________________
३३५
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
व्यक्तं कैवल्यपादेऽदः सर्वं साध्विति चेन्न तत् । इत्थं हि प्रकृतेर्मोक्षो न पुंसस्तददो वृथा ।। २१ ।।
'व्यक्तमिति । कैवल्यपादे=योगानुशासनचतुर्थपादेऽदा एतद् व्यक्तं प्रकटं सर्वं अखिलं साधु-निर्दोषमिति । समाधत्ते-इति चेद् ? न तद् यत् प्राक् प्रपञ्चितम् । (इत्थं) हि =यत एवमुक्तरीत्या प्रकृतेर्मोक्षः स्यात्, तस्या एव कर्तृत्वाभिमाननिवृत्त्या दुःखनिवृत्त्युपपत्तेः, न पुंसः, तस्याबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेर्बन्धनविश्लेषार्थવાત | તતeતસ્માતા=વસ્થા મવઝન્શવત્ત તથા= શોષHaBE IT ૨૧TI.
નડીયા ર પ્રવૃત્તેિર્ન વિનુપત્તિઃ (અર્થ : જડ એવી પણ પ્રકૃતિની આવા પ્રકારની સહજ (શક્તિરૂપ) પુરુષાર્થકર્તવ્યતા હોવાથી કોઈ અસંગતિ નથી.) આ રીતે પ્રકૃતિની જડતાના કારણે અધ્યવસાયરૂપ નહીં, પણ શક્તિરૂપે કર્તવ્યતા જણાવે છે અને અભ્યાગમન્યાયનો તો અણસાર સુધ્ધાં આપતા નથી, ત્યારે આપણે એવી કલ્પના શી રીતે કરી શકીએ ? તથા, અવતરણિકામાં યોગી પુરુષના યત્નની વાત પણ પુરુષના અધ્યવસાયને જ સૂચવે છે, કારણ કે જેને દુઃખનિવૃત્તિનો અધ્યવસાય હોય, એનો તદર્થ પ્રયત્ન હોય.
અલબત્ત આ દર્શનની માન્યતાઓ એવી વિચિત્ર ભાસે છે કે એની સંગતિ કઈ રીતે તેઓ કરે છે ? એ સમજવું પણ મુશ્કેલ છે. આ દર્શનની માન્યતા તરીકે પુયધ્યવસિતમ પુરુષત? આવું જે સંભળાય છે, તે તો બુદ્ધિને અધ્યવસાય હોવો સ્પષ્ટ જણાવે છે. તથા આ મતે પુરુષ તો પુષ્કરકમલવત નિર્લેપ સ્થિરએકસ્વભાવ છે. એને અધ્યવસાય શી રીતે થાય ? એટલે જેમ જ્ઞાન-સુખ-દુઃખ-રાગદ્વેષાદિ-કર્તુત્વ-ભોક્નત્વ-આ બધું જ બુદ્ધિનું માનવાનું રહે છે, એમ આત્યન્તિકદુઃખનિવૃત્તિની ઇચ્છા-એના ઉપાય જાણવા માટે શાસ્ત્રોની અપેક્ષા, એ જાણ્યા પછી તદર્થ પ્રયત્ન.. આ બધું જ બુદ્ધિને જ સંભવે છે, પુરુષને નહીં. અને બીજી બાજુ ઉપર જણાવ્યા મુજબ રાજમાર્તડ ટીકામાં જડ એવી પ્રકૃતિને (બુદ્ધિને) અધ્યવસાય ન હોવાનું સૂચન મળે છે. એટલે બધું અસમંજસ છે. (એકાન્તવાદમાં સામંજસ્યની કલ્પના પણ અસ્થાને જ છે ને !) તેમ છતાં પ્રસ્તુત અધિકાર પરથી “પ્રકૃતિને અધ્યવસાય થાય છે એવો અર્થ કાઢવો યોગ્ય નથી એ તો સ્પષ્ટ જ છે. ./ ૧૧-૨૦ II (પૂર્વપક્ષી પ્રસ્તુત વાતનો ઉપસંહાર કરે છે ને પછી ગ્રન્થકાર એનો જવાબ આપવાનો પ્રારંભ કરે છે-).
ગાથાર્થ કેવલ્યપાદમાં વ્યક્ત એવી આ બધી વાત નિર્દોષ છે. આવું જ કહેશો તો એ બરાબર નથી, કારણકે આ રીતે પ્રકૃતિનો મોક્ષ થશે, પુરુષનો નહીં. અને તો પછી આ વાત વૃથા થઈ જશે.
ટીકાર્ય : યોગાનુશાસનના ચોથા પાદમાં વ્યક્ત રીતે કહેવાયેલું આ બધું સાધુ=નિર્દોષ છે.. (પૂર્વપક્ષીનો જો આવો અભિપ્રાય છે, તો ગ્રન્થકાર કહે છે –) તેરમા શ્લોકથી અહીં સુધીમાં આ બધું જે કહ્યું, તે યોગ્ય નથી, કારણ કે આ રીતે તો પ્રકૃતિનો મોક્ષ થશે, કારણ કે તેનું જ કર્તુત્વાભિમાન દૂર થયું હોવાથી દુઃખનિવૃત્તિ સંગત થાય છે. પુરુષનો મોક્ષ નહીં થાય, કારણકે એ તો બંધાયેલો જ ન હોવાથી મુક્ત પણ ન થઈ શકે, તે પણ એટલા માટે કે મુન્ ધાતુ બંધનમાંથી છૂટકારો થવો' એ અર્થમાં છે. અને તો પછી તમારા ગ્રન્થમાં કહેલી જે વાત આગળ કહેવાશે તે વૃથા ઠરશે એટલે કે (ગળું સૂકાવારૂપ) કંઠશોષ સિવાય એનું કોઈ ફળ નહીં મળે.
વિવેચનઃ પાતંજલમત પર ગ્રન્થકારે ત્રણ દોષ આપેલા.. (૧) પુરુષનો અસંસાર કે અમોક્ષની આપત્તિ હોવાથી આત્માને અપરિણામી ન માની શકાય.. (૨) પ્રકૃતિને એક માનવામાં કાં તો બધાનો મોક્ષ ને કાં તો