________________
३३८
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २२ धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभाव-परिणामैकत्वान्न चित्तानन्वय इति चेत् ? तदेतदात्मन्येव पर्यालोच्यमानं शोभते । कूटस्थत्वश्रुतेः शरीरादिभेदपरत्वेनाप्युपपत्तेरिति सम्यग्विभावनीयम् ।। २२ ।। किञ्च - પણ ક્યારેક ઉત્પન્ન થઈ જાય. એમ સત્ વસ્તુ ક્યારેય સર્વથા નાશ પામીને સાવ તુચ્છ અભાવરૂપ બની જતી નથી. આનું નામ છે સત્કાર્યવાદ. એટલે તે તે ધર્મરૂપે વિપરિણમતો ધર્મો સદા એકરૂપે અવસ્થિત રહે છે. ધર્મો વર્તમાનકાળે વ્યક્ત હોય છે, ભોગ્ય હોય છે. અતીત-અનાગતકાળમાં સૂક્ષ્મ=અવ્યક્ત હોય છે. (સૂત્રમાં જે અધ્વભેદ શબ્દ છે, તે કાળભેદ અર્થમાં છે. વર્તમાનકાળ વગેરે કાળભેદ છે.) એટલે તે તે ધર્મો અતીતઅનાગતકાળમાં પણ સર્વથા નષ્ટ થઈ જતા નથી. સૂક્ષ્મરૂપે વિદ્યમાન રહે જ છે. તે તે ધર્મો ચિત્તના પરિણામરૂપ હોવાથી ધર્મી તરીકે સર્વદા ચિત્ત જ છે. તે ધર્મરૂપે મોક્ષ સુધી એક જ છે, અર્થાત્ જુદા જુદા ધર્મોમાં અન્વય પામતું રહે છે, વિચ્છેદ પામતું નથી.
આનો ભાવાર્થ આવો છે-ચિત્તમાં જે કોઈ ધર્મો ઉત્પન્ન થઈ ચૂક્યા છે કે થવાના છે તે ત્રણે કાળના સર્વ ધર્મો ચિત્તમાં હંમેશા વિદ્યમાન હોય છે. એમાંથી તે તે કાળે વર્તમાનધર્મ વ્યક્ત રૂપે હોય છે. શેષ ધર્મો સૂક્ષ્મરૂપે. આમાંનો એક પણ ધર્મ ક્યારેય ઓછો થતો નથી કે નવો પેદા થતો નથી, ચિત્ત હંમેશા આ બધા જ ધર્મોથી યુક્ત હોય છે ને યુક્ત રહે છે. એટલે પુરુષનો મોક્ષ નહીં થાય ત્યાં સુધી એનું એ ચિત્ત અવિચ્છિન્ન રહે છે. વળી આ ધર્મો અને ધર્મી (ચિત્ત) બન્ને વ્યક્ત-સૂક્ષ્મભેદે (=વ્યક્ત-અવ્યક્તરૂપે) રહેલા સત્ત્વ-રજસૂ-તમસગુણાત્મા=ગુણરૂપ છે, કારણ કે બાહ્ય કે આભ્યન્તર બધા ભાવોનો સુખ-દુ:ખ-મોહરૂપ સત્વ-૨જસૂ-તમસ વર્ડ અન્વય ચાલતો જોવા મળે છે. (શંકાઃ જો આ સત્ત્વાદિ ત્રણ ગુણો સર્વત્ર મૂળકારણ તરીકે છે, તો ધર્મી એક છે એવો ઉલ્લેખ શા માટે કરો છો ? આવી શંકાના સમાધાન માટે ૧૪મું સૂત્ર છે. સમાધાન ) જો કે સત્ત્વાદિ ગુણો ત્રણ છે, તો પણ તેઓનો અંગ-અંગીભાવગનરૂપ (એકભાવ પામવા રૂ૫) જે પરિણામ, તેમાં ક્યારેક સત્ત્વ અંગી હોય છે, એમ ક્યારેક રજસ્ કે તમસુ અંગી હોય છે. તે મૂળભૂત રીતે ચિત્ત જ હોવાથી એક જ હોય છે ને તેથી વસ્તુનું તત્ત્વ એકત્વ કહેવાય છે. જેમ કે “આ પૃથિવી છે' “આ વાયુ છે” વગેરે.
જેન : (સત્ત્વ, રજસ્ કે તમસૂની પ્રધાનતાવાળા પરિણામો બદલાયા કરતાં હોવા છતાં એ બધામાં પરિણામી ચિત્ત તો મોક્ષ સુધી એનું એ જ રહે છે, અર્થાત્ એનો અન્વય ચાલે છે, વિચ્છેદ થતો નથી. આવો તમારા કહેવાનો ભાવ છે એ જણાય છે. પણ તો પછી ચિત્તના બદલે) આત્માને જ પરિણામી માની લ્યો ને! એમ માનવું જ ઉચિત છે. દેવ-મનુષ્યાદિગતિ વગેરે રૂપ પરિણામો બદલાયા કરતા હોવા છતાં પરિણામી આત્મા એક રહી શકે છે ને તેથી એનો અન્વયે ચાલી શકે છે.
(પાતંજલ પણ શ્રુતિમાં તો આત્માને કૂટનિત્ય કહ્યો છે.)
જૈન : શ્રુતિના એ કથનને અન્ય રીતે પણ સંગત કરી શકાય છે. “આત્મા ફૂટસ્થનિત્ય છે એટલે સ્થિરએકસ્વભાવવાળો=અપરિણામી એવો અર્થ નથી, પણ શરીરાદિ ગમે એટલા બદલાય તો પણ એ બધાથી ભિન્ન રહેનાર. એ બધાથી ભિન્ન રહેવાના સ્વભાવને ક્યારેય નહીં છોડનાર. આવો અર્થ કરવાથી શ્રુતિ પણ સંગત થઈ જાય છે. પાતંજલ વિદ્વાનોએ આ વાતને સમ્યગુ વિચારવી. એટલે કે મૌલિક વાતો મૌલિકતાને જાળવી રાખે. એને ઉપચારથી સંગત કરવાનો અવસર ન આવે એવી રીતે વિચારવી જોઈએ. / ૧૧-૧૨ / વળી -