ્ધિ કરતું અનુમાન પ્રમાણ અમે શોધ્યું છે. તે આ-સત્ત્વ-રજસુ-તમતત્ત્વો પરાર્થક છે (બીજા માટે છે), કારણ કે સંહત્યકારી છે (=ભેગા થઈને અર્થક્રિયા કરનારા છે, જેમ કે શવ્યાઆસન વગેરે પદાર્થો. આમાં જે પર(=બીજો) સિદ્ધ થાય છે, તે સત્ત્વાદિથી ભિન્ન પુરુષ છે. યોગસૂત્ર (૪-૨૪) નો ભાવાર્થ આવો છે-જો કે અનંત ક્લેશ-કર્મવિપાક-વાસનાઓના કારણે વિચિત્ર અને સુખાદિનો આશ્રય હોવાના કારણે ભોક્તા સમાન એવું પણ તે (ચિત્ત) પરાર્થ જ છે, બીજા માટે ભોગ્ય જ છે, કારણ કે દેહ-ઇન્દ્રિય વગેરે સહકારીઓ સાથે મળીને ભોગાદિ કાર્ય કરનારા છે. (એટલે આ અનુમાનથી) ચિત્તથી પર અન્ય ચિન્મય આત્મા ભોક્તા સિદ્ધ થાય છે.)
ગ્રન્થકાર : આ રીતે બુદ્ધિથી ભિન્ન આત્મા સિદ્ધ કરવો એ યોગ્ય નથી. / ૧૧-૨૩ શા માટે યોગ્ય નથી ? એ હવે જણાવે છે