________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३३७ 'आत्मनः परिणामित्वापत्तिर्बाधिकेति चेत् ? न, तत्परिणामित्वेऽप्यन्वयानपायात् । अन्यथा चित्तस्यापि तदनापत्तेः, प्रतिक्षणं चित्तस्य नश्वरत्वोपलब्धेः । 'अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदो धर्माणाम् (यो.सू. ४१२) ते व्यक्तसूक्ष्मा गुणात्मानः (यो.सू. ४-१३) परिणामैकत्वाद्वस्तुतत्त्वमिति (यो.सू. ४-१४) सूत्रपर्यालोचनाद्
સ્વરૂપોન્ચથ્વમેવો ઘામ્ તે વ્યસૂક્ષ્મ શુIભાના પરિણામૈઋત્વસ્તુિતત્ત્વમ્ (યો. સૂ. ૪-૧૨, ૧૩, ૧૪) આ સૂત્રોનો વિચાર કરવાથી જણાય છે કે “ધર્મનો ભેદ થવા છતાં તેઓના અંગાંગિભાવપરિણામ એક હોવાથી ચિત્તનો અનન્વય થતો નથી' આવું કહેવું પણ ઉચિત નથી, કારણ કે આ વાત તો આત્મામાં વિચારવી જ શોભે છે. ફૂટસ્થત્વશ્રુતિ શરીરાદિભેદપરક માનીને પણ સંગત કરી શકે છે. આ વાતને સારી રીતે વિચારવી.
વિવેચન : પાતંજલમતે પુરુષ બદ્ધ નહીં હોવાથી એનો મોક્ષ પણ સંભવતો નથી. એટલે પચ્ચીશતત્ત્વનો જાણકાર પુરુષ મુક્ત થાય છે.... વગેરે વચન વૃથા ઠરે છે.
પાતંજલ ઃ જેમ સાક્ષાત્ ભોગ પ્રકૃતિને (બુદ્ધિને) હોવા છતાં પુરુષમાં ભોગનો ઉપચાર થાય છે, એમ વાસ્તવિક મોક્ષ પ્રકૃતિનો હોવા છતાં પુરુષમાં એનો ઉપચાર સંભવે છે ને !
જેન: આ રીતે તો સાક્ષાત્ ચૈતન્ય તો બુદ્ધિમાં છે ને પુરુષમાં એનો પણ ઉપચાર થાય છે એવું કહેવામાં પણ કોણ બાધક છે ?
પાતંજલી: જ્યાં મૌલિક માનવામાં કોઈ બાધક હોય, ત્યાં જ તે ઉપચરિત મનાય છે, પણ જો કોઈ બાધક ન હોય તો તો મૌલિક જ મનાય છે, ઉપચરિત નહીં. જેમકે માણવકમાં અગ્નિત્વ બાધિત હોવાથી ઉપચરિત મનાય છે, અગ્નિમાં નહીં. એમ પુરુષમાં કોઈ બાધક ન હોવાથી ચૈતન્ય બાધિત નથી. પછી એનો ઉપચાર શી રીતે માની શકાય ?
જેન : એમ તો વેતનોડ ફર્તા વગેરે રૂપે પુરુષમાં ચૈતન્યને સમાનાધિકરણરૂપે કૃતિ, ભોગ વગેરે અનુભવાય છે. એમાં કોણ બાધક છે ? કે જેથી પુરુષમાં એને ઉપચરિત માનીને વાસ્તવિક તો અન્ય આશ્રયરૂપ બુદ્ધિમાં માનવા જરૂરી બને ?
પાતાંજલ? જો કૃતિ વગેરે આત્મામાં મૌલિક હોય તો આત્માને પરિણામી માનવો પડે એ જ એમાં બાધક છે.
જેન: તો આત્માને પરિણામી માની લ્યો કે, શું વાંધો છે ?
પાતંજલ : આત્મા જો પરિણામી હોય તો તો તે તે પરિણામ નાશ પામવા પર પરિણામી એવો આત્મા પણ નાશ પામી જવાના કારણે પછી એનો અન્વય-અવિચ્છેદ ન ચાલે.
જેના આત્માને પરિણામી માનવા છતાં અન્વયને કોઈ વાંધો નથી આવવાનો. નહીંતર તો ચિત્તનો પણ અન્વય નહીં ચાલે, કારણકે તમે પરિણામી માનેલા ચિત્તનો પણ પ્રતિક્ષણ નાશ જોવા મળે જ છે.
પાતંજલ યોગસૂત્ર ૪-૧૨, ૧૩, ૧૪ નો વિચાર કરવાથી જણાય છે કે ધર્મનો ભેદ થવા છતાં તેઓનો અંગ-અંગીભાવરૂપ પરિણામ એક હોવાથી ચિત્તનો અનન્વય=વિચ્છેદ થતો નથી. આ ૧૨, ૧૩, ૧૪ નંબરના સૂત્રોનો ભાવાર્થ આવો છે- પાતંજલદર્શનના મતે, અસતું વસ્તુ ક્યારેય ઉત્પન્ન થતી નથી, નહીંતર તો ખપુષ્પ