________________
३३६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २२
पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
जी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ।। २२।।
पञ्चविंशतीति । अत्र हि पञ्चविंशतितत्त्वज्ञानात् पुरुषस्यैव मुक्तिरुक्ता, सा च न सम्भवति । न च भोगव्यपदेशवन्मुक्तिव्यपदेशोऽप्युपचारादेव पुंसि सम्भवतीति वाच्यम्, एवं हि तत्र चैतन्यस्याप्युपचारेण सुवचत्वापत्तेः । 'बाधकाभावान्न तत्र तस्योपचार' इति चेत् ? तत्र कृत्यादिसामानाधिकरण्यस्याप्यनुभूयमानस्य किं बाधकम् ? येन तेषां भिन्नाश्रयत्वं कल्प्यते ।
કોઈનો નહીં એવી આપત્તિ અને (૩) જડ એવી પ્રકૃતિને અધ્યવસાયરૂપ કર્તવ્યતા સંભવતી નથી. પાતંજલવિદ્વાનોએ ૧૩ થી ૨૦ સુધીની ગાથામાં આ દોષોનું વારણ કરવા આ પ્રમાણે કહ્યું : (૧) ચિત્તવૃત્તિઓનું હંમેશા જ્ઞાન થાય છે. એટલે એના કારણભૂત ચિછાયાસંક્રમથી આત્મામાં અપરિણામિતાનું અનુમાન થાય છે. (૨) પ્રકૃતિ એક હોવા છતાં એના વિકારરૂપ બુદ્ધિ પુરુષ-પુરુષે જુદી હોવાથી આ આપત્તિ નથી. અને (૩) પ્રકૃતિમાં જડતાના કારણે અધ્યવસાયરૂપ કર્તવ્યતા ન હોવા છતાં અનુલોમ-પ્રતિલોમપરિણામજનક સહજશક્તિદ્વયરૂપ કર્તવ્યતા હોવામાં કશો વાંધો નથી.
આના પર વળી પાતંજલવિદ્વાનો સામે પ્રશ્ન ખડો કરવામાં આવ્યો કે પ્રકૃતિની સહજ શક્તિથી જો પુરુષનો મોક્ષ થઈ જતો હોય તો મોક્ષ માટે પુરુષાર્થની અને શાસ્ત્રની કોઈ જરૂ૨ નહીં રહે.. પાતંજલવિદ્વાનોએ આ પ્રશ્નનો ઉત્તર એ આપ્યો કે પ્રકૃતિના કર્તૃત્વાભિમાનના કારણે દુ:ખ છે. તેથી દુઃખની આત્યંતિક નિવૃત્તિનો અધ્યવસાય થવાથી એ નિવૃત્તિના ઉપાયને જણાવતા શાસ્ત્રના ઉપદેશની જરૂર પડે છે.
૧૩ થી ૨૦ ગાથા સુધીમાં પાતંજલ વિદ્વાનોએ જણાવેલા સ્વમતનો હવે ગ્રન્થકાર જવાબ આપે છે કે મોક્ષ પ્રકૃતિનો જ થશે, કારણકે ઉપદેશ શ્રવણ દ્વારા પ્રકૃતિના અભિમાનની નિવૃત્તિ થવાથી દુઃખનિવૃત્તિ થાય છે. વળી પુરુષ તો બદ્ધ જ નથી, તો એનો મોક્ષ શું ? આના પર પાતંજલ વિદ્વાનો જો એમ કહે કે ‘સારું, અમે પ્રકૃતિનો જ મોક્ષ માનીશું, પુરુષનો નહીં' તો ગ્રન્થકારે જવાબ આપ્યો કે જો આમ પ્રકૃતિનો મોક્ષ કહેશો તો તમારા જ ગ્રન્થમાં પુરુષનો મોક્ષ જણાવતા જે વચન છે, તે વ્યર્થ થઈ જશે. ॥ ૨૧ || (હવે એ વચનને જ જણાવે છે.)
ગાથાર્થ : જે તે આશ્રમમાં રહેલો (પુરુષ) જટી, મુંડી કે શિખી હોય, તો પણ જો પચ્ચીશ તત્ત્વનો જાણકા૨ હોય, તો એ મુક્ત થાય છે, આમાં કોઈ સંશય નથી.
ટીકાર્થ : આમાં પચ્ચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની જ મુક્તિ કહી છે, પણ એ સંભવતી નથી. ‘ભોગના વ્યપદેશની જેમ મુક્તિનો પણ વ્યપદેશ ઉપચારથી પુરુષમાં સંભવે ને !' એવું નહીં કહેવું, કારણ કે એ રીતે તો ‘પુરુષમાં ચૈતન્ય પણ ઉપચારથી જ છે' એવું પણ કહી શકાવાની આપત્તિ આવશે. ‘કોઈ બાધક નહીં હોવાથી ત્યાં એનો ઉપચાર નથી' એમ જો કહેશો તો ‘ચૈતન્યમાં અનુભવાતા કૃત્યાદિસામાનાધિકરણ્યમાં પણ શું બાધક છે ? કે જેથી એ બધાને ભિન્ન આશ્રયવાળા માનો છો.’ ‘આત્મા પરિણામી બની જવાની આપત્તિ જ એમાં બાધિકા છે' એવું નહીં કહેવું, કારણ કે એ પરિણામી હોય તો પણ અન્વયને કોઈ વાંધો નથી. નહીંતર તો ચિત્તનો પણ અન્વય માની શકાશે નહીં, કારણકે પ્રતિક્ષણ ચિત્તની નશ્વરતા જોવા મળે છે. અતીતાના તં